/indian-express-gujarati/media/media_files/2026/02/23/croma-everything-apple-sale-2026-02-23-16-40-39.jpg)
Croma Everything Apple Sale : ક્રોમા એવરીથિંગ એપલ સેલ. Photograph: (AI Generated Photo)
Croma Everything Apple Sale : એપલ આઇફોન થી લઇ મેકબુક ઓછી કિંમતમાં ખરીદવા માટે અભૂતપૂર્વ તક આવી છે. હકીકતમાં ટાટાની માલિકીની ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ જાહેરાત કરી છે કે તેનો એવરીથિંગ એપલ સેલ લાઇવ થઇ ગયો છે અને 8 માર્ચ સુધી ચાલુ રહેશે. કોલેજ જતા વિદ્યાર્થીઓથી લઈને ક્રિયેટર્સ અને પ્રોફેશનલ કસ્ટમર જેઓ તેમના હાલના iPhones થઇ લઇને MacBooks સુધીના ડિવાઇસને અપગ્રેડ કરવા માંગતા હોય તેમને ક્રોમા વિવિધ ડિવાઇસ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. ઉપરાંત, HDFC TATA Neu કાર્ડધારકો વધારાના 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવવા પાત્ર રહેશે.
એવરીથિંગ એપલ સેલના ભાગ રૂપે, ક્રોમા કહે છે કે રસ ધરાવતા ખરીદદારો iPhone 16 ના બેઝ વેરિઅન્ટને 35,991 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકશે , જે 128GB સ્ટોરેજ સાથે આવે છે.
ક્રોમા એ જણાવ્યું કે, આ ઓફર હેઠળ કસ્ટમરને તેમના જૂના એપલ સ્માર્ટફોન 16,000 રૂપિયા સુધીમાં એક્સચેન્જ કરવાનો વિકલ્પ હશે અને તેમને 6,000 રૂપિયા સુધીનો વધારાનો એક્સચેન્જ બોનસ મળશે. ખરીદદારોને 1,5000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ કૂપન પણ મળશે અને 3,999 રૂપિયા સુધીના ટાટા ન્યુ કોઇનનો લાભ મેળવવા માટે પાત્ર બનશે.
રિટેલર MacBook Air M4 ના 13 ઇંચના વર્ઝન પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે, આ લેપટોપ 59,320 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો | 6300mAh બેટરી સાથે સસ્તી Realme P4 Lite 4G ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
આ ઓફરનો લાભ મેળવવા વિશે ક્રોમા કહે છે કે ગ્રાહકોએ વિદ્યાર્થી અને શિક્ષક માટે 88,911 રૂપિયાની કિંમતથી શરૂઆત કરવી પડશે, જુના ડિવાઇસ એક્સચેન્જ કરવા પર 13,000 રૂપિયા સુધી મળશે અને 10,000 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસ માટે પાત્ર બનશે. તેઓ 6,591 રૂપિયા સુધીના ટાટા ન્યુ કોઇન મેળવવા માટે પણ પાત્ર બનશે.
iPhone 16 અને MacBook Air M4 ઉપરાંત, iPad 11th Gen 29,489 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો Apple Watch SE 3 અને AirPods Pro 3 અનુક્રમે 23,388 રૂપિયા અને 23,310 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ પણ વાંચો | 8000થી ઓછી કિંમતનો શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 8GB RAM
જો કસ્ટમર 512GB સ્ટોરેજ ધરાવતો iPhone Air અથવા iPhone 17 Pro ખરીદે છે, તો Croma કસ્ટમરને 12,900 રૂપિયાના Apple Care+ અને AirPods મફતમાં આપી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us