ઈલેક્શન કમિશને 54.32 કરોડ લોકોના આધાર કાર્ડ લીધા, હજુ એક પણ વોટર આઈડી સાથે લિંક નથી થયું – RTIમાં થયો ખુલાસો

Election Commission Adhaar-Voter ID linking : ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ (Voter ID) સાથે આધાર નંબર (Adhaar number) લીંક કરવા માટે 54 કરોડથી વધુ લોકોના આધાર કાર્ડ (Adhaar Card) એકત્ર કરવામાં આવ્યા હતા, પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસ (The Indian Express) ને આરટીઆઈ (RTI) માં માહિતી આપવામાં આવી કે આ પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી.

Written by Kiran Mehta
Updated : December 19, 2022 11:40 IST
ઈલેક્શન કમિશને 54.32 કરોડ લોકોના આધાર કાર્ડ લીધા, હજુ એક પણ વોટર આઈડી સાથે લિંક નથી થયું – RTIમાં થયો ખુલાસો
આધાર કાર્ડ (પ્રતિકાત્મક તસવીર)

દામિની નાથ : ચૂંટણી પંચે (Election Commission) 1 ઓગસ્ટથી 12 ડિસેમ્બરની વચ્ચે નોંધાયેલા મતદારો પાસેથી 54.32 કરોડ આધાર કાર્ડ (Adhaar Card) એકત્ર કર્યા હતા. આમાંથી એક પણ આધારને વોટર આઈડી (Voter ID) સાથે લિંક કરવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. ચૂંટણી પંચે 15 ડિસેમ્બરે માહિતી અધિકાર (RTI) હેઠળ ઈન્ડિયન એક્સપ્રેસને આ જાણકારી આપી છે.

સંસદે ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ, 2021 પસાર કર્યા પછી ચૂંટણી પંચે ઓગસ્ટ 1 ના રોજ વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં મતદાર ID સાથે લિંક કરવા માટે આધાર નંબર એકત્રિત કરવાની સત્તા આપી હતી.

17 જૂનના રોજ, કાયદા મંત્રાલયે 1 એપ્રિલ, 2023 છેલ્લી તારીખ તરીકે સૂચિત કર્યું હતું કે, મતદારો ફોર્મ 6-બી ભરીને મતદાર ID સાથે લિંક કરવા માટે તેમનો આધાર સબમિટ કરી શકે છે. ગયા અઠવાડિયે, ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 95 કરોડ નોંધાયેલા મતદારોમાંથી લગભગ અડધા લોકોએ તેમના આધારને મતદાર ID સાથે લિંક કર્યા છે.

આ પણ વાંચોઆજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો

RTI જવાબમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે 4 જુલાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને 1 ઓગસ્ટથી ફોર્મ-6Bમાં મતદારોના આધાર નંબર એકત્ર કરવા માટેનો કાર્યક્રમ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. જોકે, ચૂંટણી પંચના પ્રવક્તાએ હજુ સુધી લિન્કિંગ કેમ શરૂ નથી થયું તે અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચોGujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક તૃત્યાંશથી પણ ઓછું ટ્રાન્સજેન્ડર્સનું મતદાન, ‘અધુરા રજીસ્ટ્રેશન’નો દાવો

આ દરમિયાન, શુક્રવારે લોકસભામાં સાંસદો રિતેશ પાંડે, પ્રદ્યુત બોરદોલોઈ અને સૈયદ ઈમ્તિયાઝ જલીલના પ્રશ્નના જવાબમાં કાયદા પ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે, આધાર અને મતદાર આઈડી લિંક ન કરવા બદલ કોઈ પણ મતદારને યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ