અદિતી રાજાઃ ગુજરાતમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક 156 બેઠકો ઉપર જીત મેળવીને ફરીથી સત્તા બનાવી છે. ત્યારે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું. સમગ્ર મતદાન આશરે 64.33 ટકા જેટલું નોંધાયું હતું. આ મતદાનમાં ટ્રાન્સજેન્ડર્સ સમુદાયે નિરાશાજનક મતદાન કર્યું હતું. આ સમુદાયે મત્ર 31.99 ટકા નિરાશાનજક મતદાન કર્યું હતું. જોકે ટ્રાન્સજેન્ડર સમુદાયનો દાવો છે કે મતદાન યાદીમાં મતદાતાઓનું રજીસ્ટ્રેશન અધુરું હતું. જ્યારે રાજ્ય ચૂંટણી આયોગનું કહેવું છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયે મતદાન ઓછું કરતા તેમને નુકસાન થયું છે.
ટ્રાન્સજેન્ડરને 2014માં અલગ લિંગ શ્રેણીની મળી માન્યતા
2014માં ભારતમાં ચૂંટણી આયોગ દ્વારા ટ્રાન્સ જેન્ડરને એક અલગ લિંગ શ્રેણીના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી બાદ મતદાતા યાદીની ગણતરીમાં વૃદ્ધી થઈ છે. તેમણે પહેલીવાર ત્રીજા લિંગના રૂપમાં મતદાન કર્યું હતું. 2017માં 702 રજીસ્ટર ટ્રાન્જ જેન્ડરથી લઈને 2019માં લોકસભા ચૂંટણીમાં લગભગ 1100 રજીસ્ટર ટ્રાન્સ જેન્ડર મતદાતાઓ હતા. જ્યારે વર્તમાનમાં 1391 ટ્રાન્સ જેન્ડર મતદાતા તરીકે રજીસ્ટર છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતના 33 જિલ્લામાંથી માત્ર 445 જ ટ્રાન્સ જેન્ડર મત આપવા માટે પહોંચ્યા હતા. જોકે, 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 702માંથી 298 ટ્રાન્સ જેન્ડરોએ મતદાન કર્યું હતું.
ક્યા વિસ્તારમાં ટ્રાન્સજેન્ડરોએ કેટલું મતદાન કર્યું?
વડોદરા જિલ્લામાં ટ્રાન્સજેન્ડર મતદાતાઓની સંખ્યા સૌથી વધારે 226 છે. જોકે ત્યાં માત્ર 74 વોટ પડ્યા હતા. આમ 32.74 ટકા મતદાન થયું. વડોદરાના અકોટા મત વિસ્તારમાં 94 રજીસ્ટર ટ્રાન્સજેન્ડરમાંથી માત્ર 10 વોટ આપવા પહોંચ્યા હતા. જોકે 51 રજીસ્ટર ટ્રાન્સજેન્ડરમાંથી 41એ રાવપુરા બેઠક પર પોતાનો મત આપ્યો હતો.
અમદાવાદમાં 209 ટ્રાન્સજેન્ડરોમાંથી માત્ર 47 ટ્રાન્સજેન્ડરોએ મતદાન કર્યું હતું. જ્યારે સુરમાં 160 ટ્રાન્સજેન્ડરોમાંથી 51 લોકોએ જ મતદાન કર્યું હતું. આણંદમાં 128 રજીસ્ટર મતદાતાઓમાંથી 53 વોટ પડ્યા હતા. આમ 41.41 ટકા મતદાન થયું હતું. તાપી જિલ્લામાં માત્ર ચાર ટ્રાન્સજેન્ડરોએ મતદાન કર્યુંહ તું. પાટણમાં 26 ટ્રાન્સજેન્ડરોના મતદાન સાથે 65.38 ટકા મતદાન થયું હતું.
બોટાદમાં પણ પાંચ રજીસ્ટર ટ્રાન્સજેન્ડરો પૈકી ત્રણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દાહોદમાં 16 ટ્રાન્સજેન્ડર રજીસ્ટર છે પરંતુ એક પણ વોટ પડ્યો ન્હોતો. નર્મદા અને ડાંગ જિલ્લામાં બે રજીસ્ટર ટ્રાન્સજેન્ડર હતા.
ટ્રાન્સજેન્ડર સમુદાયનું શું કહેવું છે?
વડોદરાના બરનપુરા વિસ્તારમાં આવેલા કિન્નર ડેરામાં રહેતા ઉર્વશી કુંવર જેઓ લક્ષ્ય ટ્રસ્ટ સાથે એક સ્વયંસેવકના રૂપમાં કામ કરે છે. અને વડોદરામાં ટાન્સજેન્ડર માટે ગરિમા ગૃહ કથિત રૂપથી એ લોકોમાં હતી જે આ વર્ષે મતદાન ન કરી શક્યાં.
તેમનું કહેવું છે કે “મેં 2017માં મતદાન કર્યું હતું પરંતુ ફરીથી આવેલી યાદીમાં મતદાન કેન્દ્ર પર મારું ના ન મળ્યું. છેલ્લા દિવસ સુધી આશરે 200 નવા ટ્રાન્સજેન્ડરોએ પોતાના વોટર આઇડી કાર્ડ માટે રાહ જોઈ હતી. જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા તેમને મતદાતાના રૂપમાં રજીસ્ટ્ર કરવામાં આવ્યા હતા. પરંતુ વારંવાર ફોલોઅપ કરવાં છતાં પણ વોટર આઇડી કાર્ટ પહોંચ્યાં નહીં.”
આણંદ જિલ્લામાં રહેતા અન્ય એક ટ્રાન્સજેન્ડર જામીનનું કહેવું છે કે અનેક રજીસ્ટર ટ્રાન્સજેન્ડર કોવિડ-19 મહામારી બાદ પ્રવાસના કારણે મતદાન કરી શક્યા નહીં. જાસમીનનું કહેવું છે કે “અનેક ટ્રાન્સજેન્ડર જે વડોદરા અને અમદાવાદની જેમ ડેરાના ભાગ નથી તેઓ મહામારી દરમિયાન એક જગ્યા પર જીવિત ન રહી શક્યાં. આ પૈકી કેટલાક લોકો કામની શોધમાં પોતાના પૈતૃક ગામ કે રાજ્યની બહરા જતા રહ્યા હતા. કેટલાકે નામાવલીઓની પુનપરીક્ષણ માટે ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કર્યો નહીં. અનેક ટ્રાન્સજેન્ડર મતદાતા પણ મતદાનથી દૂર રહ્યા હતા કારણ કે તેમને લાગ્યું હતું કે ત્રીજા લિંગ માટે જમીની સ્તર પર સુરક્ષા, સ્વાસ્થ્ય દેખભાળ જેવી સુવિધાઓમાં કોઈ બદલાવ આવ્યો ન્હોતો.” જોકે, ટ્રાન્સજેન્ડર કોઈપણ પક્ષ માટે વોટ બેન્ક નથી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 450 વર્ષ બાદ ‘પોર્ટુગીઝ રાજ’ સમાપ્ત થયો
પૂર્વ રાજપીપળા શાહી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલ જેઓ એલજીબીટીક્યૂ સમુદાય માટે કામ કરનારા લક્ષ્ય ટ્રસ્ટના સંરક્ષક ટ્રસ્ટી છે. તેમને કહ્યું કે “ટ્રાન્સજેન્ડરો માટે બહાર આવી અને મતદાન કરવું અને મુખ્યધારાનો ભાગ મહેસૂસ કરવું આવશ્યક છે. હું પણ હજી સુધી આમા ગયો નથી. પરંતુ મને જાણવા મળ્યું છે કે કેટલાક ટ્રાન્સજેન્ડ્ર્સને ચૂંટણી દરમિયાન મતદાન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાન્સજેન્ડરો સુધી પહોંચવું પ્રશાસન માટે મહત્વપૂર્ણ છે જેથી તેમને સિસ્ટમમાં સામેલ કરી શકાય.”
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત પણ સૌરાષ્ટ્રમાં આંતરિક અસંતોષ ભાજપ માટે ‘ઉકળતો ચરૂ’
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ટ્રાન્સજેન્ડર વચ્ચે ઓછું મતદાન ત્રીજા લિંગ માટે અભિયાનો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી પ્રકાશ પાડ્યો હતો. અમને આ ઓછા મતદાન માટે અનેક કારણો મળી શકતા નથી કારણે અમે 207માં વિધાનસભા ચૂંટણી બાદ મતદાતાની યાદીમાં ફેરફાર કર્યા છે અને વધારે ટ્રાન્સજેન્ડર મતદાતાઓનો સમાવેશ કર્યો છે. બની શકે કે આંકડા આ વાતનો સંકેત આપે છે કે ભવિષ્યમાં મતદાતા જાગૃતિ અભિયાનોમાં આ સમુદાય ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. જોકે, આ વખતે પણ અમે કોઇ કસર છોડી ન્હોંતી.