ગૌતમ અદાણીની સ્થિતિ હાલ ‘અર્શ થી ફર્શ પર’ આવી ગયા હોય તેવી છે. એક સમયે દુનિયાના સૌથી ધનાઢ્ય રહેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 10 દિવસની અંદર 50 ટકાથી વધારે ધોવાણ થઇ રહ્યુ છે અને એક પછી એક ફટકો લાગી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બાદ હવે અમેરિકાના શેરબજાર સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ડાઉ જોન્સે અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસને સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાં હટાવવાનો નિર્ણય લીધો છે. ડાઉ જોન્સે જણાવ્યુ કે, 7 ફેબ્રુઆરી 2023ના રોજથી આ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇસના શેરનું ટ્રેડિંગ થશે નહીં.
7 ફેબ્રુઆરીથી ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર
S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઇઝિસને હટાવવાની માહિતી આપતા અમેરિકન શેરબજારે જણાવ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ (XMOB:52599) ને ડાઉ જોન્સ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.હિંડનબર્ગ રિસર્ચના ગૌતમ અદાણી અને તેમની માલિકની અદાણી ગ્રૂપની કંપનીઓ દ્વારા કૌભાંડ, શેરબજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિના આક્ષેપો બાદ શેરમાં મસમોટા કડાકાને ધ્યાનમાં રાખીને સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
NSEએ પણ અદાણી ગ્રૂપની કંપનીઓ પર કડક અંકુશો લાદયા
આ અગાઉ ગુરુવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ અદાણી ગ્રૂપની 3 કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવાનો નિર્ણય લીધો હતો. અદાણી ગ્રુપની આ 3 કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે. એડિશનલ સર્વેલન્સ મિકેનિઝમમાં મૂકવાનો અર્થ એ છે કે, અદાણી ગ્રૂપની આ કંપનીઓના શેરમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે પણ 100 ટકા અપફ્રન્ટ માર્જિન જરૂરી રહેશે. અપફ્રન્ટ માર્જિન લાદવાથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં શોર્ટ સેલિંગ પર અંકુશ લાગશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે અદાણી ગ્રૂપના શેરમાં મોટી અફરાતફરીને ઘટાડવા માટે આ પગલું ભર્યું છે, તેમાં છતાં શુક્રવારે પણ તેના મોટો ઘટાડો થયો હતો.
સસ્ટેનેબિલિટી વર્લ્ડ ઈન્ડેક્સ શું છે?
S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી વર્લ્ડ ઈન્ડેક્સ વેબસાઈટ મુજબ, ઈન્ડેક્સમાં ગ્લોબલ સસ્ટેનબિલિટી લીડરનો સમાવેશ થાય છે જે S&P ગ્લોબલ દ્વારા તેના કોર્પોરેટ સસ્ટેનબિલિટી એસેસમેન્ટ (CSA)ના માધ્યમથી ઓળખવામાં આવે છે. તે લાંબા ગાળાના આર્થિક, પર્યાવરણીય અને સામાજિક માપદંડોના આધારે S&P ગ્લોબલ બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ (BMI)માં સૌથી મોટી 2,500 કંપનીઓમાંથી ટોચની 10%નું પ્રતિનિધિત્વ કરે છે.
સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઇસને હટાવાથી તેના શેર પર્યાવરણ પ્રત્યે જાગૃત રોકાણકારોમાં ઓછું આકર્ષણ ઓછું થઇ જશે.
અદાણી ગ્રૂપના વેલ્યૂએશનમાં 50 ટકાથી વધારે ધોવાણ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની વેલ્યૂએશનમાં સતત ધોવાણ થઇ રહ્યુ છે. રોઇટર્સના એક અહેવાલ અનુસાર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પૂર્વે અદાણી ગ્રૂપનીકંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 217 અબજ ડોલર હતી જે હાલ 50 ટકાથી વધુ ઘટીને 102 અબજ ડોલર થઇ ગઇ છે.
CSA શું છે?
1999માં શરૂ થયેલું કોર્પોરેટ સસ્ટેનબિલિટી એસેસમેન્ટ (CSA) એ S&P ડાઉ જોન્સ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સ હેઠળ આવે છે.તે હાલ અન્ય ESG ઇન્ડેક્સનો પણ આધાર છે. S&P ગ્લોબલ વેબસાઇટ અનુસાર, S&P એ વર્ષ 2019માં CSA હસ્તગત કર્યું હતું, જેમાં સંબંધિત ESG રેટિંગ્સ અને ESG બેન્ચમાર્કિંગ ટીમોના ટ્રાન્ઝિશનનો સમાવેશ થાય છે, જે હાલ S&P ગ્લોબલ સ્વિટ્ઝર્લેન્ડની બહારથી ઓપરેટ છે.
વેબસાઈટ અનુસાર, S&P ગ્લોબલ CSAમાં કંપનીના પરિણામોના આધારે કંપનીઓને ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડાઈસિસ, S&P 500 ESG અને કેટલાક અન્ય સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાં સમાવેશ માટે પસંદ કરવામાં આવે છે. કંપનીઓની વધતી જતી સંખ્યા એસેસમેન્ટમાં આવરી લેવાય છે અને તેમના પરિણામોનો ઉપયોગ હરિફ કંપનીઓની સરખામણીમાં તેમના ટકાઉ દેખાવને માપવા માટે કરવામાં આવે છે.
આ ઇન્ડેક્સ શું કામગીરી કરે છે?
S&P જણાવે છે કે, CSA એક બેસ્ટ-ઇન-ક્લાસ અભિગમ લાગુ કરે છે, એટલે કે મૂલ્યાંકનમાંથી કોઈપણ ઉદ્યોગોને બાકાત રાખવામાં આવ્યા નથી. CSA એ 80થી 100 ઉદ્યોગ અને ઇન્ડસ્ટ્રીઝ – સ્પેસિફિક પ્રશ્નોના સંયોજનથી તૈયાર કરાયેલી પ્રશ્નાવલી મારફતે 61 ઉદ્યોગોની કંપનીઓની સરખામણી કરે છે. કંપનીઓને તેમની કામગીરી તેમજ આર્થિક, પર્યાવરણીય અને સામાજિક પરિમાણોના આધારે આશરે 20 નાણાકીય રીતે સંબંધિત ટકાઉ માપદંડો માટે 0 થી 100ની વચ્ચે સ્કોર અને પર્સેન્ટાઇલ રેન્કિંગ આપવામાં આવે છે.
ESG શું છે?
ESG એટલે એન્વાર્યમેન્ટ (Environment) સોર્શિયલ રિસ્પોન્સબિલિટી ( Social responsibility,) અને કોર્પોરેટ (Corporate) ગવર્નન્સ, જે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સહિત દરેક દેશમાં રોકાણકારો માટે મુખ્ય થીમ તરીકે ઉભરી આવી છે. ESG ફંડ્સની એસેટ્સનું કદ – જે તેમની રોકાણ પ્રક્રિયામાં પર્યાવરણ, સામાજિક જવાબદારી અને કોર્પોરેટ ગવર્નન્સનો સમાવેશ કરે છે – ભારતમાં અત્યંત વધી રહ્યું છે. વર્ષ 2021માં NSE એ NSE પ્રાઇમ લોન્ચ કર્યું હતુ, આ એક ફ્રેમવર્ક જે કંપનીઓને કોર્પોરેટ ગવર્નન્સનું સ્ટાન્ડર્ડ સબમિટ કરવાની મંજૂરી આપે છે.
ગૌતમ અદાણી અને અદાણી એન્ટરપ્રાઇસના 3 મોટા સમાચાર (1) અદાણી એન્ટરપ્રાઇસનો 20,000 કરોડનો FPO રદ, રોકાણકારોને પૈસા પરત કરશે (2) ગૌતમ અદાણી ટોપથી પહોંચ્યા તળિયે, Top 20 ધનવાનોની યાદીમાંથી બહાર, હવે કેટલી સંપત્તિ રહી? (3) અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો યથાવત, ‘સેબી અને આરબીઆઈ દ્વારા તપાસ!’
માર્કેટ એક્સપર્ટ્સનું શું કહેવુ છે?
ICICI પ્રુડેન્શિયલ AMCના MD અને CEO નિમેશ શાહે 2020માં ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે: “આગામી વર્ષોમાં, ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ESG થીમ સામાન્ય બની જશે. ભારતમાં યુવા પેઢી રોકાણલક્ષી નિર્ણયો લેવામાં વધારે સભાન થઇ રહી છે. મોટાભાગના સંશોધન દર્શાવે છે કે સારા ESG સ્કોર્સ ધરાવતી કંપનીઓ રોકાણ માટે પહેલી પસંદગી બની રહી છે