EPFO યુઝર્સ માટે સારા સમાચાર! મિનિટોમાં નીકાળી શક્શો તમારા PF ના રૂપિયા, જાણો શું છે પ્લાન

EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે સારા સમાચાર છે. ઈપીએફઓ સભ્યો પોતાના પીએફના પૈસા ટૂંક સમયમાં સરળ રીતે ઉપાડી શક્શે. આનાથી દેશભરના લાખો EPFO ​​સભ્યોને ફાયદો થશે.

EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે સારા સમાચાર છે. ઈપીએફઓ સભ્યો પોતાના પીએફના પૈસા ટૂંક સમયમાં સરળ રીતે ઉપાડી શક્શે. આનાથી દેશભરના લાખો EPFO ​​સભ્યોને ફાયદો થશે.

author-image
Rakesh Parmar
New Update
epfo latest news

EPFO એ NPCI સાથે કરી ભાગીદારી Photograph: (Gemini)

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સભ્યો માટે સારા સમાચાર છે. ઈપીએફઓ સભ્યો પોતાના પીએફના પૈસા ટૂંક સમયમાં સરળ રીતે ઉપાડી શક્શે. EPFO ​​BHIM UPI એપ્લિકેશન દ્વારા તાત્કાલિક એડવાન્સ ઉપાડ સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આનાથી દેશભરના લાખો EPFO ​​સભ્યોને ફાયદો થશે.

Advertisment

ટીઓઆઈના અહેવાલ મુજબ, આગામી 2-3 મહિનામાં આ સુવિધા શરૂ થવાની અપેક્ષા છે. અમુક અંશે, આ સિસ્ટમ ATM માંથી પૈસા ઉપાડવા જેવી જ હશે.

EPFO એ NPCI સાથે કરી ભાગીદારી

કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ નવી સિસ્ટમ માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે ભાગીદારી કરી છે. સભ્યો આરોગ્ય, શિક્ષણ અથવા ખાસ પરિસ્થિતિઓ જેવી માન્ય શ્રેણીઓ હેઠળ BHIM એપ્લિકેશન પર PF એડવાન્સ માટે દાવા સબમિટ કરી શકશે.

ક્લેમ સબમિટ કર્યા પછી EPFO ​​બેકએન્ડમાં તેની ચકાસણી અને પ્રક્રિયા કરશે. જો બધું વ્યવસ્થિત હશે તો તમારા ક્લેમને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ તમારા ભંડોળ SBI દ્વારા સભ્યના UPI-લિંક્ડ બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

જોકે આ સુવિધામાં કેટલીક મર્યાદાઓ પણ હોઈ શકે છે. અધિકારીઓના મતે શરૂઆતમાં, સમગ્ર PF રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે UPI વ્યવહારો પર મર્યાદા નક્કી કરી છે, અને દુરુપયોગ અટકાવવા માટે તાત્કાલિક ઉપાડ મર્યાદા તે મુજબ નક્કી કરવામાં આવશે.

હાલમાં PF માંથી પૈસા ઉપાડવાની વર્તમાન પ્રક્રિયા શું છે?

હાલમાં જો તમારે પૈસૈ ઉપાડવાની જરૂર હોય તો તેમાં સમય લાગે છે. જો કોઈ સભ્ય ઓટોમેટિક મોડમાં 5 લાખ રૂપિયા સુધીનો ઓનલાઈન એડવાન્સ દાવો ફાઇલ કરે છે, તો પણ તેમાં ઓછામાં ઓછા ત્રણ કાર્યકારી દિવસો લાગે છે. જોકે જો તમે મોટી રકમ ઉપાડો છો અથવા મેન્યુઅલ પ્રક્રિયાનો ઉપયોગ કરો છો તો તેમાં વધુ સમય લાગે છે. આવામાં BHIM UPI એપ્લિકેશન દ્વારા તાત્કાલિક PF ઉપાડ કર્મચારીઓ માટે સારા સમાચાર છે.

નોકરી બિઝનેસ