Holi 2026: જો ચલણી નોટ પર ધૂળેટીના રંગો લાગે તો શું તે ચાલશે? જાણો શું કહે છે નિયમ

તમે તમારી બેંકમાં હોળીના રંગની નોટો બદલી શકો છો. બેંકો આવી નોટો સ્વીકારવાનો ઇનકાર કરી શકતી નથી. તમે કોઈપણ વધારાની ફી વગર તમારી બેંકમાં આ નોટો બદલી શકો છો.

તમે તમારી બેંકમાં હોળીના રંગની નોટો બદલી શકો છો. બેંકો આવી નોટો સ્વીકારવાનો ઇનકાર કરી શકતી નથી. તમે કોઈપણ વધારાની ફી વગર તમારી બેંકમાં આ નોટો બદલી શકો છો.

author-image
Rakesh Parmar
New Update
Color on currency notes

ચલણી નોટ પર રંગો લાગે તો શું તે ચાલશે Photograph: (સોશિયલ મીડિયા)

Holi 2026: લોકો આખું વર્ષ હોળી-ધૂળેટીના તહેવારની રાહ જુએ છે અને પછી તેને પોતાના પ્રિયજનો સાથે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ દિવસે લોકો ઘરે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે અને એકબીજા પર રંગો પણ લગાવે છે.

Advertisment

ક્યારેક રંગો લગાવતી વખતે કંઈક એવું બને છે જે હોળી પછી સમસ્યાઓનું કારણ બની જાય છે. ઉદાહરણ તરીકે કાર અથવા બાઇક પર રંગ લાગે છે, અથવા મોબાઇલ ફોન પાણીમાં ભીનો થઈ જાય છે વગેરે. તેવી જ રીતે જો ચલણી નોટ પર રંગ લાગે તો શું તે માર્કેટમાં ચાલશે? શું બજારમાં કલરવાળી નોટો સ્વીકારવામાં આવશે કે નહીં? ચાલો જાણીએ કે RBI ના નિયમો આ વિશે શું કહે છે.

પ્રશ્ન: શું બજારમાં કલરવાળી નોટો સ્વીકારવામાં આવતી નથી?

જવાબ: ના, આવું નથી. જો નોટ પર રંગ લાગેલો હોય તો આવી નોટો માન્ય રહે છે. કલર લાગ્યા પહેલા માન્ય હતી તેવી જ રીતે બાદમાં પણ માન્ય રહેશે. આ નોટો અમાન્ય ગણાતી નથી.

પ્રશ્ન: રંગ લાગેલી નોટો સાથે શું કરવું?

જવાબ: તમે તમારી બેંકમાં હોળીના રંગની નોટો બદલી શકો છો. બેંકો આવી નોટો સ્વીકારવાનો ઇનકાર કરી શકતી નથી. તમે કોઈપણ વધારાની ફી વગર તમારી બેંકમાં આ નોટો બદલી શકો છો.

Advertisment

પ્રશ્ન: તમારે કેવા પ્રકારની નોટો સ્વીકારવાનું ટાળવું જોઈએ?

જવાબ: જે નોટો જાણી જોઈને કલરવાળી અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તેને લેવાનું ટાળો. જે નોટોમાં અસ્પષ્ટ સુરક્ષા સુવિધાઓ હોય અથવા નોટના નંબરો હોય સ્પષ્ટ દેખાતા ના હોય, ફાટેલી હોય તેવી નોટો લેવાનું ટાળો.

પ્રશ્ન: જો નોટ ભીની થઈ જાય તો શું કરવું જોઈએ?

જવાબ: જો હોળી દરમિયાન નોટ ભીની થઈ જાય તો પહેલા તેને સૂકવી લો. હવે તપાસો કે કેટલો રંગ લાગેલો છે. જો નોટ પર વધુ પડતો રંગ હોય તો તમે તેને તમારી બેંક શાખામાં બદલી શકો છો.

આરબીઆઇ holi