scorecardresearch

ઇન્ડિયન ઓઇલે અદાણી પોર્ટ સાથે થયેલા કરાર પર કરી સ્પષ્ટતા, કોંગ્રેસ અને મહુઆ મોઇત્રાએ શું આરોપ લગાવ્યો હતો, જાણો

Adani Hindenburg Row : અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો છે

ઇન્ડિયન ઓઇલે અદાણી પોર્ટ સાથે થયેલા કરાર પર કરી સ્પષ્ટતા, કોંગ્રેસ અને મહુઆ મોઇત્રાએ શું આરોપ લગાવ્યો હતો, જાણો
હવે આ મુદ્દે ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટતા કરી છે

સુકલ્પ શર્મા : અદાણી ગ્રુપ વિવાદને લઇને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે વિપક્ષી દળોએ મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે સરકારના સ્વામિત્વવાળી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને અદાણી પોર્ટ પરથી SEZના ગંગાવરમ પોર્ટ પર એક પ્રતિકુળ ટેક-ઓર-પે કોન્ટ્રાક્ટ અંતર્ગત લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG) આયાત કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે. હવે આ મુદ્દે ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટતા કરી છે.

ટેક-ઓર-પે કોન્ટ્રાક્ટમાં ખરીદનાર અથવા લેનારને ચાર્જ ચૂકવવો જરૂરી છે, પછી ભલે તે કરાર કરાયેલ માલની ડિલિવરી ન લે અથવા સોદા હેઠળ સંમત હદ સુધી સુવિધાનો ઉપયોગ કરે.

જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ જાહેર થયા પછી અદાણી જૂથ સામે છેતરપિંડી અને સ્ટોક હેરાફેરીના આરોપો પર, પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ભારતના જાહેર ક્ષેત્ર દ્વારા અદાણી જૂથને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરી રહી છે.

શું છે મહુઆ મોઇત્રાનો આરોપ?

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ (Mahua Moitra) 15 ફેબ્રુઆરીએ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું. તેમણે અદાણી પોર્ટ્સના ડિસેમ્બર ક્વાર્ટરની આવક પર આધારિત એક સમાચાર રિપોર્ટના સ્ક્રીનગ્રેબને ટ્વિટ કર્યું હતું. જેમાં અદાણી ગ્રુપે કહ્યું હતું કે એલપીજી હૈંડલિંગ સુવિધાઓના નિર્માણ માટે ગંગાવરમ (Gangavaram Port)પોર્ટ પર ટેક-યા-પે કરાર માટે આઈઓસીએલ સાથે સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ પણ વાંચો – અદાણી હિંડનબર્ગ કેસની તપાસ માટે સમિતિ રચાશે, કેન્દ્રનું ‘સિલબંધ કવર’ સ્વીકારવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

ઇન્ડિયન ઓઇલનું નિવેદન

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ઘણા ટ્વિટ કરીને મહુઆ મોઇત્રાના આરોપો પર જવાબ આપ્યો છે. IOCએ કહ્યું કે તેમણે ફક્ત અદાણી પોર્ટ્સ અને SEZ સાથે સાથે નોન-બાઈન્ડિંગ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, કોઇ ટેક-યા-પે કરવાની સમજુતી ન હતી. IOCના ટ્વિટને ઘણા લોકોએ અદાણી પોર્ટ્સ અને SEZના દાવાની અસ્વીકૃતિના રૂપમાં જોયું.

કોંગ્રેસ પાર્ટીનો શું છે આરોપ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે અમને જાણ થઇ છે કે જે આઈઓસી પહેલા સરકાર દ્વારા સંચાલિત વિશાખાપટ્ટનમ પોર્ટના માધ્યમથી એલપીજી આયાત કરી રહી હતી. હવે એલપીજી આયાત કરવા માટે તેના બદલે ગંગાવરમ પોર્ટનો ઉપયોગ થશે. કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આટલું બધું માત્ર ટેક-યા-પે સમજુતી અંતર્ગત થઇ રહ્યું છે?

આ પણ વાંચો – Hindenburg Research Report થી ચર્ચામાં આવેલા પત્રકારે અઢી વર્ષ બાદ મૌન તોડ્યું, ઠાકુરતાએ ખાસ મુલાકાતમાં શું કહ્યું?

IOC ભારતનું સૌથી મોટુ રિફાઇનર અને ઇંધણ વિક્રેતા છે અને સાર્વજનિક ક્ષેત્રના સૌથી મોટા અને સૌથી વધારે લાભદાયક ઉપક્રમોમાંથી એક છે. તેણે સ્પષ્ટ કર્યું કે તેલ કંપનીઓ એલપીજી આયાત ટર્મિનલોને ભાડા પર લેવા માટે ટેન્ડર આમંત્રિત કરતી નથી. તેના બદલે તેના મૂલ્યાંકનના આધાર પર નિર્ણય કરે છે.

IOCએ કહ્યું કે આઈઓસી દેશના ખૂણે-ખૂણામાં એલપીજીની આપૂર્તિની ક્ષમતા વધારવા માટે નિયમિત આધારે વિભિન્ન પોર્ટ સાથે કરાર કરે છે. IOCએ એ દાવાને પણ ફગાવી દીધો કે તે સરકારના સ્વામિત્વવાળા વિશાખાપટ્ટનમ પોર્ટથી વ્યવસ્થાથી દૂર હટી રહી છે. IOCએ કહ્યું કે કંપની વર્તમાનમાં આ પોર્ટના માધ્યમથી લગભગ 0.7 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ એલપીજી આયાત કરે છે અને પોર્ટનો ઉપયોગ યથાવત્ રાખશે.

Web Title: Indian oil responds to adani ports contract allegations of congress and mahua moitra

Best of Express