scorecardresearch

Hindenburg Research Report થી ચર્ચામાં આવેલા પત્રકારે અઢી વર્ષ બાદ મૌન તોડ્યું, ઠાકુરતાએ ખાસ મુલાકાતમાં શું કહ્યું?

exclusive interview with Journalist Paranjoy Guha Thakurta : અમદાવાદની એક કોર્ટે પારંજોય ગુહા ઠાકુરતાને એવું કંઈ પણ બોલવા માટે ના પાડવામાં આવી છે જેનાથી અદાણી ગ્રૂપને નુકસાન પહોંચી શકે છે.

Hindenburg Research report | adani row | exclusive interview
પત્રકાર પારંજોય ગુહા ઠાકુરતા સાથે ખાસ મુલાકાત

Vijay kumar jha: Hindenburg Research Report on Adani : હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ આવ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી સમૂહ પર ગોલમાલના આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોની કિંમતોમાં જોરદાર ઘટાડો થયો હતો. આ બધું આપણને ખ્યાલ છે જોકે એક વાતનો ઉલ્લોખ થયો નથી એ છે કે રિપોર્ટમાં એક પત્રકારના નામનો ઉલ્લેખ પણ છે. એ પત્રકારનું નામ છે પરંજોય ગુહા ઠાકુરતા.

ગુહા 45 વર્ષથી પત્રકારત્વમાં છે. તેમણે અદાણી ગ્રૂપ સામે એક રિપોર્ટ લખ્યો છે. જેના કારણે તેમના ઉપર અનેક કેસ પણ ચાલે છે. આવી સ્થિતિમાં અમદાવાદની એક કોર્ટે પારંજોય ગુહા ઠાકુરતાને એવું કંઈ પણ બોલવા માટે ના પાડવામાં આવી છે જેનાથી અદાણી ગ્રૂપને નુકસાન પહોંચી શકે છે. 2020માં આવું થયું છે. ત્યારબાદ પહેલીવાર ગુહાએ આ મામલે મીડિયા સાથે વાત કરી છે. જોકે, અમે આ વાતચીત કોર્ટના આદેશની મર્યદામાં રહીને જ કરી છે.

આ પણ વાંચોઃ- Adani TotalEnergies: ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, ફ્રાંસની કંપનીએ અદાણી ગ્રૂપના પ્રોજેક્ટમાં રોકાણ અટકાવ્યું

વાતચીતનો વીડિયો જોતા પહેલા તમે એ જાણી લો કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં ગુહાનું નામ કુલ ચાર વખત આવ્યું છે. એક જગ્યાએ લખવામાં આવ્યું છે કે In interviews, Gautam Adani has said “I have a very open mind toward criticism.” Given this, why did Adani seek to have critical journalist Paranjoy Guha Thakutra jailed following his articles on allegations of Adani tax evasion?

શું જેલમાં જઈ ચુક્યા છે પરંજોય ગુહા ઠાકુરતા?

જ્યારે ગુહાને પૂછવામાં આવ્યું કે તમે ક્યારે પણ જેલ ગયા છો અથવા ધરપકડ કરવાની કોશિશ થઈ છે તો તેમણે વિસ્તારથી ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે “તેમની સામે બીન જામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ થયું હતું. તે કોર્ટમાં રજૂ થયા હતા. આ અંગે અદાણી ગ્રૂપ તરફથી જણાવ્યું હતું કે, આમા તેમનો કોઈ હાથ નથી. આ કોર્ટની કાર્યવાહી છે. જોકે તેમની ક્યારેય ધરપકડ થઈ નથી.”

આ પણ વાંચોઃ- અદાણી સમૂહ સામે રિપોર્ટ અને બીબીસી ડોક્યુમેન્ટ્રી ચીનને લાભ પહોંચાડવાના ષડયંત્રનો ભાગ, RSS સાથે જોડાયેલા ઓર્ગેનાઇઝરનો ખુલાસો

ઉલ્લેખનીય છે કે હિડનબર્ગ રિપોર્ટ આશરે 32000 શબ્દોનો છે. આ મોટાભાગનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ જાણકારીઓથી ભરેલો છે. ગુહાના નામનો ઉલ્લેખ પણ આ રૂપોમાં આવ્યો છે. એક જગ્યાએ એક સંગઠનનો તેમના પક્ષમાં રજૂ એક નિવેદનને પણ રિપોર્ટનો ભાગ બનાવવામાં આવ્યો છે. જે આ પ્રકારે છે. “Reporters Without Borders (RSF) calls for the withdrawal of all charges against Paranjoy Guha Thakurta, a journalist who could be arrested at any time under a warrant issued on 19 January by a court in the state of Gujarat, in western India, as a result of a libel action by the industrial giant Adani. The justice system is being manipulated”

હિંડનબર્ગ રિસર્ચની સાખ પર પ્રશ્ન

હિંડનબર્ગ રિસર્ચ અમેરિકી ફર્મ છે. તે શોર્ટ સેલિંગનું કામ કરે છે. તેમનું કહેવું છે કે તેમની બે વર્ષની મહેનત બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક ઇન્વેસ્ટિગેશન પણ સામેલ છે. આરટીઆઇના હવાલાથી કેટલીક જાણકારી સામેલ કરવાનો દાવો કર્યો છે.

અનેક નિષ્ણાંતો હિડનબર્ગ રિપોર્ટની સાખ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને અત્યારે કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવી રહેલા અરવિંદ પનગડિયાએપણ જનસત્તા.કોમ સાથે વાતચીત કર્યું હતું કે અમેરિકામાં શોર્ટ સેલર્સ કંપનીઓ ખુદ તપાસના દાયરામાં છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની તપાસ ચાલી રહી છે.

Web Title: Exclusive interview with journalist paranjoy guha thakurta hindenburg research report on adani

Best of Express