/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Gautam-adani-lic.jpg)
ગૌતમ અદાણીની ફાઇલ તસવીર
ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અદાણી ગ્રુપમાં સતત રોકાણ વધારી રહી છે. સપ્ટેમ્બર 2020થી માત્ર આઠ ક્વાર્ટર્સમાં LICએ સાત લિસ્ટેડ અદાણી જૂથની કંપનીઓમાંથી ચારમાં ઝડપથી તેનો હિસ્સો વધાર્યો છે.
અદાણી ગ્રુપમાં LICનો હિસ્સો 3.9 ટકા છે
ઇન્ડિયન એક્સપ્રેસે શોધી કાઢ્યું હતું કે અદાણી જૂથની કંપનીઓની સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગ દર્શાવે છે કે આ સાત કંપનીઓમાં LICના હિસ્સાનું કુલ મૂલ્ય આજની તારીખે રૂ. 74,142 કરોડ છે. આ અદાણી ગ્રુપના રૂ. 18.98 લાખ કરોડના કુલ બજાર મૂલ્યના 3.9 ટકા છે.
આ પણ વાંચોઃ-શેરબજાર ઓલટાઇમ હાઇ, હવે મ્યુ. ફંડમાં રોકાણ ચાલુ રાખવુ કે ઉપાડી લેવું? એક્સપર્ટ્સ શું કહે છે…
સપ્ટેમ્બર 2020માં ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝમાં LICનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો પરંતુ હવે આ હિસ્સો વધીને 4.02 ટકા થઈ ગયો છે. તે જ સમયે, સપ્ટેમ્બર 2020માં અદાણી ટોટલ ગેસમાં LICનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો, જે હવે વધીને 5.77 ટકા થઈ ગયો છે.
આ પણ વાંચોઃ-માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની મંદી ભારે પડી, ભારતનો વિકાસદર ઘટીને 6.3 ટકા
સપ્ટેમ્બર 2020 અને સપ્ટેમ્બર 2022 ની વચ્ચે, અદાણી ટ્રાન્સમિશનમાં LICનો હિસ્સો 2.42 ટકાથી વધીને 3.46 ટકા થયો છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં સપ્ટેમ્બર 2020માં તે 1 ટકાથી ઓછો હતો, જે હવે વધીને 1.15 ટકા થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us