Mudra loan: ગરીબોએ નથી પચાવ્યા બેંકોના પૈસા, મુદ્રા લોનમાં એનપીએ સૌથી ઓછી, સાત વર્ષમા માત્ર 3.3 ટકા

npa on mudra yojna: કોવિડ-19 મહામારીની સૌથી વધારે અસર વેપારીઓ ઉપર થઈ છે. પરંતુ આમ છતાં પણ લોનનો હપ્તો ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો. જેનું પરિણામ છે કે મુદ્રા યોજનાની એનપીએ સૌથી ઓછી છે. છેલ્લા સાત વર્ષમાં એનપીએન માત્ર 3.3 ટકા છે.

npa on mudra yojna: કોવિડ-19 મહામારીની સૌથી વધારે અસર વેપારીઓ ઉપર થઈ છે. પરંતુ આમ છતાં પણ લોનનો હપ્તો ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો. જેનું પરિણામ છે કે મુદ્રા યોજનાની એનપીએ સૌથી ઓછી છે. છેલ્લા સાત વર્ષમાં એનપીએન માત્ર 3.3 ટકા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સિતારમણ (ફોટો નિર્મલા સિતારમણ સોશિયલ મીડિયા)

Mudra Loan: મુદ્રા યોજના અંતર્ગત બેકોથી લોન લિધેલા નાના વેપારીઓએ બેંકોના પૈસા પરત કરવાની કોશિશ કરી હતી. સાત વર્ષ પહેલા આ યોજના શરુ થઈ હતી. આ અંતર્ગ નાના વેપારીઓને લોન આપવામાં આવતી હતી. કોવિડ-19 મહામારીની સૌથી વધારે અસર વેપારીઓ ઉપર થઈ છે. પરંતુ આમ છતાં પણ લોનનો હપ્તો ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો. જેનું પરિણામ છે કે મુદ્રા યોજનાની એનપીએ સૌથી ઓછી છે. છેલ્લા સાત વર્ષમાં એનપીએન માત્ર 3.3 ટકા છે.

Advertisment

8 એપ્રિલ 2015ના દિવસે મુદ્રા યોજના લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ દરેક બેન્કો (જાહેર, ખાનગી, વિદેશી, રાજ્ય સહકારી, ક્ષેત્રીય ગ્રામીણ અને લઘુ ધિરાણ) માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત NPA 30 જૂન 2022 સુધી 46,053.39 કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. આ સમય દરમિયાન મુદ્રા યોજના અંતર્ગત 13.64 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. જો જોઈએ તો એનપીએ માત્ર 3.38 ટકા છે. આખા બેન્કિંગ ક્ષેત્રોનો લગભગ અડધો છે. 31 માર્ચ 2022ના દિવસે સમાપ્ત થનારા વર્ષ માટે અમીરોની એનપીએ 5.97 ટકા છે.

છેલ્લા છ વર્ષમાં બેન્કિંગ સેક્ટરની ગ્રોસ એનપીએ 2021-22ની સરખામણીએ ઘણી વધારે હતી. તે 2020-21માં 7.3 ટકા, 2019-20માં 8.2 ટકા, 2018-19માં 9.1 ટકા, 2017-18માં 11.2 ટકા અને 2016-17માં 9.3 ટકા અને 51-16માં 7.5 ટકા હતો.

આ પણ વાંચોઃ-દુનિયાની સૌથી મોંઘી શાકભાજીનો 1 kgનો ભાવ ₹ 85000, જાણો તેનું નામ અને ખાસિયતો

Advertisment

ત્રણ શ્રેણીઓમાં, શિશુ લોન (રૂ. 50,000 સુધી) સૌથી ઓછી 2.25 ટકા અને કિશોર લોન (રૂ. 50,001 થી રૂ. 5 લાખ) સૌથી વધુ 4.49 ટકા હતી. જ્યારે તરુણ લોન (રૂ. 5 લાખથી રૂ. 10 લાખ) માટે એનપીએ 2.29 ટકા હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં બેંકોએ એક લાખ કરોડની લોન રાઈટ ઓફ કરી છે.

આ પણ વાંચોઃ-ગુજરાતના તમામ 33 જિલ્લામાં Jioની 5G સર્વિસ શરૂ, મફત સર્વિસ મેળવવાની 3 મુખ્ય શરતો જાણો

બિન-કોર્પોરેટ, બિન-કૃષિ, નાના અને સૂક્ષ્મ સાહસોને રૂ. 10 લાખ સુધીની લોન આપવા માટે 8 એપ્રિલ 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી (મુદ્રા) શરૂ કરવામાં આવી હતી. તેને પ્રધાનમંત્રી મુદ્રા યોજના કહેવામાં આવે છે અને ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. રૂ.50,000 સુધીની શિશુ લોન, રૂ.50,001થી રૂ.5 લાખ સુધીની કિશોર લોન અને રૂ.5 લાખથી રૂ.10 લાખ સુધીની તરૂણ લોન. મુદ્રા લોનને કોઈ કોલેટરલની જરૂર પડતી નથી અને તેથી તેને ખૂબ જોખમી માનવામાં આવતું હતું.

દેશ