/indian-express-gujarati/media/media_files/2026/02/23/personal-finance-tips-1-2026-02-23-15-42-31.jpg)
Personal Finance Rules : વ્યક્તિગત નાણાંકીય આયોજનના નિયમ. Photograph: (Freepik)
Personal Financial Planning Rules : નાણાંકીય આયોજન કરવું જરૂરી છે. આજના અનિશ્ચિત સમયમાં સુવ્યવસ્થિત રીતે ફાઇનાન્સ પ્લાનિંગ કરીને વર્તમાનની સાથે સાથે ભવિષ્યને નાણાકીય રીતે સુરક્ષિત કરી શકાય છે. ઘણા લોકોનો પગાર ઘણો વધારે હોવા છતાં બચત કરી શકતા નથી. પગાર આવ્યાના અઠવાડિયાથી 10 દિવસની અંદર બધી રકમ ખર્ચાઇ જાય છે.
જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો અહીં આપેલા 9 Personal Finance Rulesનો અમલ કરવો જોઇએ. જેનાથી તમે બિનજરૂરી ખર્ચ ઘટાડી પુરતી બચત અને નિવૃત્તિ આયોજન પણ કરી શકશો.
Rule of 70 : પૈસા ક્યારે ડબલ થશે?
સૌથી પહેલા Rule of 72 વિશે વાત કરીયે. આ એક સરળ પદ્ધતિ છે જેનાથી જાણી શકાય છે કે, તમે કોઇ બચત યોજનામાં રોકેલા પૈસા કેટલા વર્ષમાં ડબલ થશે. તમારે જે તે બચત યોજનાના વાર્ષિક વળતર દર વડે 72ની સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. તેનો જે આંકડો આવે એટલા વર્ષમાં તમારા પૈસા ડબલ થશે. Rules of 72 વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો.
મોંઘવારીનો સામનો કરવા Rule of 70
નાણાકીય આયોજનમાં Rule of 70 વિશે પણ જાણવું જરૂરી છે, જે મોંઘવારીની અસલી તાકાત દેખાડે છે. જો મોંઘવારી દર 7 ટકા આસપાસ રહે તો, લગભગ 10 વર્ષમાં તમારા પૈસાનું મૂલ્ય અડધું થઇ શકે છે. આ જ કારણસર માત્ર બેંક એકાઉન્ટમાં પૈસા રાખવા પુરતા નથી, મોંઘવાર દર કરતા પણ ઉંચુ વળતર આપતી યોજનામાં રોકાણ કરવું જરૂરી છે
નિવૃત્તિ આયોજન
રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે એક્સપર્ટ્સ 4 ટકા ઉપાડ નિયમની સલાહ આપે છે. તે મુજબ નિવૃત્તિ બાદ પ્રત્યેક વર્ષ તમારી કુલ બચતના 4 ટકા રકમ અલગ કાઢી લો, જેથી પૈસા લાંબા સમય સુધી ચાલે અને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડે નહીં.
યોગ્ય સમયે રોકાણની શરૂઆત કરો
રોકાણ નાની ઉંમરથી શરૂ કરવું જોઇએ. 100 માઇનસ રૂલ્સ કહે છે કે, તમારી ઉંમર જેટલી સંખ્યા 100 માંથી બાદબાકી કરો અને જે સંખ્યા આવે એટલા ટકા રકમનું શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. ઉંમર વધવાની સાથે જ જોખમ ઘટાડવું સમજદારી કહેવામાં આવે છે.
10-5-3 નિયમ
મોટાભાગના લોકો રોકાણ માંથી અતિશય વધારે વળતર મળવાના આશા રાખે છે, જે પાછળથી નિરાશાનું કારણ બને છે. આથી 10-5-3 નિયમ બનાવ્યો છે, જે દર્શાવે છે કે, ઇક્વિટી માંથી 10 ટકા, ડેટ માર્કેટ માંથી 5 ટકા અને બચત ખાતામાંથી 3 ટકા વળતર મળવાની આશા રાખી શકાય છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/02/19/investment-tips-1-2026-02-19-11-35-26.jpg)
ખર્ચ પર નિયંત્રણ રાખો
ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે 50-30-20 નિયમ સૌથી વધુ પ્રખ્યાત છે. આ નિયમ મુજબ કુલ પગારની 50 ટકા રકમનો જરૂરિયાતો પાછળ ખર્ચ કરો, 30 ટકા રકમ પોતાના મોજશોખ માટે ખર્ચ કરો અને 20 ટકા રકમની બચત ક કે રોકાણ કરો.
કટોકટી ભંડોળ
બીમારી કે નોકરી જતી રહેવી જેવી આકસ્મિક મુશ્કેલી માટે કટોકટી ભંડોળે એટલે કે Emergency Fund બનાવવું જરૂરી છે. ઇમરજન્સી ફંડમાં તમારા 6 મહિના સુધીના માસિક ખર્ચ જેટલી રકમ રાખવી જોઇએ. ઇમરજન્સી ભંડોળ તમને આકસ્મિક નાણાકીય કટોકટી સામે રક્ષણ આપે છે.
લોન EMI કેટલો રાખવો?
ઘણા લોકો ભવિષ્યની આવકનો અંદાજ લગાવ્યા વગર જ લોન લઇ લે છે અને પાછળથી પછતાય છે. ઘણા લોકો સમજ્યા વગર લોન EMIની રકમ ઘણી મોટી રાખે છે, જેના કારણ સમયસર લોન EMI ચૂકવવામાં મુશ્કેલી પડે છે. આથી 40 ટકા EMI Rules કહે છે કે, તમારી કુલ લોન EMIની રકમ તમારી કુલ આવકના 40 ટકાથી વધારે ન હોવી જોઇએ. નહીંથી દર મહિને પૈસાના અભાવે માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
જીવન વીમા યોજના અને ટર્મ પ્લાન
આજના અનિશ્ચિત સમયમાં જીવન વીમા પોલીસી અને ટર્મ પ્લાન નાણાકીય સુરક્ષા આપે છે. Life Insurance Rules કહે છે, તમારી કુલ આવકના 10 થી 15 ગણો જીવન વીમા કવર કે ટર્મ પ્લાન હોવો જોઇએ, જેથી તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક સુરક્ષા મળતી રહે.
આ પણ વાંચો | ઘર ખરીદતા પહેલા આ 5 દસ્તાવજે તપાસવા જરૂરી, નહીંત્તર થશે મોટું નુકસાન
નાણાંકીય આયોજન
પૈસા કમાવવું જરૂરી છે, જેનાથી વધુ આવશ્યક છે તેનું સુવ્યવસ્થિત રીતે નાણાકીય આયોજન કરવું. જો સમયસર આ 9 નાણાકીય નિયમ સમજી લેવામાં આવે તો, ભવિષ્યમાં પૈસાની કટોકટી કે લઇ ચિંતાનો સામનો કરવો પડતો નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us