scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ NRI મતદારોએ પકડી વતનની વાટ, 2 હજાર જેટલા ભાજપના પ્રચારકો અને સમર્થકો પ્રચાર માટે મેદાનમાં

NRI BJP workers Gujarat Assembly election 2022: વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓમાં પણ લોકશાહીના આ અવસરનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ માટે એનઆરઆઈ ગુજરાતીઓ પ્રચાર માટે ઉતર્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ NRI મતદારોએ પકડી વતનની વાટ, 2 હજાર જેટલા ભાજપના પ્રચારકો અને સમર્થકો પ્રચાર માટે મેદાનમાં
એનઆરઆઈ ગુજરાતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે દરેક પક્ષો પોતપોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે લોકશાહીનો મોટો અવસર ચાલી રહ્યો છે. આ વખની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે મેદાનમાં ઉતરી છે. જોકે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું પલડું મજબૂત હોવાના સર્વેમાં આંકડા પણ આવી ચૂક્યા છે. બીજી તરફ વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓમાં પણ લોકશાહીના આ અવસરનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરવા માટે વતનની વાટ પકડી છે. એનઆરઆઈ ગુજરાતી કાર્યકર્તાઓ અને સમર્થકો ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. એનઆરઆઈ ગુજરાતીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું સૂત્ર ‘આ ગુજરાત મે બનાવ્યુ છે’ થી પ્રભાવિત થયા છે, સાથે જ ચાલી રહેલા દુષ્પ્રચારને ટક્કર આપવા પોતાના મતનો ઉપયોગ કરવા ખાસ આવી રહ્યા છે.

મળી માહિતી પ્રમાણે 2000થી વધારે એનઆરઆઈ ગુજરાતીઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે. ઈન્ડોકલ્ચરલ સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ યોગી પટેલે Gujarati Indian Express સાથે વાત કરતા જણાવ્યું હતું કે 1 લાખ જેટલા ગ્રીનકાર્ડ ધારક ગુજરાતી મતદારો ગુજરાત પહોચવા લાગ્યા છે. અત્યારના તબક્કે વિવિધ એરલાઈન્સમાં હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. સિંગાપુર એરલાઈન્સને એક સાથે 15 હજાર લોકોએ ગુજરાત માટે એપ્રોચ કરતા તેમણે 1800 થી 1900 ડોલરની જગ્યાએ વધારે ડોલર સુધીની ટિકિટો કરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ- ઇસુદાન ગઢવી પાસે ગાડી નથી પણ અમદાવાદમાં છે 3 મકાન, આવક 5 વર્ષમાં 50 ટકા ઘટી

ઈન્ડોકલ્ચરલ સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ યોગી પટેલ

યોગી પટેલ પોતે પણ ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસએન્જલસના કન્વીનર હોવા સાથે રિપબ્લિક પાર્ટીમાં પણ વર્ચસ્વ ધરાવે છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસના મંત્રને તેમણે સાર્થક કર્યો છે. ગુજરાતમાં નવા નવા લોકોને રાજકારણમાં લાવવાનું શ્રેય આ પાર્ટીને જાય છે. આવા સમયે ગુજરાતમાં એક પાર્ટી દ્વારા કરાઈ રહેલા પ્રચારને ખાળવા માટે આ મતદારો ખાસ મતદાનનનું ઋણ અદા કરવા ગુજરાત પહોચ્યા છે. આ વખતે તેમને ‘આ ગુજરાત મે બનાવ્યું છે સૂત્ર ખુબ આકર્ષિત કરી રહ્યું છે’ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતમાં પોતાનો મત આગળ ધરવા માટે તેમણે મહેનત આદરી છે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ BJPના ઉમેદવાર હાર્દિક પટેલ સામે બે રાજદ્રોહ સહિત 20 ક્રિમિનલ કેસ, કેટલી છે સંપત્તિ?

ભારતીય જનતા પાર્ટીના એનઆરઆઈ કાર્યકરો

લોસએન્જલસ ખાતે ગુજરાતી સમાજ સાથે જોડાયેલા અને બેન્કીંગ ફાયનાન્સ, તેમજે લોકલ સેરીટોઝ કોલેજમાં આગવું સ્થાન ધરાવતા પરિમલ શાહે ટીવી 9 ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોસએન્જલસથીજ 2000 જેટલા ભાજપના પ્રચારક ગુજરાત પહોચ્યા છે અને સ્તાનિક મતદારો સુધી સત્ય પહોચાડવા માટે ભાજપના પ્રચારમાં જોડાશે. પહેલેથીજ અહીથી કમિટેડ વોટર્સ મોટી સંખ્યામા બેક ટુ બેક નિકળી રહ્યા છે જેથી કોઈ ખોટી પાર્ટીનો ઉમેદવાર ચૂંટાઈને ન આવી જાય.

Web Title: Nri gujarati assembly election 2022 bharatiya janta party bjp campaigning