ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક પક્ષો પોતાના ઉમેદવારોની યાદીઓ પણ જાહેર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભા બેઠક પરથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. હાર્દિક પટેલે ચૂંટણી ફોર્મ પણ ભરી દીધું છે. ત્યારે ચૂંટણી પંચને આપેલી એફિડેવિટમાં હાર્દિક પટેલ અંગે કેલાક ખુલાસા થયા છે. જેમાં હાર્દિક પટેલ સામે હજી બે રાજદ્રોહ સહિત 20 કેસોનો ઉલ્લેક થયો છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તી 61.48 લાખ રૂપિયા દર્શાવી છે.
હાર્દિક સામે બે રાજદ્રોહ સહિક કુલ 20 કેસ
ભાજપના 29 વર્ષીય ઉમેદવાર હાર્દિક પટેલ સામે 20 ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે આ કેસો હાર્દિક પટેલ સામે 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે નેતૃત્વ કરતા સમયે નોંધવામાં આવ્યા છે. આ 20 મામલાઓમાં નવમાં નિર્ધારિત સજા બે વર્ષ અથવા તેનાથી વધારે કેદની સજા થઈ છે. 20 કેસોમાં બે કેસ પાટીદાર અનામ આંદોલ દરમિયાન સુરત અને અમદાવાદમાં તેમની સામે નોંધાયેલા રાજદ્રોહ કેસ છે. આ ઉપરાંત હાર્દિક પટેલ સામે 11 ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષ કરતા ઓછી સજા થઈ છે.
હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર ભર્યું ફોર્મ
હાર્દિક પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પર મંગળારે વિરમગામ તાલુકા સેવા સદનમાં પોતાનું નામાંકન પત્ર ફર્યું હતું. ફોર્મ ભરતી વખતે હાર્દિક પટેલે રજૂ કરેલા સોગંદનામા પ્રમાણે રાજદ્રોહના બે કેસ ઉપરાંત અન્ય મામલામાં સજા બે વર્ષ અથવા તેનાથી વધારે છે. જેમાં મહેસાણા જિલ્લાના કડી, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, પાટણ, સુરત શહેરના વરાછા, ગાંધીનગર સેક્ટર 21માં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરના નિકોલ અને સુરત શહેરના કામરેજમાં પણ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ- ઇસુદાન ગઢવી પાસે ગાડી નથી પણ અમદાવાદમાં છે 3 મકાન, આવક 5 વર્ષમાં 50 ટકા ઘટી
11 કેસોમાં બે વર્ષ કરતા ઓછી સજા
હાર્દિક પટેલ સામે જે કેસ નોંધાયા છે એમાં 11 કેસોમાં બે વર્ષ કરતા ઓછી સજા મળી છે. આ કેસો સુરતના સરથાના, અમદાવાદ શહેર, સિદ્ધપુર, પાટણના ચાણસ્મા, મહિસાગરના સંતરામપુર, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને જામનગર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કો : 19 જિલ્લાની 89 બેઠકો પર 1100 થી વધુ ફોર્મ ભરાયા
હાર્દિક પટેલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં નોંધાયેલા ગુનાહિત કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં ટ્રાયલ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં કોર્ટે બે વર્ષની કેદ અને 50,000 રૂપિયા દંડ ફટકાર્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં ટ્રાયલ કોર્ટના આદેશ ઉપર રોક લગાવી હતી.
હાર્દિકની કુલ સંપત્તિ 61.48 લાખ રૂપિયા
આ કેસમાં વિસનગરના તત્કાલીન બીજેપી ધારાસભ્ય અને અત્યારના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઓફિસમાં કથિત હુમલો કરવાનો ઉલ્લેખ છે. હાર્દિક પટેલે પોતાના સોગંદનામાં પોતાની કુલ 61.48 લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જેમાંથી 23.48 લાખ રૂપિયાની ચલ સંપત્તિ (સ્વયં અને જીવનસાથી) અને 38 લાખ રૂપિયાની અચલ સંપત્તિનો સમાવેશ થાય છે. તેમણે બે લાખ રૂપિયાની દેનદારી જાહેર કરી છે. તેમણે સામાજિક કાર્ય અે ખેતીને પોતાનો વ્યવસાય દર્શાવ્યો છે.