Samsung Galaxy F04: સેમસંગનનો સસ્તો સ્માર્ટફોન ઇન્ડીયામાં થયો લોન્ચ, 5000mAh અને 8GB રેમ સપોર્ટ, જાણો ફીચર્સ અને સ્પેસીફીકેશન

Samsung Galaxy F04: એન્ટ્રી લેવલ Samsung Galaxy F04 માં મીડિયાટેક પી35 ચિપસેટ અપાઈ છે. ફોનમાં 4 જીબી રેમ છે જયારે 4 જીબી વર્ચ્યુઅલ રેમ (RAM Plus) સપોર્ટ પણ મળે છે. ડિવાઇસનો પાવર આપવા માટે 5000mAh ની બેટરી અપાઈ છે જે 15 W ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Written by shivani chauhan
January 04, 2023 15:39 IST
Samsung Galaxy F04: સેમસંગનનો સસ્તો સ્માર્ટફોન ઇન્ડીયામાં થયો લોન્ચ, 5000mAh અને 8GB રેમ સપોર્ટ, જાણો ફીચર્સ અને સ્પેસીફીકેશન
Samsung Galaxy F04 ભારતમાં લોન્ચ: samsung galaxy f04માં 5000mAh બેટરી આપવામાં આવી છે.

Samsung Galaxy F04 launched in india: સેમસંગએ ભારતમાં પોતાની નવી એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનને લોન્ચ કરી દીધો છે. Samsung Galaxy F04 ને ભારતમાં મોટી બેટરી, એચડી+ ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરાની સાથે ઉપલબ્ધ છે. દક્ષિણ કોરિયાની કંપનીનું કહેવું છે કે ફોનમાં 2 વર્ષ સુધી OS અપડેટ મળશે. જાણો સેમસંગ ગેલેક્ષી એફ 04 ની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ વિષે,

Samsung Galaxy F04 specifications

સેમસંગ ગેલેક્ષી એફ 04 માં 6.5 ઇંચ IPS LCD ડિસ્પ્લે અપાયી છે. સ્ક્રીન પર વૉટર ડ્રોપ નોચ અપાઈ છે અને એચડી+ રેઝોલ્યૂશન (720 x 1600 પિક્સેલ) ઓફર કરે છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20: 9 છે અને રિફ્રેશ રેટ 60 હર્ટઝ છે. ડિવાઈઝ એન્ડ્રોઇડ 12 (Go Edition) ની સાથે આવે છે. જેના પર one UI છે. ફોનમાં 2 વર્ષ સુધી ઓએસ અપડેટ મળવાનો દાવો કરાયો છે.

આ પણ વાંચો: Farming Idea : આ પરિવાર 4 એકરમાં ઉગાડે છે 40 પાક,

ગેલેક્ષી એફ 04 માં રિયર પર ડ્યુઅલ-કેમેરા સેટઅપ અપાયું છે. ફોનમાં 13 મેગાપિક્સેલ પ્રાઈમરી, 2 મેગાપિક્સેલ ડેપ્થ સેન્સર એન એલઈડી ફ્લેશ અપાઈ છે, હેન્ડસેટમાં બેક ચેનલ પર એલઈડી ફ્લેશ પણ ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરા અપાયો છે.

એન્ટ્રી લેવલ Samsung Galaxy F04 માં મીડિયાટેક પી35 ચિપસેટ અપાઈ છે. ફોનમાં 4 જીબી રેમ છે જયારે 4 જીબી વર્ચ્યુઅલ રેમ (RAM Plus) સપોર્ટ પણ મળે છે. ડિવાઇસનો પાવર આપવા માટે 5000mAh ની બેટરી અપાઈ છે જે 15 W ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને માર્ચ સુધીમાં મળશે ખુશખબરી, સરકારના એક નિર્ણયથી પગારમાં થશે જંગી વધારો

Samsung Galaxy F04 Features

ગેલેક્ષી એફ04 માં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે નહિ, ફોનમાં સિક્યોરિટી માટે ફેસ અનલોક ફીચર અપાયું છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G VoLT, વાઈ ફાઈ, બ્લુટુથ, જીપીએસ, યુએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ પણ છે.

અહીં જણાવી દઈએ કે ગેલેક્ષી એફ04 સ્માર્ટફોનની ડિઝાઇન અને સ્પેસિફિકેશન ગેલેક્ષી એમ04 જેવા જ છે. ભારતમાં Samsung Galaxy M04 ડિસેમ્બર, 2022 માં લોન્ચ થયો હતો.

Samsung Galaxy F04 Price in India

ગેલેક્ષી એફ04 ને ભારતમાં 7,499 માં લોન્ચ કરાયો હતો. ફોનમાં પિન્ક અને ગ્રીન કલરમાં આવે છે. હેન્ડસેટનું વેંચાણ 12 જાન્યુઆરીથી ઈ- કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર શરૂ થશે. ફોનને સેમસંગ ઇન્ડિયાની સાઈટથી પણ ખરીદી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ