Maruti Suzuki: મારૂતિ સુઝુકી માટે સેમી કંડક્ટર બન્યું મુસીબત, ડ્રીમ કાર Ertiga અને Brezza માટે છે લાંબુ વેઇટિંગ લિસ્ટ

maruti suzuki semi conductor issue : દેશની લિડિંગ વાહન ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાનું માનવું છે કે સેમીકંડક્ટની અછત કેટલાક મહિનાઓથી છે. જેનાથી કેટલાક ખાસ મોડલોના સપ્લાયમાં મોડું થઇ રહ્યું છે.

Written by Ankit Patel
Updated : March 06, 2023 15:22 IST
Maruti Suzuki: મારૂતિ સુઝુકી માટે સેમી કંડક્ટર બન્યું મુસીબત,  ડ્રીમ કાર Ertiga અને Brezza માટે છે લાંબુ વેઇટિંગ લિસ્ટ
મારુતિ સુઝુકી બ્રેઝા ફાઇલ તસવીર

મારૂતિ સુઝુકી કાર (Maruti Suzuki Car) શોખિનો માટે નવી કાર ખરીદવાને લઇને થોડી રાહ જોવી પડે એવા સમાચાર છે. ઓટો સેક્ટર માટે સેમીકંડક્ટરની સમસ્યા હજી પણ પુરી થઈ નથી. સેમીકન્ડક્ટરના પગલે કંપની ગ્રાહકો તરફથી આવતી માંગને પણ સમયસર પુરું કરી શકતી નથી. લાખો બુકિંગ માટે રાહમાં વધારો થઈ રહ્યો છે. દેશની લિડિંગ વાહન ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાનું માનવું છે કે સેમીકંડક્ટની અછત કેટલાક મહિનાઓથી છે. જેનાથી કેટલાક ખાસ મોડલોના સપ્લાયમાં મોડું થઇ રહ્યું છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના વરિષ્ઠ કાર્યકારી અધિકારી (સેલ્સ એન્ડ માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે સેમીકંડક્ટરની સપ્લાય હજી પણ એક સમસ્યા બનેલી છે. તેમણે કહ્યું કે ગત ત્રિમાસીક ગાળામાં સેમીકંડક્ટરના કારણે 46,000 યુનિટનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. આ ત્રિમાસીક ગાળામાં પણ કેટલાક મોડલો માટે આ સમસ્યા બનેલી છે.

અર્ટિગા અને બ્રેઝાની માંગ પુરી નથી થઈ રહી

મારુતિ સુઝુકી પાસે 3.69 લાખ યુનિટનું બુકિંગ બાકી છે, જેમાંથી એકલા અર્ટિગા મોડલનું 94,000 યુનિટનું બુકિંગ છે. આ સિવાય ગ્રાન્ડ વિટારા અને બ્રેઝા જેવા લોકપ્રિય મોડલ્સનું પણ 37,000 અને 61,500થી વધુ બુકિંગ છે. સેમિકન્ડક્ટર ચિપ્સનો આધુનિક સમયના વાહનોમાં ખાસ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં આ ચિપ્સ ઉપલબ્ધ ન હોવાને કારણે વાહનોને પણ સપ્લાય કરવામાં આવતી નથી.

આ પણ વાંચોઃ- હેલ્થ ઈન્શ્યોરન્સમાં કેશલેસ મોડને વધુ પ્રાધાન્ય, IRDAએ બીમા મંથન કાર્યક્રમમાં કહી આ વાત

3 વર્ષથી સેમિકન્ડક્ટર સમસ્યા

સેમિકન્ડક્ટરની ઉપલબ્ધતા છેલ્લા 3 વર્ષથી સમસ્યા બની રહી છે. MSI સેમિકન્ડક્ટર મેળવવામાં સક્ષમ ન હોવાની સમસ્યા હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે. શ્રીવાસ્તવે કહ્યું કે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. તેનું કારણ એ છે કે અત્યારે આવું કંઈ દેખાતું નથી. તેમણે કહ્યું કે SUV એ દેશના પેસેન્જર વ્હિકલ માર્કેટમાં 42.6 ટકા હિસ્સા સાથે અગ્રણી ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચોઃ- 1 એપ્રિલથી HUID વગર સોનાના દાગીના વેચી શકાશે નહીં: આ હોલમાર્ક શું છે?, તેનું શું મહત્વ છે? જાણો

તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પેસેન્જર વાહનોના વેચાણનો આંકડો 38.8 લાખ યુનિટ સુધી જઈ શકે છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ હશે. ગયા નાણાકીય વર્ષમાં 30.7 લાખ પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ