Share Market Crash: શેરબજારમાં હહાકાર, સેન્સેક્સ 1048 પોઇન્ટ કકડભૂસ, રોકાણકારોને ₹ 6.6 લાખ કરોડનું નુકસાન

Share Market News Today Highlight : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલાયો છે. સોમવારે સેન્સેક્સ 1048 પોઇન્ટ અને નિફ્ટી 313 પોઇન્ટ ઘટીને બંધ થયા છે. શેરબજારમાં મંદી તીવ્ર બનાવાની દહેશત છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash

Share Market Crash : શેરબજારમાં કડાકો, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

Share Market News Today Highlight : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં હાહાકર મચ્યો છે. સોમવારે સેન્સેક્સમાં 1048 પોઇન્ટનો કડાકો બોલાયો અને 80238 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 313 પોઇન્ટ ઘટીને 24865 બંધ થયો છે. પાછલા બંધથી 2700 પોઇન્ટના કડાકે સેન્સેક્સ 78,543 ખુલ્યો હતો, જે તેની ઇન્ટ્રા ડે નીચી સપાટી બની રહી હતી. મેટલને બાદ કરતા તમામ બીએસઇના તમામ ઇન્ડેક્સ તૂટ્યા છે. શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 6.6 લાખ કરોડનું નુકસાન થયું છે. મધ્ય પૂર્વમાં તણાવથી શેરબજારમાં મંદી તીવ્ર બનાવાની દહેશત છે. 

Advertisment

ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ અને નિફ્ટી 300 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81,287 થી 2,744 પોઇન્ટના કડાકે  78,543 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ નીચા મથાળેથી રિકવર થયો અને હાલ 1000 પોઇન્ટના ઘટાડે 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇનઇફ્ટી 519 પોઇન્ટ ઘટી 24,659 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 300 પોઇન્ટના ઘટાડે 24,880 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

રોકાણકારોને 7.80 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. ગત શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 463.51 લાખ કરોડ રૂપિયા હતી. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇની માર્કેટકેપ ઘટીને 457.91 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આજે શેરબજારના રોકાણકારોને 7.80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

મધ્ય પૂર્વમાં અશાંતિથી એશિયન શેરબજારોમાં કડાકો

ઈઝરાયલ અને અમેરિકાના ઇરાન પર ભયંકર હુમલાથી મિડલ ઇસ્ટમાં ભયંકર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ યુદ્ધથી વૈશ્વિક આર્થિક અનિશ્ચતતા ગંભીર બની ગઇ છે. યુદ્ધની ચિંતાથી આજે તમામ એશિયન બજારોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કેઇ માર્કેટમાં 900 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. તો હોંગકોંગ બજાર 500 પોઇન્ટ, તાઇવાન 125 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 135 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇ્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.

Advertisment
  • Mar 02, 2026 16:41 IST

    શેરબજારના તમામ ઇન્ડેક્સ તૂટ્યા

    શેરબજાર કકડભૂસ થતા મેટલને બાદ કરતા બીએસઇના તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા. જેમા ઓટો ઇન્ડેક્સ 1388 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1359 પોઇન્ટ,બેંકેક્સ 814 પોઇન્ટ, ઓઇલ ગેસ 635 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 460 પોઇન્ટ તૂટ્યા હતા. તો બેંક નિફ્ટી 689 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 330 પોઇન્ટ ઘટીને બંધ થયા હતા.

  • Mar 02, 2026 16:29 IST

    શેરબજારના રોકાણકારોને ₹ 6.6 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં કડાકાથી બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 456.90 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે પાછલા શુક્રવારે 463.51 લાખ કરોડ રૂપિયા હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને 6.61 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  • Mar 02, 2026 16:27 IST

    સેન્સેક્સ ટોપ 5 લુઝર શેર

    શેરબજારમાં મંદીથી સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી માત્ર 3 શેર વધ્યા હતા. ટોપ 5 લુઝર શેરમાં ઇન્ડિગો સવા 6 ટકા, લાર્સન 6 ટકા, અદાણી પોર્ટ્સ 3.3 ટકા, મારૂતિ સુઝુકી 3.3 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 3 ટકા તૂટ્યા હતા. જે 3 શેર વધ્યા હતા તેમા બીઇએલ 2 ટકા, સન ફાર્મા અને આઈટીસી અડધા ટકા આસપાસ મજબૂત હતા.

  • Mar 02, 2026 16:25 IST

    સેન્સેક્સ 1048 પોઇન્ટ ધડામ, નિફ્ટી 313 પોઇન્ટ ઘટી 24900 નીચે બંધ

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં હાહાકર મચ્યો છે. સોમવારે સેન્સેક્સમાં 1048 પોઇન્ટનો કડાકો બોલાયો અને 80238 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 313 પોઇન્ટ ઘટીને 24865 બંધ થયો છે. પાછલા બંધથી 2700 પોઇન્ટના કડાકે સેન્સેક્સ 78,543 ખુલ્યો હતો, જે તેની ઇન્ટ્રા ડે નીચી સપાટી બની રહી હતી.  

  • Mar 02, 2026 11:21 IST

    સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 330 પોઇન્ટ નરમ, ક્રૂડ ઓઇલમાં ભડકો

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે. હાલ સેન્સેક્સ 1100 પોઇન્ટ ઘટી 80200 અને નિફ્ટી 330 પોઇન્ટ ઘટી 24850 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આ યુદ્ધથી સ્ટ્રેટ ઓફ હોરમુઝ માર્ગે ઓઇલ ટેન્કરોની અવરજવર બંધ થતા ક્રૂડ ઓઇલમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે અને પ્રતિ બેરલનો ભાવ 82 ડોલરની સપાટી ક્રોસ કરી ગયા છે. ક્રૂડ ઓઇલમાં ઉછાળાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના વધવાની શક્યતા છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Mar 02, 2026 11:18 IST

    શેરબજારમાં કડાકો પણ આઈપીઓ કરાવશે કમાણી; આ અઠવાડિયે 3 IPO ખુલશે, 9 શેર લિસ્ટેડ થશે

    આઈપીઓ રોકાણકારો માટે 2 માર્ચથી શરૂ થયેલું નવું અઠવાડિયા વ્યસ્ત રહેવાનું છે. આ અઠવાડિયામાં 3 નવા આઈપીઓ આવી રહ્યા છે, જેમા રોકાણકારોને કમાણી કરવાની તક મળશે. આ સાથે જ પાછલા સપ્તાહે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો મોકો મળશે. આ દરમિયાન શેરબજારમાં 9 કંપનીઓના શેર લિસ્ટેડ થશે, જેમાથી 4 કંપનીઓ મેઇનબોર્ડ સેગમેન્ટની છે.  વધુ વાંચવા અહીં ક્લિક કરો.

  • Mar 02, 2026 09:34 IST

    રોકાણકારોને 7.80 લાખ કરોડ સ્વાહા

    શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. ગત શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 463.51 લાખ કરોડ રૂપિયા હતી. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇની માર્કેટકેપ ઘટીને 457.91 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આજે શેરબજારના રોકાણકારોને 7.80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  • Mar 02, 2026 09:28 IST

    મધ્ય પૂર્વમાં અશાંતિથી એશિયન શેરબજારોમાં કડાકો

    ઈઝરાયલ અને અમેરિકાના ઇરાન પર ભયંકર હુમલાથી મિડલ ઇસ્ટમાં ભયંકર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ યુદ્ધથી વૈશ્વિક આર્થિક અનિશ્ચતતા ગંભીર બની ગઇ છે. યુદ્ધની ચિંતાથી આજે તમામ એશિયન બજારોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જાપાનનો નિક્કેઇ માર્કેટમાં 900 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. તો હોંગકોંગ બજાર 500 પોઇન્ટ, તાઇવાન 125 પોઇન્ટ, ઇન્ડોનેશિયા બજાર 135 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇ્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.

  • Mar 02, 2026 09:28 IST

    શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 2744 પોઇન્ટ અને નિફ્ટી 519 પોઇન્ટના ઘટાડે ખુલ્યા

    ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારોમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1000 પોઇન્ટથી વધુ અને નિફ્ટી 300 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81,287 થી 2,744 પોઇન્ટના કડાકે  78,543 ખુલ્યો હતો. જો કે ત્યારબાદ નીચા મથાળેથી રિકવર થયો અને હાલ 1000 પોઇન્ટના ઘટાડે 80300 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇનઇફ્ટી 519 પોઇન્ટ ઘટી 24,659 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 300 પોઇન્ટના ઘટાડે 24,880 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. 

શેર બજાર બિઝનેસ