Share Market News: સેન્સેક્સ 346 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26000 નીચે બંધ, મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલી

Share Market Today News In Gujarati : શેરબજાર સોમવારે ઘટીને બંધ થયા છે. મિડકેપ, સ્મોલકેપ અને કેપિટલ ગુડ્સ શેર સૌથી વધુ ઘટ્યા છે. અદાણી પોર્ટ્સ 2.2 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લુઝર શેર બન્યો છે.

Share Market Today News In Gujarati : શેરબજાર સોમવારે ઘટીને બંધ થયા છે. મિડકેપ, સ્મોલકેપ અને કેપિટલ ગુડ્સ શેર સૌથી વધુ ઘટ્યા છે. અદાણી પોર્ટ્સ 2.2 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લુઝર શેર બન્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નેગેટિવ સેન્ટિમેન્ટ વચ્ચે ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 346 પોઇન્ટ ઘટી 84695 અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 26000 લેવલ નીચે 25942 બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ અને કેપિટલ ગુડ્સ શેર ભારે વેચવાલી જોવા મળી હતી. ન્યુ યર નિમિત્તે વિદેશી રોકાણકારોની ગેરહાજરી, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને ડોલર સામે રૂપિયાની નબળાઇથી શેરબજાર ઘટ્યું છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સાધારણ ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 85041 સામે આજે 85004 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 21 પોઇન્ટ વધી 26,063 ખુલ્યો હતો. શેરબજાર નજીવા સુધારે ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ નરમ હતા.

ડોલર સામે રૂપિયો સાધારણ ઘટાડે ખુલ્યો 

સોમવારે ફોરેક્સ એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસા ઘટીને 89.90 ખુલ્યો છે. ગત શુક્રવારે 89.85 ખુલ્યો હતો.

  • Dec 29, 2025 16:37 IST

    મિડકેપ અને સ્મોલકેપ શેરમાં વેચવાલી

    શેરબજારમાં વેચવાલીના દબાણથી મિડકેપ ઇન્ડેક્સ 212 પોઇન્ટ અને સ્મોલકેપ 296 પોઇન્ટ ઘટ્યો હતો. સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં સૌથી વધુ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 476 પોઇન્ટ, ઓટો 313 પોઇન્ટ, આઈટી 300 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 266 પોઇન્ટ અને હેલ્થ કેર ઇન્ડેક્સ 268 પોઇન્ટ ઘટીને બંધ થયા હતા. બીએસઇ માર્કેટકેપ 472.15 લાખ કરોડ રૂપિયા થઇ હતી.



  • Dec 29, 2025 16:34 IST

    સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેર, અદાણી પોર્ટ સૌથી વધુ ઘટ્યો

    સેન્સેક્સના 30 માંથી 22 બ્લુચીપ શેર ઘટ્યા હતા. જેમા સૌથી વધુ ઘટેલા 5 શેરમાં અદાણી પોર્ટ્સ 2.2 ટકા, એચસીએલ ટેક 2 ટકા, પાવરગ્રીડ 1.9 ટકા, ટ્રેન્ટ 1.4 ટકા અને બીઇએલ સવા ટકા ઘટ્યા હતા. તો ટોપ 5 ગેઇનર શેરમાં ટાટા સ્ટીલ 1.8 ટકા, એશિયન પેઇન્ટ્સ 1 ટકા, ઇટરનલ, એનટીપીસી અને એક્સિસ બેન્ક અડધા ટકા આસપાસ વધ્યા હતા. 



  • Advertisment
  • Dec 29, 2025 16:31 IST

    સેન્સેક્સ 346 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 26000 નીચે બંધ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નેગેટિવ સેન્ટિમેન્ટ વચ્ચે ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 346 પોઇન્ટ ઘટી 84695 અને નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 26000 લેવલ નીચે 25942 બંધ થયો છે. ન્યુ યર નિમિત્તે વિદેશી રોકાણકારોની ગેરહાજરી, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને ડોલર સામે રૂપિયાની નબળાઇથી શેરબજાર ઘટ્યું છે. 



  • Dec 29, 2025 12:49 IST

    IPO : 8 સરકારી કંપનીના આઈપીઓ આવશે, PMO એ આપી મંજૂરી

    આઈપીઓ રોકાણકારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2026માં આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરવાની શાનદાર તક મળવાની છે. હકીકતમાં આગામી સમયમાં 8 સરકારી કંપનીના આઈપીઓ આવી શકે છે. આ કંપનીઓમાં સરકાર પોતાનો હિસ્સો વેચવા આઈપીઓ લાવી શકે છે. સૌથી ખાસ વાત છે કે, આ તમામ 8 સરકારી કંપનીઓ કોલ ઈન્ડિયાની પૂર્ણમાલિકીની પેટા કંપનીઓ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો



  • Dec 29, 2025 11:10 IST

    સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26000 નીચે

    શેરબજારમાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો છે અને 85000 લેવલ તોડી 84820 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પણ 50 પોઇન્ટ સુધી ઘટ્યો છે અને 26000નું સપોર્ટ લેવલની છે. આઈટી, બેંક, મિડકેપ અને સ્મોલકેપ ઘટ્યા છે.



  • Dec 29, 2025 10:30 IST

    આ અઠવાડિયે માત્ર 1 IPO ખુલશે, ગુજરાત કિડની સહિત 10 કંપનીના શેર લિસ્ટિંગ થશે

    આઈપીઓ રોકાણકારો માટે વર્ષ 2025 એકંદરે સારું રહ્યું છે. હવે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માત્ર એક જ IPO ખુલી રહ્યો છે, જે પણ એસએમઇ સેગમેન્ટનો છે. ઉપરાંત આ સપ્તાહે વર્ષ 2026ની શરૂઆત થશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે શેરબજારમાં 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે, જેમા ગુજરાત કિડનીનુ શેર લિસ્ટિંગ 30 ડિસેમ્બરે થવાનું છે. વધુ વાંચા અહીં ક્લિક કરો



  • Dec 29, 2025 09:39 IST

    ડોલર સામે રૂપિયો સાધારણ ઘટાડે ખુલ્યો 

    સોમવારે ફોરેક્સ એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 5 પૈસા ઘટીને 89.90 ખુલ્યો છે. ગત શુક્રવારે 89.85 ખુલ્યો હતો.



  • Dec 29, 2025 09:38 IST

    સેન્સેક્સ નિફ્ટી સુસ્ત, મિડકેપ અને સ્મોલકેપ નરમ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સાધારણ ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 85041 સામે આજે 85004 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 21 પોઇન્ટ વધી 26,063 ખુલ્યો હતો. શેરબજાર નજીવા સુધારે ટ્રેડિંગ કરી રહ્યા છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ નરમ હતા.



શેર બજાર બિઝનેસ