Share Market News: શેરબજાર સતત ત્રીજા દિવસે વધ્યું, આર્થિક સર્વેક્ષણમાં ઉંચા GDP અંદાજથી સેન્ટિમેન્ટ સુધર્યું

Share Market Today News Highlight : શેરબજાર સતત ત્રીજા દિવસે સુધારીથી ગુરુવારે સેન્સેક્સ 221 પોઇન્ટ વધી 82566 અને નિફ્ટી 76 પોઇન્ટ સુધરી 25418 બંધ થયો છે. આર્થિક સર્વેક્ષણ 2026 બાદ હવે બજારની નજર કેન્દ્રીય બજેટ 2026 ઉપર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight : શેરબજાર સાંકડી વધઘટે સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 221 પોઇન્ટ વધી 82566 અને નિફ્ટી 76 પોઇન્ટ સુધરી 25418 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 82,689 થી 81,707 હતી. આર્થિક સર્વેક્ષણ 2026માં ભારતનો જીડીપી ગ્રોથ ઉંચો રહેવાનો અંદાજ અને મોંઘવારી અંકુશમાં રહેવાના નિવેદન બાદ સેન્ટિમેન્ટ સુધર્યું છે. હવે બજારની નજર બજેટ 2026 ઉપર છે. આજે બેંક શેર વધ્યા હતા જ્યારે આઈટી શેર નરમ હતા.

Advertisment

શેરબજાર ગુરુવારે નકારાત્મક સંકેતોના પગલે ફરી ઘટ્યું છે. વૈશ્વિક બજારોની નરમાઇ, ક્રૂડ ઓઇલમાં ઉચાછાળો અને ડોલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. ગુરુવારે સેન્સેક્સ ફ્લેટ 82368 ખુલ્યા હતા. જો કે શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 360 પોઇન્ટ ઘટી 82000 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25,345 ખુલ્યા બાદ 88 પોઇન્ટના ઘટાડે 25,250 લેવલ નીચે છે.

ડોલર સામે રૂપિયો 92 પાર, નવા રેકોર્ડ તળિયે

ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે યુએસસડોલર સામે રૂપિયો 20 રૂપિયા ઘટી 91.99 ખુલ્યો હતો અને ઇતિહાસમાં પહેલીવાર 92 પાર જતો રહ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 91.79 બંધ થયો હતો.      

ક્રૂડ ઓઇલમાં સતત ત્રીજા દિવસે તેજી

ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ત્રીજા દિવસે તેજી હતી. અમેરિકા મધ્ય પૂર્વના અગ્રણી ઓઇલ ઉત્પાદક દેશ ઇરાન પર સૈન્ય હુમલો કરી શકે છે, તેની ચિંતાથી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. જો ઇરાન પર હુમલો થાય તો ક્રૂડ ઓઇલની સપ્લાયમાં અવરોધ સર્જાઇ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 50 સેન્ટ વધી 68.9 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. તો યુએસ ક્રૂડ વાયદો 58 સેન્ટ કે 0.92 ટકા વધી 63.79 ડોલર પ્રતિ બેરલ થયો હતો. બંને ક્રૂડ ઓઇલ વાયદા 26 જાન્યુઆરી બાદથી 5 ટકા જેટલા વધ્યા છે.

Advertisment

ચાંદી ₹ 4 લાખ પાર, સોનું ₹ 13000 વધ્યું

સોના ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી આસમાને પહોંચ્યા છે. આજે વાયદા બજારમાં ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખ રૂપિયાને વટાવી ગયા હતા. એમસીએક્સ ચાંદી વાયદો 18884 રૂપિયા જેટલો વધીને 4,04,250 રૂપિયા પ્રતિ કિલો બોલાતો હતો. તો એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 12822 રૂપિયા વધી 1,78,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે. જાન્યુઆરી મહિનાના 29 દિવસમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો દીઠ 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો આવ્યો છે, તો સોનું 35000 રૂપિયા જેટલું મોંઘુ થયું છે.

આર્થિક સર્વેક્ષણ 2025 આજે સંસદમાં રજૂ થશે

બજેટ 2026 પહેલા આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2026 રજૂ થવાનું છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરન સવારે 11 વાગે સંસદમાં ઇકોનોમિક સર્વે 2026 રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણને સામાન્ય રીતે સરકારની નીતિગત યોજનાના સંકેત તરીકે જોવામાં આવે છે. તેમાં દેશના અંદાજીત આર્થિક વિકાસદરનો આંકડો અને અન્ય મહત્વપૂર્ણ આર્થિક આંકડાઓ હોય છે. નાણાં મંત્રાલય હસ્તકના આર્થિક બાબતોના વિભાગના ઇકોનોમિક ડિવિઝન દ્વારા આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

  • Jan 29, 2026 16:41 IST

    બેંક શેર વધ્યા, આઈટી શેર નરમ

    આજે બેંક અને ફાઇનાન્સ શેરમાં લેવાલીથી બેંક નિફ્ટી 359 પોઇન્ટ વધ્યો હતો. જ્યારે ટીસીએસ, ઇન્ફોસિસ જેવા બ્લુચીપ આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઇન્ડેકસ 294 પોઇન્ટ ઘટ્યો હતો. બીએસઇ બેંકેક્સ 270 પોઇન્ટ વધ્યો હતો જ્યારે આઈટી ઇન્ડેક્સ 329 પોઇન્ટ ઘટ્યો હતો. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 409 પોઇન્ટ વધ્યો હતો. તો હેલ્થકેર 343 પોઇન્ટ ઘટ્યો હતો. આજે બીએસઇ માર્કેટકેપ 459.96 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Jan 29, 2026 16:38 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 13 શેર વધ્યા હતા. જેમા ટોપ 5 ગેઇનર શેરમાં ટાટા સ્ટીલ 4.4 ટકા, લાર્સન 3.6 ટકા, એક્સિસ બેંક 3.3 ટકા, ઇટરનલ 3.3 ટકા અને એનટીપીસી 2.9 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ એશિયન પેઇન્ટ 3.7 ટકા, ઇન્ડિગો 2.5 ટકા, મારૂતિ સુઝુકી અઢી ટકા, બીઇએલ 2 ટકા, મહિન્દ્રા 1.8 ટકા ઘટ્યા હતા.

  • Jan 29, 2026 16:33 IST

    શેરબજાર સતત ત્રીજા દિવસે વધ્યું, હવે બજેટ 2026 પર નજર

    શેરબજાર સાંકડી વધઘટે સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 221 પોઇન્ટ વધી 82566 અને નિફ્ટી 76 પોઇન્ટ સુધરી 25418 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 82,689 થી 81,707 હતી. આર્થિક સર્વેક્ષણ 2026માં ભારતનો જીડીપી ગ્રોથ ઉંચો રહેવાનો અંદાજ અને મોંઘવારી અંકુશમાં રહેવાના નિવેદન બાદ સેન્ટિમેન્ટ સુધર્યું છે. હવે બજારની નજર બજેટ 2026 ઉપર છે.

  • Jan 29, 2026 14:32 IST

    આર્થિક સર્વેક્ષણ 2026 સંસદમાં રજૂ, જાણો Economic Survey 2026ની 10 મોટી વાતો

    બજેટ 2026 પહેલા નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં ભારતના આર્થિક ભવિષ્યની બ્લુપ્રિન્ટ રજૂ કરતો આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કરવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ દસ્તાવેજ માત્ર વિતેલા એક વર્ષમાં દેશની આર્થિક સ્થિતિનો હિસાબ જ નથી આપતો, પરંતુ આવનારા બજેટની દિશા અને દશા પણ દર્શાવે છે. અહીં વાંચો Economic Survey 2026 ની મુખ્ય 10 વાતો

  • Jan 29, 2026 09:54 IST

    આર્થિક સર્વેક્ષણ 2025 આજે સંસદમાં રજૂ થશે

    બજેટ 2026 પહેલા આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2026 રજૂ થવાનું છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરન સવારે 11 વાગે સંસદમાં ઇકોનોમિક સર્વે 2026 રજૂ કરશે. આર્થિક સર્વેક્ષણને સામાન્ય રીતે સરકારની નીતિગત યોજનાના સંકેત તરીકે જોવામાં આવે છે. તેમાં દેશના અંદાજીત આર્થિક વિકાસદરનો આંકડો અને અન્ય મહત્વપૂર્ણ આર્થિક આંકડાઓ હોય છે. નાણાં મંત્રાલય હસ્તકના આર્થિક બાબતોના વિભાગના ઇકોનોમિક ડિવિઝન દ્વારા આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

  • Jan 29, 2026 09:50 IST

    ચાંદી ₹ 4 લાખ પાર, સોનું ₹ 13000 વધ્યું

    સોના ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી આસમાને પહોંચ્યા છે. આજે વાયદા બજારમાં ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખ રૂપિયાને વટાવી ગયા હતા. એમસીએક્સ ચાંદી વાયદો 18884 રૂપિયા જેટલો વધીને 4,04,250 રૂપિયા પ્રતિ કિલો બોલાતો હતો. તો એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 12822 રૂપિયા વધી 1,78,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે. જાન્યુઆરી મહિનાના 29 દિવસમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો દીઠ 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો આવ્યો છે, તો સોનું 35000 રૂપિયા જેટલું મોંઘુ થયું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો

  • Jan 29, 2026 09:46 IST

    ક્રૂડ ઓઇલમાં સતત ત્રીજા દિવસે તેજી

    ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ત્રીજા દિવસે તેજી હતી. અમેરિકા મધ્ય પૂર્વના અગ્રણી ઓઇલ ઉત્પાદક દેશ ઇરાન પર સૈન્ય હુમલો કરી શકે છે, તેની ચિંતાથી ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. જો ઇરાન પર હુમલો થાય તો ક્રૂડ ઓઇલની સપ્લાયમાં અવરોધ સર્જાઇ શકે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર 50 સેન્ટ વધી 68.9 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. તો યુએસ ક્રૂડ વાયદો 58 સેન્ટ કે 0.92 ટકા વધી 63.79 ડોલર પ્રતિ બેરલ થયો હતો. બંને ક્રૂડ ઓઇલ વાયદા 26 જાન્યુઆરી બાદથી 5 ટકા જેટલા વધ્યા છે.

  • Jan 29, 2026 09:43 IST

    ડોલર સામે રૂપિયો 92 પાર, નવા રેકોર્ડ તળિયે

    ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે. ગુરુવારે યુએસસડોલર સામે રૂપિયો 20 રૂપિયા ઘટી 91.99 ખુલ્યો હતો અને ઇતિહાસમાં પહેલીવાર 92 પાર જતો રહ્યો હતો. બુધવારે ડોલર સામે રૂપિયો 91.79 બંધ થયો હતો.  

  • Jan 29, 2026 09:40 IST

    સેન્સેક્સ 350 પોઇન્ટ ઘટી 82000 નીચે, નિફ્ટી 88 પોઇન્ટ નરમ

    શેરબજાર ગુરુવારે નકારાત્મક સંકેતોના પગલે ફરી ઘટ્યું છે. વૈશ્વિક બજારોની નરમાઇ, ક્રૂડ ઓઇલમાં ઉચાછાળો અને ડોલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. ગુરુવારે સેન્સેક્સ ફ્લેટ 82368 ખુલ્યા હતા. જો કે શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 360 પોઇન્ટ ઘટી 82000 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 25,345 ખુલ્યા બાદ 88 પોઇન્ટના ઘટાડે 25,250 લેવલ નીચે છે.

સોનું ચાંદી શેર બજાર બિઝનેસ