/indian-express-gujarati/media/media_files/2026/03/03/top-10-best-selling-cars-february-2026-2026-03-03-13-17-42.jpg)
Top 10 Best Selling Cars February 2026 : ફેબ્રુઆરી 2026માં સૌથી વધુ વેચાયેલી ટોપ 10 કાર. પ્રતિકાત્મક તસવીર Photograph: (Freepik)
Top 10 Cars February 2026 Sales Report: ઓટો કાર કંપનીઓ માટે ફેબ્રુઆરી મહિનો બહુ સારો રહ્યો છે. ફેબ્રુઆરી 2026 માં દેશની 10 સૌથી વધુ વેચાતી કારની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં એસયુવી અને કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટનો દબદબો યથાવત છે. ટોપ 10 મોડેલોનું કુલ વેચાણ 1,70,127 યુનિટ હતું, જે ફેબ્રુઆરી 2025માં 1,56,425 યુનિટ્સની તુલનામાં વાર્ષિક ધોરણે 8.76% નો વધારો દર્શાવે છે.
જો કે, જાન્યુઆરી 2026 (1,80,798 યુનિટ્સ) ની તુલનામાં માસિક ધોરણે (MoM) વેચાણમાં 5.9% નો ઘટાડો થયો છે. અહીં ફેબ્રુઆરી 2026 ની ટોચની 10 બેસ્ટ સેલિંગ કારની સંપૂર્ણ યાદી આપી છે. તપાસો.
ટાટા નેક્સન (Tata Nexon EV સહિત)
ટાટા નેક્સન કારનું ફેબ્રુઆરી 2026માં વેચાણ 19,430 યુનિટ નોંધાયું છે, જે ટાટા નેક્સનને ફેબ્રુઆરી 2026 માં સૌથી વધુ વેચાયેલી કાર બનાવે છે. જો કે જાન્યુઆરીની સરખામણીમાં વેચાણમાં ઘટાડો થયો હતો, પરંતુ વાર્ષિક ધોરણે નોંધપાત્ર વધારો થયો છે.
મારુતિ ડિઝાયર (Maruti Dzire)
મારુતિ ડિઝાયર 19,326 યુનિટના વેચાણ સાથે ફેબ્રુઆરીની ટોપ 10 બેસ્ટ સેલિંગ કારમાં બીજા ક્રમે છે. કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટ પર તેની મજબૂત પકડ છે.
ટાટા પંચ (Tata Punch EV સહિત)
ફેબ્રુઆરીમાં ટાટા પંચનું વેચાણ 18,748 યુનિટ રહ્યું હતું. તાજેતરમાં અપડેટ કરાયેલ ટાટા પંચે માઇક્રો-એસયુવી સેગમેન્ટમાં તેની લોકપ્રિયતા જાળવી રાખી છે.
હ્યુન્ડાઇ ક્રેટા (Hyundai Creta EV સહિત)
હ્યુન્ડાઇ ક્રેટાએ ફેબ્રુઆરીમાં 17,938 યુનિટ્સનું વેચાણ કર્યું હતું અને ક્રેટા એવા વાહનોમાં સામેલ હતી જેનું MoM વેચાણ લગભગ સ્થિર રહ્યું હતું.
મારુતિ બ્રેઝા (Maruti Brezza)
ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકી બ્રેઝાનું વેચાણ 17,863 યુનિટ રહ્યું હતું, જે તેને ફેબ્રુઆરીમાં સૌથી વધુ વેચાયેલી પાંચમી કાર બનાવે છે. કંપની ટૂંક સમયમાં ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેની નવી ડિઝાઇનની જાસૂસ તસવીરો સામે આવી છે.
મારુતિ એર્ટિગા (Maruti Ertiga)
ફેબ્રુઆરીમાં મારુતિ અર્ટિગાનું કુલ વેચાણ 17,807 યુનિટ રહ્યું હતું. એમપીવી સેગમેન્ટમાં અર્ટિગાની માંગ સતત રહે છે.
મારુતિ વેગન આર (Maruti Wagon R)
ફેબ્રુઆરી 2026માં મારુતિ વેગનઆરની 14,885 કાર વેચાઇ છે. જો કે વાર્ષિક ધોરણે વેચાણમાં મોટો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો | દુનિયાની પ્રથમ એર ટેક્સી આ દેશમાં શરૂ થશે, જાણો રૂટ અને સ્પીડ સહિત તમામ વિગત
મારુતિ સ્વિફ્ટ (Maruti Swift)
ફેબ્રુઆરીમાં મારુતિ સુઝુકીનું વેચાણ 14,833 યુનિટ રહ્યું હતું. સ્વિફ્ટના વેચાણમાં પણ આ મહિને ઘટાડો જોવા મળ્યો છે.
મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio N / Mahindra Scorpio)
મહિન્દ્રા સ્કોર્પિયોએ ફેબ્રુઆરીમાં કુલ 14,665 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જેના કારણે સ્કોર્પિયો રેન્જ એસયુવી સેગમેન્ટમાં તેની મજબૂત હાજરી જાળવી રાખી છે.
આ પણ વાંચો| મહિન્દ્રાની સૌથી હાઇ ટેક Electric SUV કાર લોન્ચ, સિંગલ ચાર્જમાં 500 કિમી દોડશે
મારુતિ બાલેનો (Maruti Baleno)
મારુતિ બલેનો આ યાદીમાં છેલ્લી કાર છે, જેની ફેબ્રુઆરીમાં 14,632 કાર વેચાઇ છે. જો કે મારૂતિ બલેનોના વેચાણમાં પણ વાર્ષિક અને માસિક બંને આધારે ઘટાડો થયો હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us