Ahmedabad Civil hospital Recruitment: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદવાદા સિવિલ હોસ્પિટલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સર ધરાવતા ઉમેદવારો 16 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરવા માટે https://ikdrc-its.org/ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. વિવિધ પોસ્ટ પર બહાર પાડેલી ભરતી માટેની અરજી પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 મે 2023 રાખવામાં આવી છે.
ભરતી અંગે મહત્વની માહિતી
લાયકાત
આ ભરતી નિવૃત થયેલ ઉમેદવાર માટે જ બહાર પાડવામાં આવી છે. જેથી જરૂરિયાત મંદ લોકો ને રોજગાર મળી રહે આ ભરતીમાં ફક્ત નિવૃત થયેલા કર્મચારી જ અરજી કરી શકે છે.
આ પણ વાંચોઃ- સ્યુસાઇડ કેસ: IITs મેન્ટલ હેલ્થ કાઉન્સલરની કરશે નિમણૂક
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
આ પણ વાંચોઃ- IAS પતિથી વધારે કમાય છે આ યુવતી, જાણો યૂટ્યૂબ પર ધમાલ મચાવનારી શ્રુતિ શિવાની કહાની
સત્તાવાર વેબસાઈટ કઈ છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ છે
અરજી કઈ રીતે કરવી?
- અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો
- ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ભરેલી માહિતી એક વાર વાંચી લો
- હવે ફી પેમેન્ટ કરી દો.
- અરજી સબમિટ કરો
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.