/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Ahmedabad-printing-press.jpg)
સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં ભરતી
અમદાવાદઃ જનરલ સ્ટ્રીથી લઈને એન્જીનયિર સુધીના લોકો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નોકરીની ભરતી બહાર પાડી છે. પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદે મીકેનિકલ એન્જીનિયર, પ્રિન્ટિંગ ટેક્નોલોજી અને જનરલ સ્ટ્રીમ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ 15 નવેમ્બર 2022 સુધી અરજી કરવાની રહેશે.
ભરતી અંગેની મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ |
| પોસ્ટનું નામ | મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ |
| જગ્યાની સંખ્યા | 10 |
| વયમર્યાદા | 15 નવેમ્બર 2022ના રોજ 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં |
| અરજી કરવાની રીત | ઓફલાઈન |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| નોકરીનો પ્રકાર | એપ્રેન્ટિસ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2022 |
| ક્યાં અરજી કરવી? | વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ |
કઈ પોસ્ટ પર કેટલી ભરતી
મીકેનીકલ એન્જીનીયર - 01
પ્રિન્ટીંગ ટેકનોલોજી - 04
જનરલ સ્ટ્રીમ - 05
ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ
- મીકેનીકલ એન્જીનીયરની ભરતી માટે ઉમેદવારે એન્જીનીયર ઈન મીકેનીકલ પાસ કરેલું હોવું જોઈએ
પ્રિન્ટીંગ ટેકનોલોજીની જગ્યા માટે ઉમેદવાર પાસે ડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજીનું સર્ટિફિકેટ હોવું જોઈએ - જનરલ સ્ટ્રીમની જગ્યા માટે રસધરાવતા ઉમેદવારોએ બેચલર ઓફ આર્ટસ અથવા કોમર્સ પાસ કરેલું હોવું જોઈએ.
આ પણ વાંચોઃ-Bank Jobs: મહેસાણા અર્બન બેન્કમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, 30 નવેમ્બર સુધી કરી શકો અરજી
ઉમેદવારોએ કેવી રીતે અરજી કરવી?
રસધરાવતા અને લાયક ઉમેદવારોએ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. આપેલા સરનામા ઉપર મોકલવાની રહેશે. અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે.
અરજી મોકલવાનું સરનામું
વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ
આ પણ વાંચોઃ- GPSSBએ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખો જાહેર કરી, કેવી રીતે ડાઉનલોડ કરશો કોલ લેટર?
ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવું?
ઉમેદવારે જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત કરેલી નકલો સાથે તારીખ 15 નવેમ્બર 2022 સુધીમાં વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદને મળે તે રીતે અરજી કરવી, રૂબરુ મુલાકાત માટે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us