SSC board Exam Result live updates : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 એસએસસીનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં રાજ્યમાં સુરત જિલ્લાએ બાજી મારી હતી. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથીનું વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લો સૌથી પાછળ રહ્યો છે. જેનું પરિણામ 40.75 ટકા છે. આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે.
રાજ્યમાં મોરબી જિલ્લો 75.43 ટકા સાથે બીજા નંબર પર
ધોરણ 10 એસએસસી બોર્ડના પરિણામમાં સુરત જિલ્લો 76.45 ટકા પરિણામ સાથે પ્રથમ સ્થાને આવ્યો છે ત્યારે મોરબી જિલ્લો 75.43 ટકા સાથે બીજા નંબરે આવ્યો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું 72.74%, ભાવનગર જિલ્લાનું 69.70%, જામનગર જિલ્લાનું 69.65%, સુરેન્દ્રનગર જિલ્લાનું 69.42%, કચ્છ જિલ્લાનું 68.71%, ગાંધીનગર જિલ્લાનું 68.25%, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 67.29%, ડાંગનું (આહવા)જિલ્લાનું 66.92% પરિણામ આવ્યુ છે.
આ પણ વાંચોઃ- SSC board Result live: ગુજરાત બોર્ડ SSC ધો.10નું 64.62% પરિણામ જાહેર, સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45% રિઝલ્ટ
બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ
ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે.
આ પણ વાંચોઃ- UPSC Result : યુપીએસસી પરિણામોમાં મહિલાઓનો દબદબો, એક તૃતીયાંશથી વધુ રેકોર્ડ હિસ્સો મહિલાઓનો, ટોપ ફોરમાં મહિલાઓ
વોટ્સ એપ નંબર પર પણ પરિણામ જાણી શકશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા માટે વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબરનો પણ ઉપયોગ કરી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સ એપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શખશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગે વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.