Sarkari Naukri: ધો.10-12 પાસ માટે ગુજરાતમાં પોસ્ટ ઓફિસમાં નોકરીની સુવર્ણ તક, રૂ.81,000 સુધીનો પગાર

Gujarat post recruitment: ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઇલ ગાર્ડ અને એમટીએસની કુલ 188 જગ્યાઓ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી છે.

Gujarat post recruitment: ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઇલ ગાર્ડ અને એમટીએસની કુલ 188 જગ્યાઓ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

ગુજરાત પોસ્ટ ઓફિસમાં નોકરીની ભરતી

Jobs and Career: ગુજરાતમાં વિવિધ સરકારી અને અર્ધસરકારી કંપનીઓમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતી ચાલી રહી છે ત્યારે ગુજરાત પોસ્ટ ઓફિસમાં ભરતી બહાર પાડી છે. ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઇલ ગાર્ડ અને એમટીએસની કુલ 188 જગ્યાઓ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ અંગે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. ગુ જરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સનું માન્ય સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો ચાલો જાણીએ શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વય મર્યાદા, ફોર્મ ભરવાની રીત સહિતની સંપૂર્ણ માહિતી

ગુજરાત પોસ્ટ ભરતી 2022 અંગેની મહત્વની જાણકારી

વિભાગનું નામ ગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટનું નામ પોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
કુલ જગ્યાઓ 188
જોબ લોકેશન ગુજરાત
અરજી પક્રિયા ઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022
સત્તાવાર વેબસાઈટ dopsportsrecruitment.in

વિભાગનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટનું નામપોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
કુલ જગ્યાઓ188
જોબ લોકેશનગુજરાત
અરજી પક્રિયાઓનલાઈન
પગારપોસ્ટ પ્રમાણે રૂ.18000 થી રૂ. 81,100 સુધી
શૈક્ષણિક લાયકાતવિવિધ જગ્યા માટે ધોરણ 10 અને ધોરણ 12 પાસ
વય મર્યાદા18થી 27 વર્ષ સુધી
ફોર્મની છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
સત્તાવાર વેબસાઈટસત્તાવાર વેબસાઈટ જોવા માટે અહિં ક્લિક કરો

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

ગુજરાત પોસ્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટ ધોરણ 12 પાસ
પોસ્ટમેન/મેલગાર્ડ ધોરણ 12 પાસ
MTS ધોરણ 10 પાસ
સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.

publive-image
ગુજરાતના વિવિધ ડિવિજનમાં ક્યાં કેટલી જગ્યાઓ
ગુજરાત પોસ્ટ ભરતીમાં વયમર્યાદા કેટલી

પોસ્ટલ આસિસ્ટન્ટ 18 – 27 વર્ષ
પોસ્ટમેન/મેલગાર્ડ 18 – 27 વર્ષ
MTS 18 – 25 વર્ષ

આ પણ વાંચોઃ- બેન્ક ઓફ બરોડામાં નોકરી મેળવવાની તક, અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર

ઉમેદવારો કેવી રીતે અરજી કરી શકે?

રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ગુજરાત પોસ્ટ ભરતી અને કેવી હશે પસંદગી પક્રિયા?

ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

કેટલો હશે પગાર ધોરણ

પોસ્ટનું નામ પગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટ રૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડ રૂ.21,700 થી 69,100/-
MTS રૂ.18000 થી 56,900/-

આ પણ વાંચોઃ-Sarkari Naukri 2022: કેબિનેટ સચિવાલયમાં DFOની ભરતી બહાર પડી, આટલુ છે પગાર ધોરણ

છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત પોસ્ટ ભરતીની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે

સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત પોસ્ટ ભરતીની સત્તાવાર વેબસાઇટ dopsportsrecruitment.in છે.

Advertisment
ગુજરાત કરિયર