આજનો ઇતિહાસ 12 માર્ચ : ‘દાંડી સત્યાગ્રહ દિન’ – ગાંધીજીએ સવિનય મીઠાનો કાનૂન ભંગ કરવા ‘દાંડી કૂચ’ શરૂ કરી, સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ ધણધણી ઉઠ્યું

Today history 12 March : આજે 12 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ1930માં આજના દિવસે મહાત્મા ગાંધીએ સવિનય મીઠાના કાનૂન ભંગ માટે ઐતિહાસિક 'દાંડી કૂચ'ની શરૂઆત કરી હતી. મુંબઇમાં વર્ષ 1993માં આજના દિવસે સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
March 12, 2023 07:09 IST
આજનો ઇતિહાસ 12 માર્ચ : ‘દાંડી સત્યાગ્રહ દિન’ – ગાંધીજીએ સવિનય મીઠાનો કાનૂન ભંગ કરવા ‘દાંડી કૂચ’ શરૂ કરી, સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી મુંબઇ ધણધણી ઉઠ્યું
મહાત્મા ગાંધીએ અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કરવા વર્ષ 1930માં 12 માર્ચે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી.

2 માર્ચનો ઇતિહાસ : ગાંધીજીએ અંગ્રેજોના મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા ‘દાંડી યાત્રા’ શરૂ કરી

Today history 12 March : આજે 12 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે ઐતિાહસિક ‘દાંડી કૂચ’ દિવસ છે. વર્ષ 1930માં મહાત્મા ગાંધીએ સવિનય મીઠાનો કાનૂન ભંગ કરવા અમદાવાદતી 24 દિવસની દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આજના દિવસે વર્ષ 1992માં મોરેશિયસ પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું હતુ અને વર્ષ 1993માં મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થતા 300 લોકોના મોત થયા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં (12 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

12 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

1930 – મહાત્મા ગાંધીજી દ્વારા ઐતિહાસિક દાંડીકૂચની અમદાવાદના સત્યાગ્રહ આશ્રમથી શરૂઆત કરી હતી. 24 દિવસની પદપાળા યાત્રા બાદ 6 એપ્રિલ, 1930ના રોજ નવસારી સ્થિતિ દાંડી ખાતે પહોંચીને તેમણે દરિયા કિનારે સવિનય મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો.

 'દાંડી કૂચ' - સવિનય મીઠાના કાયદાનો ભંગ

મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસકોએ લાદેલા 'મીઠાના કાયદાનો ભંગ કરવા' હેતુ 12 માર્ચ, 1930ના રોજ 78 સત્યાગ્રહીઓ સાથે આ ઐતિહાસિક 'દાંડી કૂચ'ની શરૂઆત કરી હતી. 'દાંડી કૂચ'નો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશરોના 'મીઠાના કાયદા'ને સવિનય કાનૂન ભંગ કરવાનો હતો. 'દાંડી કૂચ' યાત્રામાં ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી 358 કિમી જેટલું લાંબુ અંતર પગપાળા ચાલીને 6 એપ્રિલના રોજ દાંડી સ્થળે પહોંચ્યા હતા. 24 દિવસ ચાલીને 6 એપ્રિલ, 1930ના રોજ દાંડી પહોંચીને તેમણે દરિયા કિનારે મીઠાનો કાયદાનો સવિનય ભંગ કર્યો હતો. મહાત્મા ગાંધીએ સુરત, ડીંડોરી, વાંજ, ધામણ બાદ પદયાત્રાના અંતિમ દિવસોમાં નવસારીને પોતાનું મુકામ બનાવ્યું હતું. અહીંથી કરાડી અને દાંડીનો પ્રવાસ પૂર્ણ થયો હતો. નવસારીથી દાંડીનું અંતર લગભગ 13 માઈલ છે.

  • 1992 – મોરેશિયસ પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું.
  • 1993 – મુંબઇમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા, જેમાં 300 લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
  • 1998 – પ્રથમ ટર્બોનેટ એન્જિન નિર્માતા હેનેસ જોઆચિમ પાબ્સ્ટ વેન ઓહેનનું અવસાન થયું.

આ પણ વાંચોઃ 11 માર્ચનો ઇતિહાસ : સંભાજી મહારાજની પુણ્યતિથિ, ઓટમીલ નટ વેફલ્સ ડે અને વર્લ્ડ પ્લમ્બિંગ ડે

  • 2003 – બેલગ્રેડમાં સર્બિયાના વડાપ્રધાન જોરાન જિનજીબની હત્યા.
  • 2004 – દક્ષિણ કોરિયાની સંસદમાં મહાભિયોગ પસાર થયા પછી રાષ્ટ્રપતિ રોહ મૂ હુનને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, લાહોરમાં દસમી સાર્ક રાઈટર્સ કોન્ફરન્સ શરૂ થઈ.
  • 2006 – ઈરાકમાં સદ્દામ હુસૈન વિરુદ્ધ કેસની સુનાવણી શરૂ થઈ. જમૈકામાં 2007-9મા વર્લ્ડ કપ ક્રિકેટનું ઉદઘાટન થયું.
  • 2008 – પુડુચેરીના ઉપરાજ્યપાલ મુકુટ મિથીે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. કેન્દ્રીય કેબિનેટે નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકાની એર ફોર્સે વિશ્વના પ્રથમ સ્ટીલ્થ ફાઇટર F-117ને તેના કાફલામાંથી હટાવી દીધું છે. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા માનવામાં આવતી વરવા સેમેનિકોવાનું રશિયામાં 117 વર્ષની વયે અવસાન થયું છે.
  • 2009 – એર માર્શલ ડી.સી. કુમારિયાએ એરફોર્સમાં ડાયરેક્ટોરેટ ઓફ ઓપરેશન્સના પ્રથમ ડાયરેક્ટર જનરલ તરીકે ચાર્જ સંભાળ્યો.
  • 2018 – યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થયું, ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા.

આ પણ વાંચોઃ 10 માર્ચનો ઇતિહાસ : સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની સ્થાપના થઇ, ગબ્બર સિંહ નેગીનો શહીદ દિન

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • યશવંતરાવ ચવ્હાણ (1913) – ભારતીય રાજકારણી.
  • રાઉલ આલ્ફોન્સિન (1927) – આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ હતા.
  • શ્રેયા ઘોષાલ (1984) – પ્લેબેક સિંગર.
  • એસ. દામોદરન (1962) – તમિલનાડુના પ્રખ્યાત સામાજિક કાર્યકર.
  • હરમોહિન્દર સિંહ બેદી (1950) – હિન્દી ભાષાના લેખક, ભારતીય પંજાબ રાજ્યના શિક્ષણવિદ અને શૈક્ષણિક પ્રશાસક.
  • દયાનંદ બાંદોડકર (1911) – ગોવાના પ્રથમ મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 9 માર્ચનો ઇતિહાસ : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનારા ભાલેસુલતાન ક્ષત્રિયોનો શહીદ દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • બી.જે. દીવાન (2012) – આંધ્ર પ્રદેશના કાર્યવાહક રાજ્યપાલ હતા.
  • પી.સી. વૈદ્ય (2010) – ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્ હતા.
  • ક્ષિતિજમોહન સેન (1960) – મધ્યયુગીન સંત સાહિત્યના મર્મજ્ઞ વિવેચક.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ