scorecardresearch

આજનો ઇતિહાસ 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Today history 8 March : આજે 8 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

international women's day
આજનો ઇતિહાસ – 8 માર્ચ, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે

Today history 8 March : આજે 8 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વર્ષ 2017માં મધ્યપ્રદેશમાં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. પ્રખ્યાત વ્યક્તિઓની વાત કરીયે તો પ્રખ્યાત ગીતકાર અને કવિ સાહિર લુધિયાનવી, રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, મહિલા ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌરનો જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

8 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1911 – પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
 • 2001 – ઇઝરાયેલમાં શેરોનના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા સરકારે શપથ લીધા.
 • 2006 – રશિયાએ ઈરાન મુદ્દે પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો.
 • 2008 – બોમ્બે સ્ટોક એક્સચેન્જે લિસ્ટિંગની જોગવાઈઓ પૂરી ન કરવા બદલ દસ કંપનીઓના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કર્યું. ફીલ્મ ફેર ઓફ ફૂટપાથ એ કાહિરા ઇન્ટરનેશનલ ફેસ્ટીવલ ફોર ચિલ્ડ્રનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
 • 2009 – ભારતની અગ્રણી ગોલ્ફ ખેલાડી જ્યોતિ રંધાવાએ થાઈલેન્ડ ઓપન ટાઈટલ જીત્યું.
 • 2017- મધ્યપ્રદેશમાં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ પર ISISની શંકા; દેશમાં ISISનો પહેલો હુમલો.
 • 2018 – નેફિયુ રિયોએ ભારતના નાગાલેન્ડ રાજ્યના 9મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
 • 2018 – ભારતની સર્વોચ્ચ અદાલતે શરતી ઈચ્છામૃત્યુને મંજૂરી આપી.

આ પણ વાંચો- 7 માર્ચનો ઇતિહાસ : નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે – રમતગમતમાં ખેલદિલી પણ જરૂરી છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • હરિ નારાયણ આપ્ટે (1864)- મરાઠી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર, નાટ્યકાર અને કવિ.
 • ગોપી ચંદ ભાર્ગવ (1889) – ‘ગાંધી મેમોરિયલ ફંડ’ના પ્રથમ પ્રમુખ, ગાંધીવાદી નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને પંજાબના પ્રથમ મુખ્યમંત્રી.
 • વિશ્વનાથ દાસ (1889) – એક ભારતીય રાજકારણી હતા. તેઓ બ્રિટિશ ભારતના ઓરિસ્સા પ્રાંતના મુખ્ય પ્રધાન હતા.
 • દામેર્લા રામારાવ (1897) – ભારતીય કલાકાર.
 • સાહિર લુધિયાનવી (1921) – ભારતના પ્રખ્યાય ગીતકાર અને કવિ.
 • નૃપેન્દ્ર મિશ્રા (1945) – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે.
 • વસુંધરા રાજે સિંધિયા (1953) – રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.
 • દિગંબર કામત (1954) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
 • જીમી જ્યોર્ (1955) -વિશ્વના દસ શ્રેષ્ઠ વોલીબોલ ખેલાડીઓ પૈકીના એક છે.
 • ફરદીન ખાન (1975) – હિન્દી ફિલ્મો અભિનેતા.
 • હરમનપ્રીત કૌર (1989) – ભારતની મહિલા ક્રિકેટ ખેલાડી.
 • રશ્મિ બંસલ (1985) – ભારતના જાણીતા લેખિકા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 6 માર્ચ : ‘નેશનલ ડ્રેસ ડે’, મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • રાણી કર્ણાવતી (1535) – મેવાડના રાણી હતા.
 • બાલ ગંગાધર ખેર (1957) – ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા.
 • આર. કે. ખાડિલકર (1979) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
 • કૃષ્ણ ચંદર (1977) – હિન્દી અને ઉર્દૂ ભાષાના વાર્તાકાર હતા.
 • રાબ બટલર (1982) – એક અગ્રણી બ્રિટિશ કન્ઝર્વેટિવ રાજકારણી હતા.
 • વિનોદ મહેતા (2015) – આઉટલુકના સ્થાપક અને પ્રખ્યાત પત્રકાર.
 • અંશુમાન સિંહ (2021) – રાજસ્થાન અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા.

આ પણ વાંચોઃ 5 માર્ચનો ઇતિહાસ – ‘ઇન્ડિયન એર ફોર્સના પિતા’ સુબ્રોતો મુખર્જીનો જન્મદિવસ

Web Title: Today history 8 march international womens day know today important events

Best of Express