Today history 5 March : આજે 5 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્ષ 1911, 5 માર્ચના રોજ ઇન્ડિયન એર ફોર્સના પિતા મનાતા અને કમાન્ડર ઇન- ચીફ એર માર્શલ સુબ્રોતો મુખર્જીની જન્મજયંતિ છે.ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમજ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક ગંગુબાઈ હંગલનો પણ આજે જન્મ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (5 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
5 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1983 – ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીના નેતા બેબ હોક વડાપ્રધાન બન્યા.
- 1997 – ભારત અને 13 અન્ય દેશોએ ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનની રચનાની ઘોષણા કરી.
- 1999 – સ્વતંત્ર રાજ્યોના કોમનવેલ્થના કાર્યકારી સચિવ બોરિસ બારાનોવસ્કીની બરતરફી, ફિલ્મ અભિનેતા સુનીલ દત્તે કોલંબોથી તેમની 17-સભ્ય ટીમ સાથે દક્ષિણ એશિયાની 13,000 કિલોમીટર લાંબી સદ્ભાવના પ્રવાસની શરૂઆત કરી.
- 2001 – કોલંબિયાના રાષ્ટ્રપતિ પરુત્રાના ચાર દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા, મક્કામાં ઈદ દરમિયાન નાસભાગમાં 36 મુસાફરોના મોત થયા હતા.
- 2002 – કોમનવેલ્થ શિખર સંમેલનનું સમાપન થયું.
આજનો ઇતિહાસ – 4 માર્ચનો ઇતિહાસ – ભારતમાં ‘નેશનલ સેફ્ટી ડે’ની ઉજવણી, શિકાગો શહેરની સ્થાપના થઇ
- 2003- અલ કાયદાના ટોચના આતંકવાદી મુસ્તફા અહેમદ અલ-હવસાવીની રાવલપિંડીમાં ધરપકડ.
- 2006 – પાકિસ્તાનમાં અલકાયદા અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં 100 લોકો માર્યા ગયા.
- 2007 – આર્જેન્ટિનાએ ભારત દ્વારા કોર્ટ કાર્યવાહી માટે ક્વાટ્રોચીના પ્રત્યાર્પણ દસ્તાવેજો સ્વીકાર્યા.
- 2008 – મહારાષ્ટ્રના રાજ્યપાલ એસ.એમ. કૃષ્ણાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ભારતે દરિયામાંથી જમીન પર હુમલો કરનાર ‘બ્રહ્મોસ’ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.
- 2009 – ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યાએ 18 લાખ રૂપિયામાં બાપુની વિરાસત ખરીધી. IFFCO (ઇન્ડિયન ફાર્મા ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ) વાર્ષિક એક કરોડ ટન ખાતરનું વેચાણ કરનાર વિશ્વની પ્રથમ કંપની બની. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે તેની 48 પરોપકારી દિગ્ગજોની યાદીમાં ટેલિકોમ કિંગ સુનિલ મિત્તલ અને ભારતીય મૂળના વિદેશી ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ સહિત ચાર ભારતીયોને સ્થાન આપ્યું છે.
- 2018 – ધ શેપ ઓફ વોટર એ 90માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટર સહિત ચાર ઓસ્કાર જીત્યા.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- પરગટ સિંહ (1965) – ભારતીય હોકીના સર્વશ્રેષ્ઠ ડિફેન્ડરો પૈકી એક.
- કપિલ પાટીલ (1961) – ભારતીય રાજકારણી છે, જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.
- શિવરાજ સિંહ ચૌહાણ (1959) – ભાજપના જાણીતા નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી.
- બીજુ પટનાયક (1916) – ભારતીય રાજકારણી, સામાજિક કાર્યકર અને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
- ગંગુબાઈ હંગલ (1913) – પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક.
- સુબ્રતો મુખરજી (1911) – ઇન્ડિયન એર ફોર્સના પિતા અને કમાન્ડર ઇન ચીફ હતા.
ઇન્ડિયન એર ફોર્સના પિતા 'એર માર્શલ સુબ્રોતો મુખર્જી' આજે વર્ષ 1911, 5 માર્ચના રોજ ઇન્ડિયન એર ફોર્સના પિતા મનાતા અને કમાન્ડર ઇન- ચીફ એર માર્શલ સુબ્રોતો મુખર્જીની જન્મજયંતિ છે. બંગાળી પરિવામાં જન્મેલા સુબ્રોતો મુખર્જી વર્ષ 1929માં ક્રેનવેલ એન્ટ્રેસ એક્ઝામિશન અને લંડન મેટ્રિકુલેશન પાસ કર્યા બાદ તત્કાલિન રોયલએર ફોર્સ કોલેજ, ક્રેનવેલમાં ટ્રેઇનિંગ માટે ગયા હતા. 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેનાની રચના થતા તેમની પાયલોટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 1933માં તેમની કરાચી સ્થિત પ્રથમ સ્ક્વાંડ્રનમાં નિમણુંક કરાઇ. બીજા વિશ્વયદ્ધ દરમિયાન તેઓ સૌથી સીનિયર ઓફિસર હતા અને સ્કવાંડ્રન લીડર બની ગયા. વર્ષ 1945માં યુદ્ધ સમાપ્ત થયા બાદ તેમને વિશિષ્ટ કામગીરી બદલ 'ઓર્ડર ઓફ ધી બ્રિટિશ અમ્પાયર'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આઝાદી બાદ ભારતીય વાયુસેનાના પુનર્ગઠનમાં મદદ તેમણે બહુ મદદ કરી. ભારતીય વાયુસેનાને તેમણે દુનિયાની સૌથી શક્તિશાળી વાયુ સેના બનાવી દીધી. આથી તેમને ભારતીય વાયુ સેનાના પિતા (Father of the Indian Air Force) કહેવામાં આવે છે. 1952માં તેઓ એડવાન્સ ટ્રેનિંગ માટે યુકે સ્થિત ઇમ્પિરિયલ ડિફેન્સ કોલેજમાં થયા. વર્ષ 1954માં ત્યાંથી પરત ફર્યા અને ભારતીય વાયુસેનાના કમાન્ડર-ઇન-ચીફનો હવાલો સંભાળ્યો અને તેમને એર માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો. ત્યારબાદ કમાન્ડર-ઇન-ચીફનું પદ ઇન્ડિયન એરફોર્સમાં એર સ્ટાફના ચીફ બની ગયું. તેઓ 8 નવેમ્બર 1960ના રોજ ટોક્યો પહોંચ્યા, ત્યાં રેસ્ટોરન્ટમાં જમતી વખતે તેમનું નિધન થયું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોક ફેલાઇ ગયો હતો.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- જી.પી. બિરલા (2010) – ભારતના પ્રખ્યાત ઉદ્યોગસાહસિક હતા.
આ પણ વાંચો- 1 માર્ચનો ઇતિહાસ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે