Today history 4 March : આજે 4 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે. વર્ષ 1966થી ભારતમાં દર 4 માર્ચના રોજ નેશનલ સેફ્ટી ડે (National Safety Day) ઉજવાય અને આ સુરક્ષા અભિયાન એક સપ્તાહ સુધી ચાલે છે. કાર્યસ્થળો પર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1837માં આજના દિવસે શિકાગો શહેરની સ્થાપના થઇ હતી.
પ્રતિષ્ઠિત વ્યક્તિઓની વાત કરીયે તો ‘મહાવીર ચક્ર’થી સમ્માનિત ભારતીય સૈનિક દીવાન સિંહ દાનૂ અને ફિલ્મ કલાકાર દીના પાઠક તેમજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાનો જન્મ દિન છે. તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ન, પદ્મભૂષણથી સમ્માનિત વૈજ્ઞાનિક અજીત રામ શર્મા, ગદર પાર્ટીના સ્થાપક લાલા હરદયાલનું આજના દિવસ નિધન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (4 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
4 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1837 : શિકાગો શહેરની સ્થાપના થઇ.
- 1921 – આ દિવસે અસહકાર ચળવળ અંતર્ગત નનકાનાના ગુરુદ્વારામાં અંગ્રેજ સૈનિકોએ કરેલા ગોળીબારમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો,
- 1931 – બ્રિટિશ વાઇસરોય, ગવર્નર-જનરલ એડવર્ડ ફ્રેડરિક લિન્ડલી વુડ અને મોહનદાસ કરમચંદ ગાંધીજી (મહાત્મા ગાંધી) મળ્યા અને રાજકીય કેદીઓને મુક્ત કરવા અને મીઠાના જાહેર ઉપયોગની મુક્તિ અંગે પરામર્શ અને એકરારનામાની જાહેરાત કરી.
- 1966 – ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની (National Safety Day) ઉજવણીની શરૂઆત થઇ. ભારતમાં દર વર્ષે 4 માર્ચના રોજ નેશનલ સેફ્ટી ડે ઉજવવામાં આવે છે. એક અઠવાડિયા સુધી ચાલનાર સુરક્ષા અભિયાન પણ આ દિવસથી જ શરૂ થાય છે. કાર્યસ્થળો પર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1966માં 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની પણ સ્થાપના કરવામાં આવી હતી.
- 1998 – ભારતના પ્રકાશ શાહની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ દ્વારા બગદાદમાં વિશેષ પ્રતિનિધિ પદે નિમણૂક કરવામાં આવી.
- 2001 – તાલિબાને ઈરાનની મૂર્તિઓ ખરીદવાની ઓફરને નકારી કાઢી.
- 2002- કોમનવેલ્થમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો, અફઘાનિસ્તાનમાં ભૂસ્ખલનને કારણે 150ના મોત થયા.
- 2003 – નાઈજીરીયાના કબ્બી રાજ્યમાં નાઈઝર નદીમાં બોટ ડૂબી જવાથી 80 લોકોના મોત થયા હતા.
- 2008- તેલંગાણા રાજ્યની રચનામાં વિલંબથી નારાજ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના ધારાસભ્યોએ આંધ્ર પ્રદેશ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જાણીતા હિન્દી ભાષાના વિદ્વાન ડૉ. મદન લાલ મધુને મીડિયા યુનિયન દ્વારા પ્રતિષ્ઠિત સ્વર્ણક્ષર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા છે.
- 2009 – ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નવીન ચાવલાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. બ્રહ્મોસ મિસાઈલના નવા વર્ઝનનું રાજસ્થાનના પોખરણમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ગાયત્રી ગોપીચંદ (2003) – ભારતીય બેડમિન્ટન ખેલાડી.
- કમલપ્રીત કૌર (1996) – ભારતીય ડિસ્ક થ્રોઅર મહિલા ખેલાડી.
- પ્રમોદ કાલે (1941) – ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિક.
- તોરુ દત્ત (1856) – અંગ્રેજી ભાષાના પ્રતિભાવાન કવિયત્રી.
- દરબન સિંહ નેગી (1883) – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ એવા કેટલાક ભારતીય સૈનિકો પૈકીના એક હતા જેમને બ્રિટિશ રાજનો સૌથી મોટો યુદ્ધ પુરસ્કાર “વિક્ટોરિયા ક્રોસ” મળ્યો હતો.
- બલુસુ સંબમૂર્તિ (1886) – મદ્રાસના અગ્રણી સ્વતંત્રતા સેનાની.
- ફણીશ્વરનાથ રેણુ (1921) – લેખક.
- દીના પાઠક (1922) – પ્રખ્યાત ગુજરાતી થિયેટર અને ફિલ્મ કલાકાર.
- કોમલ કોઠારી (1929) – રાજસ્થાનના લોકગીતો અને વાર્તાઓના સંગ્રહક અને સંશોધન માટે સમર્પિત વ્યક્તિ હતા.
- વીરેન્દ્ર કુમાર સકલેચા (1930) – મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ 10મા મુખ્યમંત્રી હતા.
- દિવાન સિંહ દાનુ (1923) – ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સૈનિક હતા.
- રોહન બોપન્ના (1980) – ભારતીય ટેનિસ ખેલાડી.
- કામાલિની મુખર્જી (1980) – ભારતીય ફિલ્મ અભિનેત્રી.
આ પણ વાંચો- 1 માર્ચનો ઇતિહાસ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- શેન વોર્ (2022) – ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી.
- અજિત રામ વર્મા (2009) – પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય વૈજ્ઞાનિક.
- ઠાકુર જગમોહન સિંહ (1899) – મધ્ય પ્રદેશમાં સ્થિત વિજયરાઘવગઢના રાજકુમાર અને પ્રખ્યાત લેખક.
- સત્યેન્દ્ર પ્રસન્ના સિંહા (1928)- પ્રખ્યાત ભારતીય વકીલ અને રાજકારણી.
- લાલા હરદયાલ (1939) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને ‘ગદર પાર્ટી’ના સ્થાપક.
- સુનીલ કુમાર મહતો (2007) – ભારતીય સાંસદ.
- અર્જુન સિંહ (2011) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- પી.એ. સંગમા (2016) – ભારતના રાજકીય નેતા હતા.