scorecardresearch

આજનો ઇતિહાસ 6 માર્ચ : ‘નેશનલ ડ્રેસ ડે’, મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન

Today history 6 March : આજે 6 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 2016માં ફેશન ડિઝાનર એશ્લે લોરેન 6 માર્ચે નેશનલ ડ્રેસ ડે (National Dress Day) ઉજવવાની શરૂઆત કરી. તો વર્ષ 1962માં પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ 6 માર્ચ : ‘નેશનલ ડ્રેસ ડે’, મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન

Today history 6 March : આજે 6 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ ડ્રેસ ડે (National Dress Day) છે અને આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2016માં ફેશન ડિઝાઇનર એશ્લે લોરેન (Ashley Lauren) દ્વારા કરાઇ હતી. વર્ષ 1953 જોસેફ સ્ટાલિનનું 74 વર્ષની વયે અવસાન થયું. તો વર્ષ 1962માં પ્રખ્યાત મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તી (Ambika Chakrabarty)નું અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (6 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

6 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1953 – જોસેફ સ્ટાલિનનું 74 વર્ષની વયે અવસાન થયું.
  • 1967 – જોસેફ સ્ટાલિનની પુત્રી સ્વેત્લાના ભારતમાં રશિયન એમ્બેસી મારફતે અમેરિકા પહોંચી.
  • 1996 – ઇરાકે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ હેઠળ ‘ઓઇલ ફોર ફૂડ’ યોજના સ્વીકારી, આઇરિશ રિપબ્લિક આર્મીએ ત્વરિત યુદ્ધ વિરામને નકારી બ્રિટન સાથે 25 વર્ષનું યુદ્ધ જાહેર કર્યું.
  • 2001 – ફિજીમાં મહેન્દ્ર ચોધરીની વિરુદ્ધ પક્ષમાં બળવાની સ્થિતિ.
  • 2003 – અલ્જેરિયાની એક વિમાન દૂર્ઘટનામાં 102થી વધુ મુસાફરોના મોત થયા.
  • 2004 – ઉત્તર કોરિયાના યુરેનિયમ આધારિત કાર્યક્રમનો ફરી ઇનકાર.

આ પણ વાંચોઃ 5 માર્ચનો ઇતિહાસ – ‘ઇન્ડિયન એર ફોર્સના પિતા’ સુબ્રોતો મુખર્જીનો જન્મદિવસ

  • 2008 – અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર જ્હોન મેકકેનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સબરજિતની દયા અરજી ફગાવી દીધી હતી.
  • 2009 – ભારતીય વાયુસેનામાં ત્રણ દાયકા સુધી સેવા આપ્યા પછી, મિગ-23 ફ્લાઈંગ વિંગ ફાઈટરએ તેની છેલ્લી ઉડાન ભરી.
  • 2016 – નેશનલ ડ્રેસ ડેની શરૂઆત થઇ. નેશનલ ડ્રેસ ડેની શરૂઆથ વર્ષ 2016 માંફેશન અને ડ્રેસ ડિઝાઇનર એશ્લે લોરેન દ્વારા કરવામાં આવી હતી. ડ્રેસની સુંદરતા તરફ ધ્યાન દોરવા, તેમને પહેરતી વખતે બનેલી યાદોને જીવંત કરવા અને તેની ઉજવણી કરવા માટે તે સૌપ્રથમ 2016માં ઉજવવામાં આવ્યો હતો.
  • 2018- કોનરાડ સંગમાએ ભારતના મેઘાલય રાજ્યના 12મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

આજનો ઇતિહાસ – 4 માર્ચનો ઇતિહાસ – ભારતમાં ‘નેશનલ સેફ્ટી ડે’ની ઉજવણી, શિકાગો શહેરની સ્થાપના થઇ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ફવાદ મિર્ઝા (1992) – ભારતીય ઘોડેસવાર.
  • સૈયદ અહમદ (1945) – ભારતીય રાજકારણી, લેખક અને કોંગ્રેસના સભ્ય હતા.
  • રામશરણ જોશી (1944)- ભારતીય પત્રકાર, સંપાદક, મીડિયા શિક્ષક અને સમાજશાસ્ત્રી.
  • હોકિશે સેમા (1921) – ભારતના નાગાલેન્ડ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 3 માર્ચનો ઇતિહાસ : વર્ષ 1971માં ભારત – પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ, જમશેદજી ટાટાની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સચ્ચિદાનંદ સિન્હા (1950) – ભારતના પ્રખ્યાત સંસદસભ્ય, શિક્ષણવિદ, વકીલ અને પત્રકાર હતા.
  • અંબિકા ચક્રવર્તી (1962) – ભારતના મહિલા ક્રાંતિકારી અને નેતા.
  • મોતુરી સત્યનારાયણ (1995) – દક્ષિણ ભારતમાં હિન્દી પ્રચાર ચળવળના આયોજક.
  • રામ સુંદર દાસ (2015) – એક ભારતીય રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી હતા.
  • શમ્મી (2018) – પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી.

આ પણ વાંચોઃ 2 માર્ચનો ઇતિહાસ : અમેરિકા અને ભારત વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર થયા, ટાઇગર શ્રોફનો બર્થ ડે

Web Title: Today history 6 march national dress day ambika chakrabarty know today important events

Best of Express