scorecardresearch

આજનો ઇતિહાસ, 9 માર્ચ : પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનારા ભાલેસુલતાન ક્ષત્રિયોનો શહીદ દિવસ

Today history 9 March : આજે 9 માર્ચ 2023 (9 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1858માં ભારતની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર ભાલેસુલતાન ક્ષત્રિયોનો (bhalesultan shahid diwas) આજે શહીદ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (9 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

bhalesultan shahid diwas
ભાલેસુલતાન ક્ષત્રિયોનું શહીક સ્માસ્ક

Today history 9 March : આજે 9 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભાલેસુલતાન શહીદ દિવસ છે. ભારતની આઝાદીના પ્રથમ સંગ્રામ વખતે વર્ષ 1858માં ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરના ભાલેસુલતાન ક્ષત્રિયોએ અંગ્રેજોને છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દીધું હતું. જો કે આધુનિક હથિયારોથી સજ્જ બ્રિટિશ સેના સામે આ મહાન યોદ્ધાઓ વધારે ઝઝુમી શક્યા નહીં અને દેશની આન-બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. આ દિવસ હતો 9 માર્ચ, 1858 છે અને આથી તેને ભાલેસુલતાન ક્ષત્રિય શહીદ દિવસ તરીકે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં (9 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજનો ઇતિહાસ

9 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

 • 1858 – ભાલેસુલતાન ક્ષત્રિય શહીદ દિવસ.
ભાલેસુલતાન ક્ષત્રિય શહીદ દિવસ
9 માર્ચ એ ભાલેસુલતાન ક્ષત્રિયોનો શહીદ દિવસ છે. હિન્દુસ્તાનની આઝાદીની પ્રથમ લડાઇમાં ભાલેસુલતાન ક્ષત્રિયોએ બ્રિટિશ સૈનિકોને છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દીધું હતું. વર્ષ 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ઉત્તરપ્રદેશના સુલતાનપુર આઝાદ થયું હતું. જેથી ગુસ્સે ભરાયેલા ફિરંગીઓએ કડક નાકાબંધી કરી અને 7, 8 અને 9 માર્ચે સુલ્તાનપુરના કડુનાલા ખાતે લોહિયાળ યુદ્ધ લડાયું. જેમાં ભાલેસુલતાન વિસ્તારના હજારો ક્ષત્રિયો અને યોદ્ધાઓનો અંગ્રેજોએ નિર્દયતાપૂર્વક શિરચ્છેદ કર્યા હતા. આજે પણ 9 માર્ચને ભાલેસુલતાન શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1858માં 7, 8 અને 9 માર્ચના રોજ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડવામાં આવી હતી. બૈસવાડાના રાજા રાણા વેણીમાધવના નેતૃત્વ હેઠળ મહોનાના રાજા અહેમદ હસન ખાન સાથે ભાલેસુલતાન ક્ષત્રિયોએ અહીંયા ફિરંગીઓ સામે મોરચો માંડ્યો અને દેશની આન-બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા
 • 1999 – બ્રિટીશ ઉદ્યોગપતિ સ્વરાજ પાલને સેન્ટ્રલ બર્મિંગહામ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી, ફ્રાન્સિસ્કો ફ્લોરેસ અલ સાલ્વાડોર (યુએસ)ના પ્રમુખ તરીકે ચૂંટાયા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 8 માર્ચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

 • 2003- ઇન્ટરપોલે પેરુવિયનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફુજીમોરી વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું.
 • 2004 – પાકિસ્તાને 2000 કિમીની મારણ ક્ષણતા ધરાવતી જમીન પર હુમલો કરનાર ‘શાહીન-2’ (હતફ-6)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
 • 2005 – થેક્સિન શિનાવાત્રા બીજી ટર્મ માટે થાઈલેન્ડના વડાપ્રધાન તરીકે ચૂંટાયા.
 • 2007 – બ્રિટનમાં ભારતીય ડોકટરોને ભેદભાવવાળા ઇમિગ્રેશન નિયમો પર કાયદાકીય સફળતા મળી.
 • 2008 – ગોવાના રાજ્યપાલ એસ.સી. જમીરે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળ્યો.
 • મલેશિયામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનો પરાજય થયો હતો.
 • 2009 – તમિલનાડુએ પશ્ચિમ બંગાળને 66 રનથી હરાવીને વિજય હરારે ટ્રોફી જીતી.
 • 2018 – બિપ્લબ કુમાર દેબે ભારતના ત્રિપુરા રાજ્યના દસમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

આ પણ વાંચો- 7 માર્ચનો ઇતિહાસ : નેશનલ સ્પોર્ટ્સ મેનશીપ ડે – રમતગમતમાં ખેલદિલી પણ જરૂરી છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

 • ડો. નાગેન્દ્ર (1915) – ભારતના પ્રખ્યાત હિન્દી લેખક અને સાહિત્યકાર.
 • સોલી જહાંગીર સોરાબજી (1930) – ભારતના ન્યાયશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ.
 • કરણ સિંહ (1931) – ભારતના રાજકારણી અને લેખક.
 • હરિકૃષ્ણ દેવસરે (1938) – પ્રખ્યાત બાળ સાહિત્યકાર અને સંપાદક.
 • ઉસ્તાદ ઝાકિર હુસૈન (1951) – પ્રખ્યાત તબલાવાદક
 • શશિ થરૂર (1956) – કોંગ્રેસના નેતા.
 • પાર્થિવ પટેલ (1985) – ભારતના ક્રિકેટ ખેલાડી.
 • દર્શિલ સફારી (1996), બાળ કલાકાર.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 6 માર્ચ : ‘નેશનલ ડ્રેસ ડે’, મહિલા ક્રાંતિકારી અંબિકા ચક્રવર્તીનું અવસાન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

 • જ્યોર્જ અબ્રાહમ ગ્રિયરસન (1941) – અંગ્રેજી ભાષાના પ્રખ્યાત ઇતિહાસકાર, લેખક અને સંશોધનકર્તા.
 • હરિશંકર શર્મા (1968)- ભારતના પ્રખ્યાત લેખક, કવિ, લેખક, વ્યંગકાર અને પત્રકાર હતા.
 • હારમસજી પેરોશા મોદી (1969) – ટાટા ગ્રૂપ અને ભારતના વહીવટીતંત્ર સાથે સંકળાયેલા જાણીતા પારસી ઉદ્યોગપતિ હતા.
 • કે.કે. આસિફ (1971) – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-નિર્દેશક
 • દેવિકા રાની (1994) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી.
 • અખ્તરુલ ઈમાન (1996) – ઉર્દૂ નઝ્મના નવા માપદંડો સ્થાપિત કરનાર અદ્વિતીય કવિ હતા.
 • બી.જી. રેડ્ડી (1997) – મદ્રાસ વિધાનસભાના સભ્ય હતા.
 • જોય મુખર્જી (2012) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા નિર્દેશક.

આ પણ વાંચોઃ 5 માર્ચનો ઇતિહાસ – ‘ઇન્ડિયન એર ફોર્સના પિતા’ સુબ્રોતો મુખર્જીનો જન્મદિવસ

Web Title: Today history 9 march bhalesultan shahid diwas know today important events

Best of Express