Today history 15 April : આજે 15 એપ્રિલ 2023 (15 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખે વર્ષ 1912માં દુનિયાનું સૌથી મોટુ ટાયટેનિક જહાજ (titanic ship sinking) ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી જવાથી લગભગ લગભગ 1500 લોકોના મોત થયા હતા. ટાયટેનિક જહાજ દરિયામાં 15 મે. 1924ની રાત્રે 2.20 વાગેની આસપાસ ડુબ્યુ હતુ. વર્ષ 1452માં ઇટાલીના મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્ચીનો જન્મ થયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (15 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
15 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1912 – દુનિયાનું સૌથી મોટુ જહાજ ટાયટેનિક જહાજ ઍટલાન્ટિક મહાસાગરમાં 15 એપ્રિલ, 1912ના રોજ રાત્રે 2.20 વાગેની આસપાસ ડૂબી ગયું હતુ, લગભગ 1500 લોકોના મોત થયા.
- 1994 – ભારત સહિત 109 દેશો દ્વારા ‘GATT’ કરારને મંજૂરી.
- 1998 – થમ્પી ગુરુ તરીકે પ્રખ્યાત ફ્રેડરિક લેંજનું અવસાન થયું.
- 1999-પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને તેમના પતિ આસિફ અલી ઝરદારીને સરકારી કોન્ટ્રાક્ટોમાં કમિશનના આરોપમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પાકિસ્તાને પરમાણુ ક્ષમતા સાથે તેની બીજી મિસાઈલ શાહીન-1નું પરીક્ષણ કર્યું હતું.
- 2000 – આતંકવાદનો સામનો કરવા માટે સહયોગના આહ્વાન સાથે હવાનામાં જી-77 સમિટ યોજાઈ.
- 2004- રાજીવ ગાંધીન હત્યાકાંડ સાથે સંકળાયેલા લિટ્ટે આતંકવાદી વી. મુરલીધરનની કોલંબોમાં હત્યા કરવામાં આવી હતી.
- 2006- ઈન્ટરપોલે જકાર્તા કોન્ફરન્સમાં ભ્રષ્ટાચાર વિરોધી એકેડેમીની રચનાનો પ્રસ્તાવ સૂચવ્યો.
- 2008 – ભારતીય મૂળના કેનેડિયન મંત્રી દીપક ઓબેરોયને અફઘાનિસ્તાન પર કેનેડિયન સંસદની વિશેષ સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે.
- 2010- ભારતમાં બનેલા પ્રથમ ક્રાયોજેનિક રોકેટ GSLV-D3નું પ્રક્ષેપણ નિષ્ફળ ગયું.
આ પણ વાંચોઃ 14 એપ્રિલ : ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, નેશનલ ફાયર સર્વિસ ડે
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- લિયોનાર્ડો દા વિન્ચી (1452) – ઇટાલીના મહાન ચિત્રકાર.
- ગુરુ અર્જન દેવ (1563) – શીખ ધર્મના પાંચમા ગુરુ.
- અયોધ્યા સિંહ ઉપાધ્યાય (1865)- હિન્દી ખડી બોલીના પ્રથમ મહાનકવિ.
- અજય કુમાર મુખર્જી (1901) – પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા.
- શેર જંગ થાપા (1907)- ભારતીય સૈન્ય અધિકારી હતા. તેઓ ‘સ્કાર્દુના હીરો’ તરીકે સમ્માનિત હતા.
- સુલતાન ખાન (1940) – ભારતના પ્રખ્યાત સારંગી વાદક અને શાસ્ત્રીય ગાયક.
- ફ્રાન્સિસ્કો સાર્દિન્હા (1946) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.
- થિરુમાલાચારી રામાસામી (1948) – ભૂતપૂર્વ ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ.
- નરોત્તમ મિશ્રા (1960) – મધ્યપ્રદેશના રાજકારણમાં ‘ભારતીય જનતા પાર્ટી’ના પ્રખ્યાત નેતા.
- મંદિરા બેદી (1972) – બોલિવૂડ અભિનેત્રી, ક્રિકેટ ગ્લેમર અને ફેશન આઇડોલ.
- વંદના કટારિયા (1992)- ભારતીય ફીલ્ડ હોકી ખેલાડી જે રાષ્ટ્રીય ટીમમાં ફોરવર્ડ તરીકે રમે છે.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- શંભુનાથ ડે (1985)- કોલેરા બેક્ટેરિયા પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક હતા.
- દરોગા પ્રસાદ રાય (1981) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને સ્વતંત્રતા સેનાની હતા.