આજનો ઇતિહાસ 16 એપ્રિલ : ભારતીય રેલવે પરિવહન દિવસ – બોમ્બેથી થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડી

Today history 16 April : આજે 16 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય રેલવે પરિવહન દિવસ છે અને દેશમાં 1853માં પહેલીવાર મુંબઇથી થાણા વચ્ચે પેસેન્જર ટ્રેન ડેક્કન ક્વીન દોડાવવામાં આવી હતી. આજે મિસ યુનિવર્સ - ફિલ્મ એક્ટ્રેસ લારા દત્તાનો બર્થ ડે. છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
April 16, 2023 07:47 IST
આજનો ઇતિહાસ 16 એપ્રિલ : ભારતીય રેલવે પરિવહન દિવસ – બોમ્બેથી થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડી
આજનો ઇતિહાસ : 16 એપ્રિલને ભારતીય રેલવે દિવસ તરીકે ઉજવાય છે. 1853માં આજના દિવસે ભારતની પહેલી ટ્રેન બોમ્બેથી થાણા વચ્ચે દોડી હતી.

Today history 16 April : આજે 16 એપ્રિલ 2023 (16 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતીય રેલવે પરિવહન દિવસ છે. દેશમાં 1853માં પહેલીવાર મુંબઇથી થાણા વચ્ચે પેસેન્જર ટ્રેન ડેક્કન ક્વીન દોડાવવામાં આવી હતી. આજે રેલવને ભારતની જીવાદોરી પણ કહેવામાં આવે છે અને વિશ્વનું સૌથી મોટુ રેલવે નેટવર્ક ધરાવતો દેશ છે. આજેભારતીય ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ સરિતા મોર અને મિસ યુનિવર્સ – ફિલ્મ એક્ટ્રેસ લારા દત્તાનો (Lara Dutta Bhupathi) બર્થ ડે. છે. જાણો ઇતિહાસની તવારીખમાં (16 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

16 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1853 – ભારતીય રેલવે પરિવહન દિવસ. ભારતમાં પહેલીવાર ટ્રેનની શરૂઆત થઇ.

ભારતીય રેલવે પરિવહન દિવસ

16 એપ્રિલ 1853ના રોજ ભારતમાં પહેલીવાર ટ્રેનની શરૂઆત થઇ હતી અને આથી આ તારીકે દેશમાં ભારતીય રેલવે પરિવહન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રેલવેને ભારતની જીવદોરી ગણવામાં આવે છે અને વિશ્વની સૌથી લાંબી અને જટિલ ટ્રેન વ્યવસ્થા ભારતમાં છે.ભારતની પહેલી ટ્રેન મુંબઇ અને થાણે વચ્ચે દોડાઇ હતી. આ ટ્રેનને 34 કિમીનું અંતર કાપતા સવા કલાકનો સમય લાગ્યો હતો અને તેમાં 400 અંગ્રેજ મુસાફરો હતો. આ ટ્રેનનું નામ ડેક્કન ક્વીન હતું તેમાં 3 એન્જિન અને 14 કોચ હતા.

  • 1917 – પેટ્રોગ્રાડમાં રશિયન સૈનિકોનો બળવો, રશિયામાં કામચલાઉ સરકારની રચના, ઝાર નિકોલસ દ્વિતીય દ્વારા સિંહાસન અને દેશનો ત્યાગ.
  • 1999 – પાકિસ્તાને ભારતને હરાવીને કોકા-કોલા કપ ત્રિકોણીય ટુર્નામેન્ટ (શારજાહ) જીતી; ન્યુ માઇક્રોવ નામનું સૌથી મોટા કદનો જીવ અમેરિકામાં મળી આવ્યો, એડવૈલાઝીઝ બૌતેફ્લિકા અલ્જેરિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે.
  • 2002 – દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 120 લોકોના મોત થયા.
  • 2004 – ભારતે રાવલપિંડીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બંને દેશો વચ્ચે રમાયેલી સિરિઝ 2-1થી જીતી.
  • 2008 – ઉત્તર પ્રદેશમાં લોકસભાની 5 બેઠકો (આઝમગઢ, ખલીલાબાદ, બિલગ્રામ, કુર્નૈલગંજ અને મુરાદાબાદ) માટે યોજાયેલી પેટાચૂંટણીમાં બસપાના ઉમેદવારોની જીત થઇ. લેસેસ્ટર સિટી કાઉન્સિલ (લંડન) એ આ બહુસાંસ્કૃતિક શહેરમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી છે.
  • 2010 – બ્રિક પરિષદ પછી જાહેર કરાયેલ સંયુક્ત નિવેદનમાં BRIC સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારત-બ્રાઝિલની મહત્વપૂર્ણ ભૂમિકા અને પ્રતિનિધિત્વની ખાતરી કરવા સુધારાના મહત્વ પર ભાર મૂક્યો.
  • 2013 – ભારતીય રેલવે 160 વર્ષની થઈ. ગૂગલે તેનું ડૂડલ (લોગો) ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેનને સમર્પિત કર્યું છે. આ લોગોમાં તાડના વૃક્ષોથી ઘેરાયેલા રેલ્વે ટ્રેક પર ધુમાડો ઉડાડતી ટ્રેન આગળ વધતી જોવા મળે છે અને આ બંનેનું સંયોજન ગુંબજ અને મિનારથી બનેલા મહેલ જેવું લાગે છે.

આ પણ વાંચોઃ 15 એપ્રિલ : ટાઇટેનિક જહાજ દરિયામાં ડૂબી જતા 1500 લોકોએ જીવ ગુમાવ્યો હતો

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સરિતા મોર (1995) – ભારતીય ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ.
  • લારા દત્તા (1978) – ભારતીય અભિનેત્રી.
  • એસ. સૌમ્યા (1969) – કર્ણાટક સંગીતની પ્રખ્યાત ગાયિકા છે.
  • જારબોમ ગારલિન (1961) – એક ભારતીય રાજકારણી અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા.
  • બનવારીલાલ પુરોહિત (1940) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે.
  • રામ નાઈક (1934) – એક ભારતીય રાજકારણી, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ છે.
  • અર્જન સિંહ (1919) – ભારતીય વાયુસેનાના સૌથી વરિષ્ઠ માર્શલ અને ફાઇવ સ્ટાર રેન્ક સુધી પહોંચનારા એકમાત્ર હતા.
  • કે.એચ. આરા (1913) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા.
  • કંદુકુરી વીરેશલિંગમ (1848) – તેલુગુ ભાષાના પ્રખ્યાત વિદ્વાન, જેમને આધુનિક તેલુગુ સાહિત્યમાં ‘ગદ્ય બ્રહ્મા’ તરીકે ખ્યાતિ મળી.

આ પણ વાંચોઃ 14 એપ્રિલ : ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ, નેશનલ ફાયર સર્વિસ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • અદ્વૈત મલ્લબર્મન (1951) – પ્રખ્યાત બંગાળી લેખક
  • રણધીર સિંહ (1961) – એક પ્રખ્યાત શીખ નેતા અને ક્રાંતિકારી હતા.
  • નંદલાલ બોઝ (1966) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા.
  • બ્રિગેડિયર ભવાની સિંહ (2011) – મહાવીર ચક્ર વિજેતા ભારતીય સૈનિક.

આ પણ વાંચોઃ 13 એપ્રિલ : ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ અંગ્રેજોની નિર્દયતાનો કાળો અધ્યાય, ખાલસા પંથનો સ્થાપના દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ