Today history 2 March : આજે 2 માર્ચ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 2006માં અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આજના દિવસે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ પરમાણુ ઉર્જા અંગે સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આજે બોલીવુડ એક્ટર ટાઇગર શ્રોફનો બર્થ છે. તો ભારતના પૂર્વે હોકી ખેલાડી સૈયદ અલી, ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સરોજિની નાયડુ અને ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હરર્કોર્ટ બટલરની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (2 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
2 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1995 – ઇક્વાડોર અને પેરુ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે કરાર થયા.
- 1997 – ચીને તેના સંરક્ષણ બજેટમાં 12 ટકાનો વધારો કર્યો.
- 1999 – કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર-ટેસ્ટ-બેન ટ્રીટી (CTBT) પર હસ્તાક્ષર કરવા માટે ભારત સાથે ગુપ્ત કરારના સમાચાર અમેરિકા નકારયા.
- 2000 – ચીલીના ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ ઓગસ્ટો પિનોચેટ બ્રિટન દ્વારા મુક્ત કરાયા બાદ સ્વદેશ રવાના થયા હતા.
- 2002- કૂલમ (ઓસ્ટ્રેલિયા)માં કોમનવેલ્થ સમિટ શરૂ થઈ, પાકિસ્તાનને ફરીથી સામેલ કરવાનો ઈન્કાર, પેલેસ્ટાઈને ઈઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા.
- 2006 – ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર નવી દિલ્હીમાં સંપન્ન થયા. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના ભારત મુલાકાત વખતે બંને દેશો વચ્ચે પરમાણુ ઉર્જા અંગે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
આ પણ વાંચો- 1 માર્ચનો ઇતિહાસ – IMFએ ધિરાણની કામગીરી શરૂ કરી, બોક્સર મેરી કોમનો બર્થ ડે
- 2008 – iGate કોર્પોરેશને તેના ચીફ ઓપરેટિંગ ઓફિસર (CEO) તરીકે ફણી મૂર્તિની નિમણૂક કરી. ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના કાર્યાલય પર હુમલો કર્યો. ઈરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદી નેજાદ તેમની ઐતિહાસિક મુલાકાતે ઈરાક પહોંચ્યા છે. નેપાળની સરકારે પૂર્વી પર્વતીય વિસ્તારોમાં વધુ સ્વાયત્તતા માટે લડતા સ્વદેશી વંશીય જૂથોના ગઠબંધન સાથે કરાર કર્યો છે.
- 2009 – ચૂંટણી પંચે 15મી લોકસભાની ચૂંટણી 16 એપ્રિલથી 13 મે સુધી પાંચ તબક્કામાં યોજવાની જાહેરાત કરી હતી.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ટાઇગર શ્રોફ (1990) – બોલીવુડ એક્ટર.
- જયંત તાલુકદાર (1986) – ભારતીય નિશાનેબાજ.
- બસંત સિંહ ખાલસા (1932) – ભારતના રાજકારણી.
- પી.કે. વાસુદેવન નાયર (1926) – ઇન્ડિયન કમ્યુનિસ્ટ પાર્ટીના રાજકારણી હતા.
- ગુલશન રાય (1924) – હિન્દી ફિલ્મ નિર્માતા અને વિતરક હતા.
આ પણ વાંચોઃ 27 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ચંદ્રશેખર આઝાદનો શહીદદિન, ગુજરાતમાં ગોધરા કાંડ થયો
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- બી.એ. એસ. નારંગ (2021) – એક પ્રખ્યાત શાસ્ત્રીય વાદક અને સંગીતકાર હતા.
- પવન દીવાન (2014) – છત્તીસગઢ રાજ્ય નિર્માણ ચળવળના પ્રબળ નેતા, સંત અને કવિ હતા.
- સૈયદ અલી (2010) – ભારતના ભૂતપૂર્વ હોકી ખેલાડી હતા.
- સરોજિની નાયડુ (1949) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની હતા.
- હરર્કોર્ટ બટલર (1869) – ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ.
Read More





