આજનો ઇતિહાસ 2 મે : વિશ્વ અસ્થમા દિવસ – શ્વાસોશ્વાસની બીમારી વિશે જાગૃતિની જરૂર

Today history 2 May : આજે 2 મે 2023 (2 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ અસ્થમા દિવસ ( World Asthma Day)છે. જાણો ઇતિહાસની તવારીખમાં (2 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : January 18, 2024 15:44 IST
આજનો ઇતિહાસ 2 મે : વિશ્વ અસ્થમા દિવસ – શ્વાસોશ્વાસની બીમારી વિશે જાગૃતિની જરૂર
વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે મનાવવામાં આવે છે

Today history 2 May : આજે 2 મે 2023 (2 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ અસ્થમા દિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા મંગળવારે વર્લ્ડ અસ્થમા ડે ઉજવાય છે. આજે ઓસ્કર એવોર્ડ વિજેતા ભારતીય ફિલ્મ ડિરેક્ટર – પ્રોડ્યુસર અને લેખક સત્યજીત રેનો જન્મદિવસ છે. તો ઇટાલીના પ્રખ્યાત ચિત્રકાર લિઓનાર્ડો દ વિન્ચીનું આજના દિવસે વર્ષ 1519માં અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (2 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

2 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

1986 – અમેરિકાની 30 વર્ષીય એન. બૅનક્રોફ્ટ ઉત્તર ધ્રુવ પર પહોંચનારી પ્રથમ મહિલા બની હતી.1997 – બ્રિટનમાં 18 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં આવી, તેના નેતા ટોની બ્લેર બ્રિટનના સંસદીય ઇતિહાસમાં સૌથી યુવા વડા પ્રધાન બન્યા.1999 – મિરયા મોસ્કોસો પનામાની પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિમણૂક.2004 – મારેક બેલ્કા પોલેન્ડના નવા વડા પ્રધાન બન્યા.2008 – અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ પાવર લિમિટેડે ઈન્ડોનેશિયામાં ત્રણ કોલસાની ખાણો હસ્તગત કરી હતી. બ્રિટનની સ્થાનિક ચૂંટણીઓમાં શાસક લેબર પાર્ટીનો પરાજય થયો હતો. અમેરિકાએ મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા છે.2010 – પ્રાથમિક મૂડી બજારમાં નવા મુદ્દાઓની ખરીદી માટે અરજી કરતી વખતે રિટેલ રોકાણકારોની જેમ 100 ટકા ચૂકવવા સંસ્થાકીય રોકાણકારોને SEVIનો નિર્દેશ અમલમાં આવ્યો.

આ પણ વાંચોઃ 1 મેનો ઇતિહાસ : ગુજરાત સ્થાપના દિવસ, મહારાષ્ટ્ર દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ

વિશ્વ અસ્થમા દિવસ

આ વર્લ્ડ અસ્થમા ડે છે. વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે મનાવવામાં આવે છે. વર્ષ 2023માં તે 2 મેના રોજ આવે છે. અસ્થમાના રોગ અને આ બીમારીથી પીડિત લોકો વિશે જાગૃતિ ફેલાવવા માટે વાર્ષિક ધોરણે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવે છે. તે ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (GINA) દ્વારા હેલ્થકેર ગ્રૂપ અને અસ્થમાના નિષ્ણાંતોના સહયોગથી આયોજિત કરવામાં આવે છે. અસ્થમા એ વિશ્વભરમાં સામાન્ય રીતે જોવા મળતી શ્વાસોશ્વાસની એક બીમારી છે. મને જાણીને આંચકો લાગશે તે આશરે 2.5 કરોડો અમેરિકન નાગરિકો અસ્થમાની બીમારીથી પીડાઇ રહી છે.

આ પણ વાંચોઃ 30 એપ્રિલનો ઇતિહાસ : આયુષ્માન ભારત દિવસ, એડોલ્ફ હિટલરે આત્મહત્યા કરી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

વિશ્વેશ્વર નાથ ખરે (1939) – ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ 33મા ન્યાયાધીશ.દયા પ્રકાશ સિન્હા (1935) – હિન્દી ભાષાના પ્રતિષ્ઠિત લેખક, નાટ્યકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને ઇતિહાસકાર.વિષ્ણુકાંત શાસ્ત્રી (1929) – રાજકીય નેતા અનેલેખક હતા.જીગ્મે દોરજી વાંગચુક (1929)- ભુતાનના ત્રીજા રાજા હતા.વિલ્સન જોન્સ (1922) – ભારતના પ્રોફેશનલ બિલિયર્ડ પ્લેર હતા.સત્યજીત રે (1921) – ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતના ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને લેખક હતા.બ્રજ વાસી લાલ (1921) – એક પ્રખ્યાત ઇતિહાસકાર, જેમણે ભારતના વિવિધ પ્રદેશોમાં ઘણા ઐતિહાસિક સ્થળોનું ઉત્ખનન કર્યું હતું.

આ પણ વાંચોઃ 29 એપ્રિલનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ ડાન્સ ડે – નૃત્ય એટલે લાગણી, પ્રેમ, સંસ્કૃતિ અને ભક્તિની અભિવ્યક્તિનું ઉત્તમ માધ્યમ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

લિઓનાર્ડો દ વિન્ચી (1519) – ઇટાલિયન, મહાન ચિત્રકાર.પદ્મજા નાયડુ (1975) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સરોજિની નાયડુના પુત્રી.બનારસીદાસ ચતુર્વેદી (1985) – પ્રખ્યાત પત્રકાર અને લેખક.

આ પણ વાંચોઃ 28 એપ્રિલનો ઇતિહાસ : બાજીરાવે અંતિમ શ્વાસ લીધા ને મસ્તાની સતી થઇ; કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ