scorecardresearch

આજનો ઇતિહાસ 20 મે : ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ, વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો

Today history 20 May : આજે 20 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ છે. વર્ષ 1498માં વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

vasco da gama

Today history 20 May : આજે 20 મે 2023 (20 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ છે. કોઇ દવાનું ઉત્પાદન કે સંશોધન કરતી વધતે તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે, જેથી તેનો અસરો જાણી શકાય છે. વર્ષ 1498માં વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો હતો. આજે ઇન્દોરના હોલ્કર રાજવંશના સ્થાપક મલ્હારરાવ હોલકરની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (20 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

20 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1293 – જાપાનના કામાકારુમાં આવેલા ભૂકંપને કારણે 30 હજાર લોકોના મોત થયા.
  • 1310- બંને પગ માટે બુટ બનાવવામાં આવ્યા.
  • 1378 – દક્ષિણ ભારતના દક્કન પ્રાંતના શાસક બહમની સુલ્તાન દાઉદની હત્યા કરાઇ.
  • 1498 – વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો.
  • 1677 – છત્રપતિ શિવાજી મહારાજાએ જિંગીનો કિલ્લો જીત્યો.
  • 1995 – રશિયા દ્વારા માનવરહિત અવકાશ ‘સ્પેક્ટર’નું સફળ પ્રક્ષેપણ કરાયું.
  • 1999 – કુર્દિશ બળવાખોર નેતા સેમડિમ સાકિકને મૃત્યુદંડની સજા.
  • 2000 – ફિજીમાં બંદૂકધારીઓના નેતા જ્યોર્જ સ્પેટે દેશના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા.
  • 2001 – અફઘાનિસ્તાનમાં તાલિબાને હિન્દુઓની અલગ ઓળખ માટે ડ્રેસ કોડ બનાવ્યો.
  • 2003 – પાકિસ્તાને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન પર પ્રતિબંધ મૂક્યો.
  • 2004 – તાઈવાનમાં નવી રચાયેલી સરકારે શપથ લીધા. યુરોપિયન યુનિયન બાદ અમેરિકાએ પણ કૃષિ નિકાસ સબસિડી ઘટાડવાની જાહેરાત કરી છે.
  • 2006 – ચીને કહ્યું કે તાઇવાન વિશ્વ આરોગ્ય સંસ્થાના સભ્યપદ માટે પાત્ર નથી.
  • 2011 – વડાપ્રધાન મનમોહન સિંહે મધ્યપ્રદેશના બીનામાં હજારો કરોડના ખર્ચે બનેલી ઓઈલ રિફાઈનરી દેશને સમર્પિત કરી. તે ભારત પેટ્રોલિયમ લિમિટેડ, ઓમાન ઓઈલ કંપની અને મધ્યપ્રદેશ સરકારના પ્રયાસો દ્વારા બનાવવામાં આવેલ વૈશ્વિક સ્તરનો પ્રોજેક્ટ છે.
  • 2011- ઝારખંડના પર્વતારોહક પ્રેમલતા અગ્રવાલે વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર સૌથી વૃદ્ધ ભારતીય મહિલા તરીકેનું ગૌરવ હાંસલ કરીને પર્વતારોહણના ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચોઃ  19 મેનો ઇતિહાસ : રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ – લુપ્તપ્રાય વન્યજીવોને સંરક્ષણની જરૂર

ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ

દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ (International Clinical Trials Day) ઉજવાય છે. આ ક્લિનિકલ ટ્રાયલ એવા ટ્રાયલ છે જેમાં અમુક દવાઓ અથવા સપ્લિમન્ટનું પરીક્ષણ કરવામાં આવે છે અને જે દર્દીઓએ દવા લીધી હોય અને જે દર્દીઓને ઓછી માત્રા મળી હોય અથવા તો કોઈ પણ ન હોય તેવા દર્દીઓમાં અસરોનું નિરીક્ષણ કરવામાં આવે છે.

જેમ્સ લિન્ડે 1747માં પ્રથમ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી તે દિવસની યાદમાં દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

ક્લિનિકલ ટ્રાયલ એક ચોક્કસ સમયમર્યાદામાં હાથ ધરવામાં આવે છે, અને તેમના માટે પસંદ કરાયેલા દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે જેથી પરિણામો શક્ય તેટલા સચોટ હોય. ક્લિનિકલ ટ્રાયલ્સ ડે આવા મેડિકલ ટ્રાયલ્સ માટે જાગૃતિ વધારવા વિશે ઉજવાય છે. આવા ક્લિનિકલ ટ્રાયલ તબીસી સંશોધન અને વિકાસ તેમજ કેવી રીતે જીવન બચાવી શકાય તેની માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ 18 મેનો ઇતિહાસ : પોખરણ પરમાણુ વિસ્ફોટ દિવસ, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અંજુમ ચોપરા (1977)- ભારતની રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય અને ભૂતપૂર્વ કેપ્ટન.
  • ગોહ ચોક ટોંગ (1941) – સિંગાપોરના બીજા વડાપ્રધાન.
  • ગોડે મુરહારી (1926) – છઠ્ઠી લોકસભાના ઉપાધ્યક્ષ હતા.
  • પીરુ સિંહ (1918) – ભારતીય સેનાના બહાદુર અમર શહીદ હતા.
  • સુમિત્રાનંદન પંત (1900) – પ્રખ્યાત હિન્દી કવિ.

આ પણ વાંચોઃ 17 મેનો ઇતિહાસ : વર્લ્ડ ટેલીકોમ ડે; વિશ્વ હાઇપરટેન્શન દિવસ – હાઈ બ્લડ પ્રેશરની બીમારી યુવાઓને પણ ભરડામાં લઇ રહી છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મલ્હારરાવ હોલકર (1766) – ઇન્દોરના હોલકર વંશના સ્થાપક હતા.
  • કાસુ બ્રહ્માનંદ રેડ્ડી (1994) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
  • વિપિન ચંદ્ર પાલ (1932) – ભારતમાં ‘ક્રાંતિકારી વિચારોના જનક’.
  • ટી. પ્રકાશમ (1957) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને આંધ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી.
  • ગયાપ્રસાદ શુક્લ ‘સનેહી’ (1972) – બ્રજભાષાના પ્રખ્યાત કવિ.
  • લીલા દુબે (2012) – પ્રખ્યાત માનવશાસ્ત્રી અને નારીવાદી વિદ્વાન હતા.
  • રાજકુમાર શુક્લ (1929) – સ્વતંત્રતા સેનાની અને ચંપારણ સત્યાગ્રહના આગેવાનો પૈકીના એક.

આ પણ વાંચોઃ 16 મેનો ઇતિહાસ : સિક્કિમ સ્થાપના દિવસ – રાજાશાહીના અંત સાથે લોકશાહીનો ઉદય થયો

Web Title: Today history 20 may international clinical trials day vasco da gama know today important events

Best of Express