આજનો ઇતિહાસ 23 માર્ચ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

Today history 23 March : આજે 23 માર્ચ 2023 (23 march) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શહીદ દિવસ છે. વર્ષ 1931માં ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : March 23, 2023 12:04 IST
આજનો ઇતિહાસ 23 માર્ચ : ‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ
વર્ષ 1931માં અંગ્રેજોએ ભારતના મહાન ક્રાંતકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી.

Today history 23 March : આજે 23 માર્ચ, 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે શહીદ દિવસ છે. વર્ષ 1931માં ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી. આજે વિશ્વ હવામાન દિવસ પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (23 march history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

23 માર્ચની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1931 – ભારતના મહાન ક્રાંતિ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકમતે ફાંસી આપી હતી. આ ત્રણેય ક્રાંતિવીરોની શહાદતના યાદમાં દર વર્ષે 23 માર્ચને રોજ ‘શહીદ દિવસ’ તરીકે ઉજવાય છે.

આજનો ઇતિહાસ

‘શહીદ દિવસ’ – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ

ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

  • 1951- વિશ્વ હવામાન દિવસની ઉજવણી શરૂઆત થઇ.

આ પણ વાંચોઃ 22 માર્ચનો ઇતિહાસ : વિશ્વ જળ દિવસ – ‘જળ છે તો જીવન છે’

  • 1995 – રૈનચો રુગીએરો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના પ્રથમ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થયા, ભારતના વિશ્વનાથન આનંદે પ્રોફેશનલ ચેસ એસોસિએશન કેન્ડિડેટ્સની ફાઇનલ સિરિઝ જીતી.
  • 1996 – તાઈવાનમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ માટે સીધી ચૂંટણી યોજાઈ.
  • 1999 – પેરાગ્વેના ઉપરાષ્ટ્રપતિ પુઇ મારિયા અર્ગાનાની હત્યા.
  • 2001 – રશિયન સ્પેસ સ્ટેશન ‘મીર’ની જળ સમાધી.
  • 2003 – દક્ષિણ આફ્રિકાના વાડર ખાતે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રને હરાવીને વર્લ્ડ જીત્યો.
  • 2006 – ઓસ્ટ્રેલિયાએ દાણચોરીના આરોપમાં ઉત્તર કોરિયાના જહાજ પોન્સ ગુને ડુબાડી દીધું.
  • 2007 – વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત શ્રીલંકા સામે હારી ગયું.
  • 2008 – ભારતે સરફેસ ટુ સરફેસ મિસાઈલ ‘અગ્નિ-1’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

આ પણ વાંચોઃ 21 માર્ચનો ઇતિહાસ : રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી, રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • જહાં આરા (1614) -મુઘલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝની સૌથી મોટી પુત્રી હતી.
  • બસંતી દેવી (1880) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની.
  • રામ મનોહર લોહિયા (1910) – ભારતીય સ્વતંત્રતા સેનાની.
  • આદિત્ય પ્રસાદ દાસ (1951) – ભારતના પ્રતિષ્ઠિત જીવવિજ્ઞાની.
  • વિનય કુમાર સક્સેના (1958) – દિલ્હીના ઉપરાજ્યપાલ છે.
  • સ્મૃતિ ઈરાની (1976) – ટીવી કલાકાર, ભાજપા મહિલા નેતા.

આ પણ વાંચોઃ 20 માર્ચનો ઇતિહાસ : વિશ્વ ચકલી દિવસ – ઘર આંગણે કલરવ કરતી ચકલીનું અસ્તિત્વ જોખમમાં

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • રમેશ ચંદ્ર લાહોટી (2022) – ભારતના 35મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • બ્રિગેડિયર રાય સિંહ યાદવ (2017)- ‘મહાવીર ચક્ર’થી સન્માનિત ભારતીય સેનાના અધિકારી હતા.
  • સુહાસિની ગાંગુલી (1965) – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની.
  • ગુરદયાલ સિંહ ધિલ્લોન (1992) – ભારતના પાંચમા લોકસભા અધ્યક્ષ.
  • લાલા રામ (1927) – ઇન્ડિયન આર્મીના 41મા ડોગરામાં લાંસ નાયક હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 19 માર્ચ : ઇન્ટરનેશનલ ક્લાયન્ટ ડે અને અભિનેત્રી તનુશ્રી દત્તાનો બર્થડે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ