આજનો ઇતિહાસ 26 ડિસેમ્બર: ભારતમાં વીર બાળ દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે? શીખ ધર્મ માટે ખાસ દિવસ છે

Today history 26 December : આજે તારીખ 26 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું શીખ ધર્મમાં ઘણુ વિશેષ મહત્વ છે. ઉપરાંત આજે ગુજરાતી સાહિત્યકાર તારક મહેતાનો જન્મ દિન પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
December 26, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 26 ડિસેમ્બર: ભારતમાં વીર બાળ દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે? શીખ ધર્મ માટે ખાસ દિવસ છે
ભારતમાં વીર બાલ દિવસ શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહના બે પુત્ર - બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહના બલીદાનની યાદમાં ઉજવાય છે. (Photo - vajiramandravi.com)

Today history 26 December : આજે તારીખ 26 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ઉપરાંત આજે ગુજરાતી સાહિત્યકાર તારક મહેતાનો જન્મ દિન પણ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

26 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

1748 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયાની વચ્ચે દક્ષિણ હોલેન્ડ અંગે કરાર પર હસ્તાક્ષર થયા.1904 – દિલ્હી અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ ક્રોસ કન્ટ્રી મોટરકાર રેલીનું ઉદ્ઘાટન.1925 – તુર્કીમાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના.1977 – સોવિયેત સંઘે પૂર્વ કઝાક ક્ષેત્રમાં પરમાણુ પરીક્ષણ કર્યું.1978-ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.1997 – ઓડિશાની મુખ્ય પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ની સ્થાપના પીઢ રાજકારણી બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયકે કરી હતી.2002 – યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં સંઘર્ષ ફરી શરૂ થયાની જાણ કરી.2003- ઈરાનના દક્ષિણપૂર્વીય શહેર બામમાં 6.6ની તીવ્રતાવાળા ભૂકંપે ભારે તબાહી સર્જી હતી.2004 – શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, માલદીવ અને આસપાસના વિસ્તારોમાં 9.3 તીવ્રતાવાળા ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીના કારણે ભારે તબાહી, બે લાખ ત્રીસ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.2006 – શેન વોર્ને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.2007 – તુર્ક વિમાનોએ ઇરાકી કુર્દિશ ઠેકાણા પર હુમલો કર્યો.2012 – ચીનની રાજધાની બેઇજિંગથી ગુઆંગઝુ શહેર સુધી બનેલો વિશ્વનો સૌથી લાંબો હાઇ-સ્પીડ રેલમાર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો.

આ પણ વાંચો | 25 ડિસેમ્બરનો ઇતિહાસ : નાતાલની ઉજવણી; સુશાસન દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

26 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અમર શહીદ ઉધમ સિંહ (1899) – સ્વતંત્રતા સેનાની.
  • પ્રકાશ આમટે (1948) – પ્રખ્યાત સામાજિક કાર્યકર અને ડૉક્ટર છે.
  • માબેલા એરોલ (1935) – ભારતીય સામાજિક કાર્યકર્તા મહિલા હતી.
  • વિદ્યાનંદ જી મહારાજ (1935) – પ્રખ્યાત સંત-મહાત્માઓ પૈકીના એક છે.
  • થોમસ ગ્રે (1716) – 18મી સદીના પ્રખ્યાત અંગ્રેજી કવિ પૈકીના એક.
  • તારક મહેતા (1929) – ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને લેખક હતા.

આ પણ વાંચો | 24 ડિસેમ્બરનો ઇતિહાસ: ક્યા એથ્લેટિક્સને ગોલ્ડન બોય કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક દિવસ કેમ ઉજવાય છે?

26 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • પંકજ સિંહ (2015) – સમકાલીન હિન્દી કાવ્યના મહત્વના કવિ.
  • એસ. બંગારપ્પા (2011) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી અને કર્ણાટકના ભૂતપૂર્વ 12માં મુખ્ય પ્રધાન.
  • શંકરદયાલ શર્મા (1999) – ભારતના નવમાં રાષ્ટ્રપતિ.
  • રામ સ્વરૂપ (1998) – વૈદિક પરંપરાના અગ્રણી બૌદ્ધિક હતા.
  • કે.કે. શંકર પિલ્લઈ (1989) – શંકર તરીકે જાણીતા, પ્રખ્યાત ભારતીય કાર્ટૂનિસ્ટ હતા.
  • બીના દાસ (1986) – ભારતની મહિલા ક્રાંતિકારી પૈકીના એક.
  • યશપાલ (1976) – હિન્દીના સફળ વાર્તાકાર અને નિબંધ લેખક
  • ગોપી ચંદ ભાર્ગવ (1966) – ‘ગાંધી મેમોરિયલ ફંડ’ના પ્રથમ પ્રમુખ, ગાંધીવાદી નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને પંજાબના પ્રથમ મુખ્યમંત્રી.
  • ભુપેન્દ્રનાથ દત્ત (1961) – ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખ્યાત ક્રાંતિકારી, લેખક અને સમાજશાસ્ત્રી હતા.
  • બાબર (1530) – મુઘલ સમ્રાટ.

આ પણ વાંચોઃ 23 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં કિસાન દિવસ કોની યાદમાં ઉજવાય છે?

ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી શરૂ થઇ (Veer Bal Diwas)

26 ડિસેમ્બરના રોજ ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંના ચાર પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 1704નો ડિસેમ્બરનો મહિના હતો. 20 ડિસેમ્બરે કડકડતી ઠંડીમાં મુઘલ સેનાએ આનંદપુર સાહિબ કિલ્લા પર અચાનક હુમલો કર્યો. ગુરુ ગોવિંદ સિંહ તેમને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ તેમના સૈન્યદળે સમયની નાંડ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિંદ સિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો. સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદ સિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો. ગુરુ ગોવિંદની સાથે, તેમના બે મોટા રાજકુમાર – બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ ચમકૌર પહોંચ્યા. જ્યારે ત્યાં, તેમની માતા ગુજરી બે નાના પૌત્રો- બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહ સાથે રહી ગયા. તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા.

આ પણ વાંચો | 22 ડિસેમ્બરનો ઇતિરાસઃ રાષ્ટ્રીય ગણિત દિવસ કોની યાદીમાં ઉજવાય છે? શીખ ધર્મના છેલ્લા ગુરુ કોણ હતા?

ગંગુ માતા ગુજરીને તેના બે પૌત્રો સાથે તેના ઘરે લાવ્યો. એવું કહેવાય છે કે માતા ગુજરી પાસે સોનાના સિક્કા જોઈને ગંગુના મનમાં લાલચ જાગી અને ઈનામ મેળવવાની લાલસામાં તેણે કોટવાલને માતા ગુજરી વિશે જાણ કરી. માતા ગુજરીની તેમના બે નાના પૌત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને સરહંદના નવાબ વઝીર ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા. વઝીરે બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને ઈસ્લામ સ્વીકારવા જણાવ્યું જો કે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. આથી નવાબે 26 ડિસેમ્બર, 1704ના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા, જ્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઇને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઈતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ 21 ડિસેમ્બરનો ઇતિહાસ: રેડિયમની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી? જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ