Today history 27 December : આજે તારીખ 27 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો 113 વર્ષ પૂર્વે આજના દિવસે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવામાં આવ્યુ હતું. ઉપરાંત આજે બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો જન્મદિન છે તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનિઝર ભુટ્ટોની આજની તારીખે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના પણ આજની તારીખે જ થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
27 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2008 – ‘તારે જમીન પર’ ફિલ્મને વી. શાંતારામ એવોર્ડ સમારોહમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આશા એન્ડ કંપનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું.
- 2007 – પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- 2004 – ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં બાંગ્લાદેશને હરાવીને 2-1થી સિરિઝ જીતી.
- 2002 – યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘ઇવ’ નામના પ્રથમ માનવ ક્લોનનો જન્મ થયો.
- 2001 – અમેરિકા અને રશિયા ભારત-પાકિસ્તાન યુદ્ધને રોકવા માટે સક્રિય; લશ્કર-એ-તૈયબાએ અબ્દુલ વાહિદ કાશ્મીરીને તેના નવા વડા તરીકે નિયુક્ત કર્યા; સંયુક્ત રાષ્ટ્રએ પાક આતંકવાદી સંગઠન ‘ઉમ્મા-એ-તામીર-એ-બો’ના એકાઉન્ટ સીલ કરવાનો આદેશ આપ્યો છે.
- 2000 – ઓસ્ટ્રેલિયામાં લગ્નેત્તર સંબંધોને કાનૂની માન્યતા.
- 1998 – ચીનના પરમાણુ કાર્યક્રમના પિતા વાંગકાન ધાંગનું મૃત્યુ.
- 1985 – યુરોપના વિયેના અને રોમ એરપોર્ટ પર ઉગ્રવાદીઓના હુમલામાં 16 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા.
- 1979 – અફઘાનિસ્તાનમાં રાજકીય પરિવર્તન અને લશ્કરી ક્રાંતિમાં હફિઝુલ્લા અમીનની હત્યા. સોવિયેત સેનાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું.
- 1975 – ઝારખંડના ધનબાદ જિલ્લામાં આવેલા ચાસનાલા કોલસાની ખાણ દુર્ઘટનામાં 372 લોકો મૃત્યુ પામ્યા.
- 1972 – ઉત્તર કોરિયામાં નવું બંધારણ અમલમાં આવ્યું.
આ પણ વાંચો | 26 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં વીર બાળ દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે? શીખ ધર્મ માટેકેમ ખાસ દિવસ છે
- 1961 – બેલ્જિયમ અને કોંગો વચ્ચે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થયા.
- 1960 – ફ્રાન્સે પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1945 – વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા માટે વિશ્વ બેંકની સ્થાપના કરવામાં આવી. 29 સભ્ય દેશો સાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના.
- 1939 – તુર્કીમાં ભૂકંપના કારણે લગભગ ચાલીસ હજાર લોકોના મોત થયા.
- 1934 – પર્શિયાના શાહે પર્શિયાનું નામ બદલીને ઈરાન કરવાની જાહેરાત કરી.
- 1911 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશન દરમિયાન પ્રથમ વખત ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું.
- 1861 – કલકત્તા (હાલ કોલકાતા)માં પ્રથમ વખત ચાની જાહેર હરાજી યોજાઈ.
આ પણ વાંચો | 25 ડિસેમ્બરનો ઇતિહાસ : નાતાલની ઉજવણી; સુશાસન દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?
26 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- સલમાન ખાન (1965) – બોલિવૂડ અભિનેતા.
- લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા (1942) – પરમ વીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
- નિત્યાનંદ સ્વામી (1927) ઉત્તરાખંડના પ્રથમ મુખ્યમંત્રી.
- ઉજ્જવલ સિંહ (1895) – પંજાબના મુખ્ય શીખ કાર્યકર્તા હતા.
- ગાલિબ (1797) – ઉર્દૂ-ફારસીના પ્રખ્યાત કવિ.
આ પણ વાંચો | 24 ડિસેમ્બરનો ઇતિહાસ: ક્યા એથ્લેટિક્સને ગોલ્ડન બોય કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક દિવસ કેમ ઉજવાય છે?
113 વર્ષ પૂર્વ પહેલીવાર આજના દિવસે પહેલીવાર ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું
113 વર્ષ પૂર્વ પહેલીવાર આજના દિવસે ભારતના રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું હતું. ‘જન ગણ મન’ એ ભારતનું રાષ્ટ્રગાન છે, જે મૂળરૂપે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળીમાં લખાયેલું છે. 24 જાન્યુઆરી, 1950ના રોજ, બંધારણ સભામાં ‘જન ગણ મન’ ના હિન્દી ભાષાંતરને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું હતું.
‘જન ગણ મન’ રાષ્ટ્રગાન સૌપ્રથમ 27 ડિસેમ્બર, 1911ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં બંગાળી અને હિન્દી ભાષાઓમાં ગાવામાં આવ્યું હતું. આ સમગ્ર રાષ્ટ્રગાનમાં પાંચ પંક્તિઓ છે. રાષ્ટ્રગાન ગાવાનો સમયગાળો 52 સેકન્ડનો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ‘વંદે માતરમ્’ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે.
આ પણ વાંચોઃ 23 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં કિસાન દિવસ કોની યાદમાં ઉજવાય છે?
26 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- સુનીલ કોઠારી (2020) – પ્રખ્યાત ભારતીય નૃત્ય ઇતિહાસકાર, વિદ્વાન અને વિવેચક હતા.
- ફારુક શેખ (2013) – પ્રખ્યાત બોલીવુડ અભિનેતા
- મારેમ્બમ કોઈરાંગ સિંહ (1994) – ભારતના મણિપુર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.
- બેનઝીર ભુટ્ટો (2007) – પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો | 22 ડિસેમ્બરનો ઇતિરાસઃ રાષ્ટ્રીય ગણિત દિવસ કોની યાદીમાં ઉજવાય છે? શીખ ધર્મના છેલ્લા ગુરુ કોણ હતા?





