આજનો ઇતિહાસ 29 મે : ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે, વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે

Today history 29 May : આજે 29 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે અને વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
May 29, 2023 06:33 IST
આજનો ઇતિહાસ 29 મે : ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે, વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે
દર વર્ષે 29 મેના રોજ ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે ઉજવાય છે.

Today history 29 May : આજે 29 મે 2023 (29 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે (international mount everest day) અને વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે (World Digestive Health Day) છે. જાણો ઇતિહાસની તવારીખમાં (29 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

29 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1990 – બોરિસ યેલત્સિન સોવિયેત સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા.
  • 1999 – નાઇજીરીયામાં નાગરિક સત્તાની સ્થાપના.
  • 2003 – બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર ઇરાકના પુનર્નિર્માણ કાર્યનું મૂલ્યાંકન કરવા બસરા પહોંચ્યા.
  • 2004 – મ્યાનમારમાં ચક્રવાત તોફાનમાં 140 લોકોના મોત થયા હતા. પાકિસ્તાને પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન પરના પ્રતિબંધો હળવા કર્યા.
  • 2007 – જાપાનની રિયો મોરી મિસ યુનિવર્સ 2007 બની.
  • 2008 – ભારતીય જનતા પાર્ટીના નેતા વીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ માયસ્પેસ સાથે ઈ-મેલ કરાર કર્યો. નેપાળી સરકારે રાષ્ટ્રધ્વજને માન્યતા આપી, રાજાશાહી અને પ્રજાસત્તાકના અંતની ઘોષણા કરીને, શાહી મહેલો સહિત દેશના તમામ ભાગોમાંથી રાજાશાહીના તમામ પ્રતીકોને દૂર કર્યા.
  • 2010 – અમેરિકન વહીવટીતંત્રે સપ્ટેમ્બર 2008માં યુએસ અને ભારત વચ્ચેના 123 કરારમાં ત્યજી દેવાયેલા પરમાણુ ઇંધણને રિ-પ્રોસેસિંગ કરવાના પાસા પર સંમતિ જાહેર કરી. ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે હેનાન પ્રાંતના લુઓયાંગમાં પ્રાચીન 1લી સદીના શ્વેતાશ્વ વ્હાઇટ હોર્સ ટેમ્પલ સંકુલમાં ભારતીય શૈલીના બૌદ્ધ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ભારત દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા હતી. તેના નિર્માણમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચોઃ 28 મેનો ઇતિહાસ : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ડે, વીર સાવરકરનો જન્મદિવસ

ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે

આજે ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે (international mount everest day) છે. 68 વર્ષ પહેલા 29 મે, 1953ના રોજ સવારે 11.30 કલાકે ન્યુઝીલેન્ડના એડમન્ડ હિલેરી અને નેપાળના તેનઝિંગ નોર્ગેએ 29 હજાર 32 ફૂટ ઊંચા એવરેસ્ટના શિખર પર પહેલું પગલું ભર્યું હતું. આથી નેપાળે વર્ષ 2008માં જ્યારે પ્રખ્યાત પર્વતારોહક એડમન્ડ હિલેરીનું નિધન થયું ત્યારે તેમની યાદમાં 29 મેને આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બૌદ્ધ પરંપરા અનુસાર, તેનઝિંગે પર્વતની ટોચ પર દેવતાઓને બરફમાં દબાવીને મીઠાઈઓ અને બિસ્કિટ અર્પણ કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર, નેપાળ અને ભારતના ધ્વજ સાથે ફોટા ખેંચ્યા હતા અને તળેટી તરફ પરત આવવાનું શરૂ કર્યુ હતું.

આ પણ વાંચોઃ 27 મેનો ઇતિહાસ : જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાનની પુણ્યતિથિ

વર્લ્ડ ડાયજેસ્ટિવ ડે

આજે વર્લ્ડ ડાયજેસ્ટિવ ડે (World Digestive Health Day:) છે. વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે 29 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પાચન તંત્રના મહત્વ વિશે જણાવવાનો છે. વિશ્વ ગેસ્ટ્રોએન્ટેરોલોજી સંસ્થા દ્વારા શરીરમાં પાચન સમસ્યાઓ, તેના નિવારણ વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આજની આધુનિક લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીની ખરાબ આદાતને કારણે મોટાભાગના લોકો પેટ અને પાચન તંત્ર સંબંધિત બીમારીથી પીડિત છે.

આ પણ વાંચોઃ 26 મેનો ઇતિહાસ : રાષ્ટ્રીય ધાતુ દિવસ, એઇડ્સની બીમારી ચિમ્પાન્ઝીથી ફેલાઇ હોવાનું પુરવાર થયું

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • એલ. મુરુગન (1977) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને વકીલ.
  • મદન કશ્યપ (1954) – ભારતના જાણીતા કવિ છે.
  • હુલ્લાદ મુરાદાબાદી (1942)- ભારતના પ્રખ્યાત વ્યંગ કવિ હતા.
  • કન્હૈયાલાલ મિશ્ર પ્રભાકર (1906) – હિન્દીના જાણીતા નિબંધકાર.
  • રામાનંદ ચેટર્જી (1865)- પત્રકારત્વ વિશ્વના પ્રગતિશીલ વ્યક્તિત્વ હતા.

આ પણ વાંચોઃ 25 મે : વિશ્વ થાઇરોઇડ દિવસ – શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થતા બીમારી લાગુ પડે છે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • યોગેશ (ગીતકાર) (2020) – એક પ્રખ્યાત ભારતીય ગીતકાર અને લેખક હતા.
  • અજીત જોગી (2020) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા.
  • ચૌધરી ચરણ સિંહ (1987) – ભારતના પાંચમા વડાપ્રધાન, જેમને ખેડૂતોનો અવાજ ઉઠાવનાર ઉગ્ર નેતા માનવામાં આવતા હતા.
  • સુનિતિ કુમાર ચેટર્જી (1977) – ભારતના પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને શિક્ષણવિદ્
  • પૃથ્વીરાજ કપૂર (1972) – હિન્દી ફિલ્મ અને થિયેટર અભિનયના ઇતિહાસ પુરૂષ, જેમણે મુંબઈમાં ‘પૃથ્વી થિયેટર’ની સ્થાપના કરી.
  • લોકરામ નયનરામ શર્મા (1933) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને આયોજક

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 24 મે : કોમનવેલ્થ ડે, બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાનો જન્મદિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ