આજનો ઇતિહાસ 4 એપ્રિલ : જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ, વિશ્વ ઉંદર દિવસ

Today history 4 April : આજે 4 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ છે. ઉપરાંત આજના દિવસે આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ, વિશ્વ ઉંદર દિવસ અને નેશનલ વિટામીન-સી ડે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : April 04, 2023 12:20 IST
આજનો ઇતિહાસ 4 એપ્રિલ : જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ, વિશ્વ ઉંદર દિવસ
આજે તીથ અનુસાર જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ છે

Today history 4 April : આજે 4 એપ્રિલ 2023 (4 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ (International Carrot Day) , વિશ્વ ઉંદર દિવસ (World Rat Day) અને નેશનલ વિટામીન-સી ડે (National Vitamin C Day) ઉજવાય છે. હિન્દુ પંચાગ અનુસાર આજે જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામીની જન્મજયંતિ (mahavir swami jayanti) છે. જાણો ઇતિહાસની તવારીખમાં (4 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

4 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1905 – કાંગડા ઘાટીમાં ભૂકંપમાં 20,000 લોકો માર્યા ગયા.
  • 1949 – નોર્થ એટલાન્ટિક મિલિટરી ઓર્ગેનાઈઝેશન (NATO) ની સ્થાપના થઈ, જે પ્રારંભિક શીત યુદ્ધનું પરિણામ છે.
  • 1979 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી.
  • 1994 – તિબેટીયન ધાર્મિક નેતા દલાઈ લામા દ્વારા તિબેટીયન છોકરા ઉગેન થીનલી દોરજીને નવા કર્મપા તરીકે ઘોષણા.
  • 1997 – ખરીદ શક્તિની દ્રષ્ટિએ, વિશ્વ બેંકે ભારતને વિશ્વનો પાંચમો સૌથી મોટો અર્થતંત્ર દેશ જાહેર કર્યો.
  • 2001 – ચીનનો અમેરિકાના એરક્રાફ્ટ અને ક્રૂ પરત કરવાનો ઇનકાર, ફિલિપાઇન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એરુત્રાદા સામે આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો.
  • 2004 – માઓવાદીઓએ ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ પર 18 ભારતીય ઓઇલ ટેન્કરોને આગ ચાંપી.
  • 2006-ઇરાકના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન સામે નવા આરોપો.
  • 2008 – દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાએ ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું. પાકિસ્તાનની નવી સરકારે મેજર જનરલ નદીમને આર્મી ઈન્ટેલિજન્સ ચીફના પદ પરથી હટાવી દીધા છે.
  • 2010 – માઓવાદીઓ દ્વારા ભારતના ઓરિસ્સાના કોરાપુટ જિલ્લામાં લેન્ડમાઈન વિસ્ફોટમાં દસ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા.

આજનો ઇતિહાસ

આ પણ વાંચોઃ 3 એપ્રિલનો ઇતિહાસ : 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફીલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિન

આંતરરાષ્ટ્રીય ગાજર દિવસ, વિશ્વ ઉંદર દિવસ અને નેશનલ વિટામીન-સી ડે ઉજવાય છે.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • માખન લાલ ચતુર્વેદી (1889) – હિન્દી કવિ, લેખક, પત્રકાર.
  • નૃપેન ચક્રવર્તી (1905) – માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના રાજકારણી હતા.
  • બેગમ એઝાઝ રસૂલ (1908) – ભારતીય બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય હતા.
  • બાપુ નાડકર્ણી (1933) – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
  • પરવીન બાબી (1949) – ભારતીય અભિનેત્રી
  • પલ્લવી જોશી (1969) – ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી.
  • લિસા રે (1972) – ભારતીય અભિનેત્રી અને ફેશન મોડલ
  • સિમરન (1976) – ભારતીય અભિનેત્રી

આ પણ વાંચોઃ 2 એપ્રિલનો ઇતિહાસ : વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ, અજય દેવગનનો બર્થ ડે

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • શશિકલા (2021) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત વિલનમાંથી એક હતા.
  • ખલીલ ધનતેજવી (2021) – ગુજરાતના પ્રખ્યાત કવિ ગઝલકાર હતા.
  • વેદવતી વૈદિક (2019) – મુખ્ય ઉપનિષદોના આખ્યાનો, વિભાવનાઓ, પદો અને શબ્દોના તર્કસંગત વ્યાખ્યાનકાર.
  • હંસા મહેતા (1995) – ભારતના પ્રખ્યાત સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણશાસ્ત્રી.
  • અજ્ઞેય સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન (1987) – હિન્દીના પ્રખ્યાત લેખક.
  • ગંગાધર મેહરે (1924) – ઉડિયા ભાષાના પ્રખ્યાત કવિ હતા.

આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 1 એપ્રિલ : ઓડિશા સ્થાપના દિન, RSSના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ