Today history 9 January : આજે તારીખ 9 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખ 9 જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા અને ભારતની સ્વતંત્રતા માટે પ્રેરણા બન્યા હતા. તેની યાદીમાં વર્ષ 2003થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. તો કોંગ્રેસ પાર્ટીના નેતા, ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીની પુણ્યતિથિ પણ આજે છે. તેમનું આજની તારીખે વર્ષ 2021માં અવસાન થયુ હતુ. ઉપરાંત પ્રસિદ્ધ પર્યાવરણવિદ અને ચિપકો આંદોલનના પ્રમુખ નેતા સુંદરલાલ બહગુણા, હિન્દી ફિલ્મોના પ્લેબેક સિંગર મહેન્દ્ર કપૂર, અભિનેતા ફરહાન અખ્તર, પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ તેમજ બાયોકેમિસ્ટ ફિઝિયોલોજીના ક્ષેત્રમાં મેડિસિનનું નોબેલ પારિતોષિકથી સમ્માનિત ભારતીય વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાનાનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
9 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ KYCના નિયમોમાં સુધારો કર્યો. સુધારેલા નવા માપદંડો હેઠળ નાણાંકીય સંસ્થાઓને વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ પગલું બેંકો અને ધિરાણ સંસ્થાઓને દૂર બેઠેલા ગ્રાહકોનું વેરિફિકેશન કરવામાં મદદ કરશે.
- સૌથી પહેલા HDFC બેંકે myApps એપ્લિકેશન લોન્ચ કરી. આ એપનો હેતુ ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.
- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે યુરોપિયન યુનિયન (EU) ના સભ્યોને ચોખાની નિકાસ માટેની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે.
- અરુણાચલ પ્રદેશ વિધાનસભાએ નવો લોગો અપનાવ્યો.
- 2012 – લિયોનેલ મેસીએ સતત બીજા વર્ષે ફિફાનો બેલોન ડી’ઓર (શ્રેષ્ઠ ફૂટબોલર) એવોર્ડ જીત્યો.
- 2011 – ઈરાન એરની ફ્લાઇટ નંબર 277 ક્રેશ થઈ, 77 લોકોના મોત.
- 2010 – સીબીઆઈએ રુચિકા કેસની તપાસ કરવાની હરિયાણા સરકારની વિનંતી સ્વીકારી.
- 2009 – લોકસભાના સ્પીકર સોમનાથ ચેટરજીને જાહેર ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવા બદલ બેબી જાન ફાઉન્ડેશન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા.
- 2008 – હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી ‘પ્રેમ કુમાર ધૂમલે’ તેમની કેબિનેટમાં નવ મંત્રીઓને સામેલ કર્યા.
- શ્રીલંકાની સેનાએ એલટીટીઈનો વિસ્તાર કબજે કર્યો.
- 2007 – જાપાનમાં પ્રથમ રાજ્ય મંત્રાલયની રચના કરવામાં આવી.
- 2005 – અરાફાતને ‘પેલેસ્ટિનિયન લિબરેશન ઓર્ગેનાઈઝેશન’ના ટોચના પદ પરથી હટાવવા માટે ચૂંટણી.
- પી.એલ.ઓ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસનો વિજય.
- 2003 – પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત.
આ પણ વાંચો | 8 જાન્યુઆરીનો ઇતિહાસ : આજે પૃથ્વી પરિભ્રમણ દિવસ છે, પૃથ્વી કેટલી ઝડપથી ફરે છે?
મહાત્મ ગાંધીજીનું આફ્રિકાથી પરત આગમન અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી
9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003માં શરૂ કરવામાં આવી છે. પ્રવાસી ભારતીય દિવસનો સંબંધ મહાત્મા ગાંધીજી સાથે છે. 9 જાન્યુઆરી 1915ને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે જ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને છેવટે વિશ્વભરના ડાયસ્પોરા અને વસાહતી શાસન હેઠળના લોકો અને ભારતના સફળ સ્વતંત્રતા સંગ્રામ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ દિવસ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ એ વિદેશી ભારતીય બાબતોના મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે. વિદેશી ભારતીય સમુદાય એટલે કે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા 2.5 કરોડથી વધારે હોવાનો અંદાજ છે. જે વિશ્વના દરેક મોટા ક્ષેત્રમાં ફેલાયેલા છે અને કોઈ એક ભારતીય ડાયસ્પોરા વિશે વાત કરી શકાતી નથી. વિદેશી ભારતીય સમુદાય એ સ્થળાંતરનું પરિણામ છે જે સેંકડો વર્ષોથી થઇ રહ્યું છે અને વેપારવાદ, સંસ્થાનવાદ અને વૈશ્વિકીકરણ જેવા વિવિધ પરિબળોથી પ્રેરિત છે.
આ પણ વાંચો | 7 જાન્યુઆરીનો ઇતિહાસ: મહાયાન નવું વર્ષ ક્યાં ધર્મનો તહેવાર છે, કેમ ઉજવાય છે?
- 2001 – બાંગ્લાદેશમાં હિંદુઓની સંપત્તિ પરત કરવા માટેનું બિલ મંજૂર થયું.
- 1991-અમેરિકન અને ઇરાકી પ્રતિનિધિઓ ઓમાન પર ઇરાકના કબજા અંગે જીનીવા શાંતિ બેઠકમાં મળ્યા.
- 1982- ભારતની પ્રથમ વૈજ્ઞાનિક ટીમ એન્ટાર્કટિકા પહોંચી.
- 1970 – સિંગાપોરમાં બંધારણ અપનાવવામાં આવ્યું.
- 1941- યુરોપિયન દેશ રોમાનિયાની રાજધાની બુકારેસ્ટમાં છ હજાર યહૂદીઓની હત્યા કરવામાં આવી.
- 1923 – જુઆન ડે લા સિએર્વાએ પ્રથમ ‘ઓટોગાયરો ફ્લાઇટ’ બનાવી.
- 1918 – ભાલૂ ઘાટીનું યુદ્ધ: રેડ ઇન્ડિયન અને અમેરિકન સૈનિકો વચ્ચેની અંતિમ લડાઈ શ- બેટલ ઓફ બેર વેલીની શરૂઆત થઇ.
- 1915 – દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ મહાત્મા ગાંધી મુંબઈ પહોંચ્યા.
- 1914 – મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.
- 1816 – સર હમ્ફ્રે ડેવીએ ખાણિયાઓ માટે પ્રથમ ‘ડેવી લેમ્પ’નું પરીક્ષણ કર્યું.
- 1792 – તુર્કી અને રશિયાએ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1768 – ફિલિપ એસ્ટલીએ સૌપ્રથમ ‘આધુનિક સર્કસ’નું પ્રદર્શન કર્યું.
- 1718 – ફ્રાન્સે સ્પેન સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1431 – ફ્રાન્સમાં ‘જોન ઓફ આર્ક’ સામે કેસની સુનાવણી શરૂ થઈ.
આ પણ વાંચો | 6 જાન્યુઆરીનો ઇતિહાસ: વિશ્વ યુદ્ધ અનાથ દિવસ કેમ ઉજવાય છે? દુનિયામાં દરરોજ કેટલા બાળક અનાથ થાય છે?
પ્રવાસી ભારતીય દિવસ (Pravasi Bharatiya Divas)
પ્રવાસી ભારતીય દિવસ (Pravasi Bharatiya Divas) અથવા બિન-નિવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2003થી 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે કારણ કે આ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને આખરે વિશ્વભરના ડાયસ્પોરા અને બ્રિટિશ રાજ હેઠળના લોકો માટે અને ભારતના સફળ સ્વતંત્રતા સંગ્રામ માટે પ્રેરણારૂપ બની ગયા હતા. આ દિવસ દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન તરીકે ઉજવવામાં આવે છે. ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ડાયસ્પોરા ધરાવે છે. પ્રાથમિક અંદાજ દુનિયાના અલગ- અલગ દેશોમાં લગભગ 2.5 કરોડથી વધુ ભારતીયો વિદેશમાં સ્થાયી થયા છે.
આ પણ વાંચો | 5 જાન્યુઆરીનો ઇતિહાસ: પ્રેમનું પ્રતિક તાજમહેલ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન
9 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- હિમા દાસ (2000) – IAAF વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર રેસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.
- શરદ મલ્હોત્રા (1983) – ભારતીય ટેલિવિઝન અભિનેતા.
- ફરહાન અખ્તર (1974) – ભારતીય બોલિવૂડ નિર્દેશક, અભિનેતા, ફિલ્મ નિર્માતા, ગાયક.
- સુનીલ લાહિરી (1961) – ભારતીય અભિનેતા, જેણે સીરીયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી.
- મહેન્દ્ર કપૂર (1934 ) – હિન્દી સિનેમાના પ્રખ્યાત પ્લેબેક સિંગર.
- સુંદરલાલ બહુગુણા (1927) – પ્રખ્યાત પર્યાવરણવાદી અને ‘ચિપકો આંદોલન’ના અગ્રણી નેતા.
- હરગોબિંદ ખુરાના (1922) – બાયોકેમિસ્ટ ફિઝિયોલોજીના ક્ષેત્રમાં મેડિસિનનો નોબેલ પુરસ્કાર મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક.
- રામ સુંદર દાસ (1921) – એક ભારતીય રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી હતા.
- વૃંદાવનલાલ વર્મા (1889) – ઐતિહાસિક નવલકથાકાર અને નિબંધકાર.
- ફાતિમા શેખ (1831) – પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક હતા.
આ પણ વાંચોઃ 4 જાન્યુઆરી સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર મોહમ્મદ અલી જોહરનો પુણ્યતિથિ
8 જાન્યુઆરી – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- કમર જલાલાબાદી (2003) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર અને કવિ.
- છોટુરામ (1945) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા.
- નેપોલિયન બોનાપાર્ટ તૃતીય (1873) – 19મી સદીના સૌથી હિંમતવાન યુરોપીયન શાસકોમાં ગણાતા નેપોલિયન બોનાપાર્ટ IIIનું અવસાન થયું.
- સત્યેન્દ્રનાથ ઠાકુર (1923) – ભારતના પ્રથમ વહીવટી સેવા અધિકારી.
- સર છોટુરામ (1945) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય રાજકારણી.
- કમર જલાલાબાદી (2003) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત ગીતકાર અને કવિ.
- રવિન્દ્ર કાલિયા (2016) – પ્રખ્યાત નવલકથાકાર, વાર્તાકાર હતા.
- ઓબેદ સિદ્દીકી (2020) – જાણીતા શિક્ષણશાસ્ત્રી અને કવિ.
- માધવ સિંહ સોલંકી (2021) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા, ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી હતા.
આ પણ વાંચોઃ 3 જાન્યુઆરીનો ઇતિહાસ: ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ છે? ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે કેમ ઉજવાય છે?