ધનતેરસની પૂર્વ રાત્રીએ મધ્ય પ્રદેશમાં બસનો ભયંકર અકસ્માત, 12ના લોકોના મોત, 40થી વધારે ઘાયલ

Madhya Pradesh big accident news: બસ અને ટ્રેઈલરની અથડામણમાં 12 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. 40 ઘાયલોમાંથી 20ને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Madhya Pradesh big accident news: બસ અને ટ્રેઈલરની અથડામણમાં 12 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. 40 ઘાયલોમાંથી 20ને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

પ્રતિકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રીવાના સોહાગી ટેકરી પાસે બસ અને ટ્રેઈલરની અથડામણમાં 12 લોકોના મોત અને 40 લોકો ઘાયલ થયા છે. 40 ઘાયલોમાંથી 20ને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રીવાના એસપી નવનીત ભસીને જણાવ્યું કે બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. બસમાં સવાર તમામ લોકો યુપીના રહેવાસી છે.

Advertisment

બસ અને ટ્રેઈલરની ટક્કર એટલી બધી ભયાનક હતી કે બસમાં બેઠેલા 12 લોકોના મોત થયા છે. આ ઘટના પછી ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ ત્રણ લોકોના મોત થયા હતા. સાથે જ કેટલાક લોકોને પ્રયાગરાજ રિફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બસમાં 70થી વધુ મુસાફરો સવાર હતા. ઘાયલોમાં મોટાભાગના મજૂરો છે. દિવાળીની ઉજવણી કરવા બધા ઘરે પરત ફરી રહ્યા હતા.

બધા ઘાયલોને પ્રયાગરાજ રીફર કરાયા હતા

આ અકસ્માત રીવા નજીક નેશન હાઈવે-30 પર થયો હતો. સોહાગી ટેકરી પરથી ઉતરતી વખતે બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત સ્થળે પહોંચેલી સોહાગી પોલીસે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રના નાસિકમાં ભીષણ દુર્ઘટના, બસમાં આગ લાગતા બાળક સહતિ 11 લોકોના મોત, અનેક 15 ઘાયલ

Advertisment

બધા ઘાયલોને પ્રયાગરાજ રીફર કરાયા હતા

આ અકસ્માત રીવા નજીક નેશન હાઈવે-30 પર થયો હતો. સોહાગી ટેકરી પરથી ઉતરતી વખતે બસ આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત સ્થળે પહોંચેલી સોહાગી પોલીસે બસમાં ફસાયેલા મુસાફરોને રેસ્ક્યૂ કર્યા હતા. ઘાયલોને તુરંત એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. પોલીસની મુજબ, શુક્રવારની રાત્રે લગભગ 11.30 વાગ્યે ટેકરીના ઘાટીમાં અકસ્માત થયો હતો. બસ હૈદરાબાદથી રીવાના રસ્તે ગોરખપુર જય રહી હતી, જ્યાં ટેકરીથી ઉતરતી વખતે સમય અકસ્માતનો શિકાર બની હતી હતી. એવું કહેવાયું છે કે બસની કેબિનમાં પણ કેટલાક લોકો ફસાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-કેરળમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, કુલ 9ના મોત, 38 ઘાયલ

CM શિવરાજ સિંહએ શોક વક્ત કર્યો

CM શિવરાજ સિંહે શોક વક્ત કર્યો હતો. માધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો. તેમને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, " રીવામાં થયેલો દર્દનાક સડક અકસ્માતમાં ઘણા લોકોનું અકાળે અવસાન અત્યંત દુઃખદ અને દુઃખદાયક છે. દિવંગત આત્માઓને તમારા ચરણોમાં શાંતિ મળે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, " રીવામાં હૈદરાબાદથી ગોરખપુર જઈ રહેલી એક પેસેન્જર બસના દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા. હું આ અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય."

અકસ્માત દેશ