Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
ક્રાઇમ ન્યૂઝ

ગુજરાત: નશામાં ધૂત થઇ દારૂડિયાએ કહ્યું...'બેફામ દારૂનું વેચાણ થવું જોઇએ', વીડિયો વાયરલ

Gujarat: સોશિયલ મીડિયા (Social media) પર બૂલેટ ગતિએ વાયરલ થઇ રહેલો વીડિયો ગુજરાતના ગાંધીનગરનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં રોડની કિનારે ઉભો રહેલા વ્યક્તિને રિપોટરે સવાલ કર્યો હતો કે, થોડો ચુસ્ત લાગે છો? જેના જવાબમાં એ વ્યક્તિએ કહ્યું હતું કે, હું દારૂ પીઉં છું.

Written bymansi bhuva

Gujarat: સોશિયલ મીડિયા (Social media) પર બૂલેટ ગતિએ વાયરલ થઇ રહેલો વીડિયો ગુજરાતના ગાંધીનગરનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં રોડની કિનારે ઉભો રહેલા વ્યક્તિને રિપોટરે સવાલ કર્યો હતો કે, થોડો ચુસ્ત લાગે છો? જેના જવાબમાં એ વ્યક્તિએ કહ્યું હતું કે, હું દારૂ પીઉં છું.

author-image
mansi bhuva
14 Nov 2022 15:23 IST
પર અપડેટ કર્યું 14 Nov 2022 15:23 IST

Follow Us

New Update

ગુજરાતમાં દારૂબંધીનો લીરેલીરા ઉડતો વધુ એક વીડિયો વાયરલ

ગુજરાતમાં સખ્તપણે દારૂબંધી (Liquor Ban In Gujarat) છે. પરંતુ તેના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે. ગાંધીનુ ગુજરાત દારૂનગરી બનતું હોય તેવું દેખાઇ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election) લઇ રાજકારણ ગરમાયું છે. તેમજ નેતાઓનો ગુજરાતમાં જમાવડો છે.

Advertisment

વીવીડિયો બન્યો ચર્ચાનો વિષય

આ સાથે મેદાને ઉતરેલા પત્રકારો પણ ગુજરાતના છેવાડાના ખુણેખુણે જઇ તેમની સમસ્યાઓ અને તથ્યને ઉજાગર કરે છે. તાજેતરમાં ધ લલ્લનટોપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં ગુજરાતમાં એક વ્યક્તિ નશામાં ધૂત જોવા મળી રહ્યો છે.

બૂલેટ ગતિએ વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર બૂલેટ ગતિએ વાયરલ થઇ રહેલો વીડિયો ગુજરાતના ગાંધીનગરનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં રોડની કિનારે ઉભો રહેલા વ્યક્તિને રિપોટરે સવાલ કર્યો હતો કે, થોડો ચુસ્ત લાગે છો? જેના જવાબમાં એ વ્યક્તિએ કહ્યું હતું કે, હું દારૂ પીઉં છું. જેને લઇને રિપોટરે બીજો પ્રશ્ન કર્યો હતો કે, ગુજરાતમાં દારૂ તો નથી મળતી. જે અંગે દારૂડિયો જવાબ આપે છે કે, ગુજરાતમાં ગુજરાતી પણ મળે છે અને પંજાબી પણ મળે છે. આ વ્યક્તિએ તેનું નામ ઘનશ્યામ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર ડેટોનેટર લગાવી ટ્રેક ઉડાવી દેવાનો પ્રયત્ન કરાયો, ઘટનાથી હડકંપ

Advertisment

'ચહેરો ફક્ત દારૂથી ધોવા માંગે છે'

અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિ નાના-મોટું કામ કરીને જે આવક મેળવે તેનો તે દારૂ પી જાય છે. ત્યારે આ દારુડિયાની એક માંગ છે કે, ગુજરાતમાં બેફામ દારૂ વેચાય. આ વ્યક્તિ સવારે ઉઠી દારૂથી ચહેરો સાફ કરવા માંગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. જેને લઇને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લોકોની પ્રતિક્રિયાઓ

@GautamS390876 યુઝરે લખ્યું કે, હું ગુજરાતનો રહેવાસી છું, હું સાચું બોલીશ. ગુજરાતમાં દર કિલોમીટરના અંતરે દારૂ મળે છે. જેનો ઉત્તર આપતા એક યૂઝરે લખ્યું છે, સરળતાથી દારૂ મળે છે.. પરંતુ દરેક કિલોમીટરે આ થોડું વધારે થઈ ગયું ભાઈ.

દારૂની હોમ ડિલિવરી

આ સાથે @AnkitBaazi યુઝરે લખ્યું કે આ સાહબનું ગુજરાત છે, જે તેણે પોતાના હાથે બનાવ્યું છે. @SirfShayri યુઝરે લખ્યું કે, ગુજરાત અને બિહાર જ એવા બે રાજ્યો છે, જ્યાં દારૂની હોમ ડિલિવરી થાય છે.

આ પણ વાંચો: કાયદો દમનનું શસ્ત્ર ન બનવું જોઈએ, તમામ ચુકાદાઓ પર ધ્યાન આપવાની જરૂર : Cji ચંદ્રચૂડ

બે નંબરમાં દારૂ વેચાય છે

@IamSunilPahal યુઝરે લખ્યું કે, ગુજરાત ડ્રાય સ્ટેટ છે. પરંતુ અહીં બે નંબરમાં દારૂ વેચાય છે. રાજ્યને ભારે નુકસાન થઈ રહ્યું છે. તો @Mohd_Ayaz_ Yuzar એ લખ્યું છે કે,આ દેશમાં જે પણ બ્લેક માર્કેટિંગ વધારવું છે, તેના પર પ્રતિબંધ છે, પછી તે 'દારૂ' હોય કે 'નોટ'. જ્યારે અન્ય એક યૂઝરે પ્રતિક્રિયા આપી છે કે, હું પહેલીવાર ગુજરાત આવ્યો હતો ત્યારે અમને પણ લાગતું હતું કે ગુજરાતમાં દારૂ નહીં મળે, પરંતુ અહીં આવ્યા પછી જાણવા મળ્યું કે તે દરેક જગ્યા કરતાં સૌથી વધુ મળે છે.

ક્રાઇમ ન્યૂઝ દેશ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!