ધનંજય યશવંત યંદ્રચુડ ભારતના સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા બાદ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, કાયદો દમનનું શસ્ત્ર ન બને, પરંતુ ન્યાયનું સાધન બને તેની ખાતરી કરવી દરેકની જવાબદારી છે. તેમણે ઉમેર્યુ કે, નાગરિકોની અપેક્ષાઓ રાખવી ખૂબ જ સારી વાત છે, પરંતુ આપણે સંસ્થાઓ તરીકે કોર્ટની ક્ષમતા અને મર્યાદાઓને પણ સમજવાની જરૂર છે.
ડી.વાય. ચંદ્રચુડે એક સમિટમાં જણાવ્યું હતું કે, “ક્યારેક કાયદો અને ન્યાય એક જ માર્ગને અનુસરતા નથી. કાયદો ન્યાયનું સાધન બની શકે છે પરંતુ કાયદાકીય ઉત્પિડનનું પણ સાધન બની શકે છે. આપણે જાણીએ છીએ કે કેવા અરાજકતાભર્યા સમયમાં જે કાયદાઓ આજે કાયદાના પુસ્તકોમાં અસ્તિત્વમાં છે તે જ કાયદાનો ઉપયોગ દમનના સાધન તરીકે કેવી રીતે થઈ શકે છે. આપણે નાગરિકો તરીકે એવી કેવી રીતે ખાતરી કરીએ કે કાયદો દમનનું શસ્ત્ર નહીં પણ ન્યાયનું સાધન બને?
સુ્પ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “મને લાગે છે કે માત્ર ન્યાયાધીશો એ નહીં, પણ તમામ નિર્ણય લેનારાઓએ કાયદાના અમલીકરણમાં સામેલ થવું જોઈએ. જે બાબત ન્યાયિક સંસ્થાઓને લાંબા સમય સુધી ટકાવી રાખે છે તે છે કરુણાની ભાવના, સહાનુભૂતિની ભાવના અને નાગરિકોની પોકારનો જવાબ આપવાની ક્ષમતા.”
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું, “જ્યારે તમારી પાસે તમારી વ્યવસ્થામાં સાંભળવામાં ન આવેલી અવાજોને સાંભળવાની ક્ષમતા છે, ન દેખાતા ચહેરાઓને જોવાની ક્ષમતા છે અને ત્યાર પછી જુઓ કે કાયદા અને ન્યાય વચ્ચે સંતુલન ક્યાં છે, તો તમે ખરેખર ન્યાયાધીશ તરીકે તમારું મિશન પૂર્ણ કરી શકો છો.” તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાએ એક સૌથી મોટો પડકાર રજૂ કર્યો છે કારણ કે કોર્ટરૂમમાં ન્યાયાધીશ દ્વારા બોલવામાં આવેલા દરેક નાના શબ્દોમાં રીઅલ-ટાઇમ રિપોર્ટિંગ હોય છે અને જજ તરીકે તમારું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે.
ન્યાયાધીશ ચંદ્રચુડે જણાવે છે કે, “આપણે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં જીવીએ છીએ. હું માનું છું કે આપણે ફેશન, રિ-એન્જિનિયરિંગ, નવા ઉકેલો શોધવાની, પુનઃપ્રશિક્ષણ, નવેસરથી ફરી તૈયાર કરવાની, આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે સમજવાનો પ્રયાસ કરવાની અમારી ભૂમિકા પર પુનર્વિચાર કરવાની જરૂર છે, તમે પડકારોનો સામનો કેવી રીતે કરો છો?
આ પણ વાંચોઃ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બનશે ભારતના 50માં CJI, જેમણે પિતાના ચુકાદાને પલટી નાંખ્યો હતો