scorecardresearch

ચૈત્ર નવરાત્રી સાતમું નોરતુંઃ શત્રુ અને ભયનો નાશ કરે છે માતા કાલરાત્રી, જાણો પુજા વિધિ, મંત્ર, કથા અને આરતી

Chaitra Navratri maa kalratri puja vidhi : દુર્ગા સપ્તમશતી અનુસાર માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તમને કાલરાત્રી કહેવાય છે.

Chaitra Navratri, Chaitra Navratri day 7
ચૈત્ર નવરાત્રીમાં કાલરાત્રીની પૂજા

Chaitra Navratri day 7 mata kalratri puja vidhi : ચૈત્ર નવરાત્રીના સાતનું નોરતું માતા કાલરાત્રીની પૂજા અર્ચના કરવામાં ઉજવાય છે. દુર્ગા સપ્તમશતી અનુસાર માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે. શત્રુઓનો નાશ થાય છે. માતાનો રંગ કાળો હોવાના કારણે તમને કાલરાત્રી કહેવાય છે.

માતા કાલરાત્રીનું સ્વરૂપ

જો માતાના સ્વરૂપની વાત કરીએ તો કાલરાત્રીના ત્રણ નેત્ર છે. હાથોમાં ખડગ અને કાંટા છે. સાથે જ તેમની વાહન ગદર્ભ છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ ખુબ જ આક્રામક અને ભયભીત કરનારું હોય છે. માતા કાલરાત્રીની પૂજા કરવાથી વ્યક્તિનો શનિ દોષ, સાડાસાતી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કાલરાત્રી માતાની આરતી, મંત્ર અને ભોગ વિશે સંપૂર્ણ માહિતી..

માતા કાલરાત્રીની પૂજા વિધિ

દરરોજની જેમ વહેલા ઉઠીને સ્નાન કરી લો. સાથે જ સર્વપ્રથમ ભગવાન ગણેશની સ્તુતિ કરો. ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવો. ત્યારબાદ કળશ દેવતાની વિધિવત પૂજા કરો. ત્યારબાદ માતા કાલરાત્રીની પૂજામાં અક્ષત, ધૂપ, રાતરાણીના ફૂલ, ગંધ, રોલી, ચંદનનો ઉપયોગ કરતા પૂજા કરો.

આ પણ વાંચોઃ- ચૈત્ર નવરાત્રીઃ મામા કંસનો વધ કરવા માટે કૃષ્ણએ કરી હતી માતા કાત્યાયનીની પૂજા

માતા કાલરાત્રીનો ભોગ

માતા કાલરાત્રીને ગોળ અને ગોળની બનેલી વસ્તુ પસંદ છે. એટલા માટે મહા સપ્તમીના દિવસે માતારાનીને ગોળમાંથી બનેલી ચીજોનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. માતા કાલરાત્રી પ્રસંન્ન થઇને બધી જ મનોકામના પૂર્ણ કરે છે. માતા કાલરાત્રી હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે અને આ કારણે માતાનું એક નામ શુભંકરી પણ છે.

માતા કાલરાત્રીની આરતી

काल के मुंह से बचाने वाली
दुष्ट संहारिणी नाम तुम्हारा
महा चंडी तेरा अवतारा
पृथ्वी और आकाश पर सारा
महाकाली है तेरा पसारा
खंडा खप्पर रखने वाली
दुष्टों का लहू चखने वाली
कलकत्ता स्थान तुम्हारा
सब जगह देखूं तेरा नजारा
सभी देवता सब नर नार
कृपा करे तो कोई भी दुः ख ना
ना कोई चिंता रहे ना बीमारी
ना कोई गम ना संकट भारी
उस पर कभी कष्ट ना आवे
महाकाली मां जिसे बचावे
तू भी ‘भक्त’ प्रेम से कह
कालरात्रि मां तेरी जय

આ પણ વાંચોઃ- chaitra Navratri upay : ચૈત્ર નવરાત્રીમાં હળદરના આ ચમત્કારી ઉપાય કરો. મળશે સુખ-સમૃદ્ધિની સાથે ધન લાભ

માતા કાલરાત્રીનો બીજ મંત્ર

ॐ देवी कालरात्र्यै नमः
या देवी सर्वभू‍तेषु माँ कालरात्रि रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम

માતા કાલરાત્રીનો પ્રાર્થના મંત્ર

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥
वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा।
वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

Web Title: Chaitra navratri day 7 maa kalratri puja vidhi aarati katha bhog

Best of Express