Panchak May 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિન્દુ ધર્મમાં કોઈ પણ કામ કરતા પહેલા શુભ અને અશુભ મુહૂર્તનું જરૂર ધ્યાન રાખવામાં આવે છે. આવી જ રીતે દર મહિને પાંચ દિવસોનું પંચક લાગે છે. આ દરમિયાન મંગળ અને શુભ કામો કરવાની મનાઇ હોય છે. જ્યારે કેટલાક એવા કામ હોય છે જેના પર મનાઈ હોતી નથી. પંચક પાંચ નક્ષત્રોના મેળથી બને છે. જે ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર છે. આ વાતને સારી રીતે જાણીએ છી કે ચંદ્ર એક રાશિમાં અઢી દિવસ રહે છે. આમ ચંદ્ર પાંચ દિવસમાં બે રાશિઓમાં ભ્રમણ કરે છે. આ પાંચ દિવસો દરમિયાન ચંદ્રમા પાંચ નક્ષત્રોથી પસાર થયા છે. આ કારણે આ પાંચ દિવસને પંચક કહેવામાં આવે છે. આવું દર 27 દિવસ બાદ થાય છે.
પંચકના પ્રકાર
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વારના હિસાબથી પંચકના નામ રાખવામાં આવ્યા છે. દર એક પંચકનો અલગ અલગ અર્થ અને પ્રભાવ હોય છે. જેવી રીતે રવિવારના પંચકને રોગ પંચક, સોમવારના પંચકને રાજ પંચક, મંગળવારના અંગ્નિ પંચક, શુક્રવારના ચોર પંચક અને શનિવારે શરુ થનારા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ- ચંદ્રની રાશિમાં બનશે શુક્ર અને મંગળની યુતિ, આ રાશિઓના શરૂ થશે સારા દિવસો, અપાર ધનલાભનો યોગ
મે 2023માં ક્યારે શરુ થશે પંચક?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 13 મે 2023ના રોજ સવારે 12.18 વાગ્યે શરુ થશે. આનું સમાપન 17 મે 2023ના રોજ સવારે 7.39 વાગ્યા સુધી રહેશે. શનિવારના દિવસે શરુ થવાના કારણે આને મૃત્યુ પંચાક કહેવામાં આવે છે.
મૃત્યુ પંચક કેમ ખતરનાક માનવામાં આવે છે
- મૃત્યુ પંચક દરમિયાન ઘરની છત નાંખવાની મનાઈ હોય છે. કારણ કે આવું કરવાથી એ ઘરમાં રહેનારા લોકો ક્યારે પણ સુખી રહેતા નથી.
- પંચક દરમિયાન ખાટલો બનાવવાની પણ મનાઈ હોય છે. કારણ કે આનાથી અશુભ ફળોની પ્રાપ્તિ થાય છે.
- પંચક કાળ દરમિયાન દક્ષિણ દિશા તરફ યાત્રા કરવી નહીં. જો કોઈ કારણવશ તમારે જવું પડે તો પહેલા ભગવાન હનુમાનને કોઈ ફળનો ભોગ લગાવીને વિધિવત પૂજા કરો ત્યાર બાદ યાત્રા પર જાઓ.
- પંચક દરિયાન કોઈનું મોત થઇ જાય તો તેના અશુભ પ્રભાવથી બચવા માટે લાશની સાથે પાંચ કુશ અથવા લોટનું પુતળું બનાવીને અર્થી પર રાખવામાં આવે છે. આ પુતળું લોટનું અથવા કુશનું બનેલું હોય છે. આ પાંચેય પુતળાને અર્થીમાં શવની સાથે જ પુરી વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું કરવાથી પંચક દોષ લાગતો નથી.