Solar Eclipse 2023: ગુરુવારે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, 12 રાશિઓ ઉપર કેવી થશે અસર? શુભ ફળ મેળવવા શું કરવું?

Solar Eclipse Impact Astrology: વૈજ્ઞાનિક દ્રષ્ટીથી સૂર્ય ગ્રહણ ખગોળીય ઘટના છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણની કેટલીક અસરો પણ દરેક માનવ જીવન ઉપર પડતી હોય છે.

Solar Eclipse Impact Astrology: વૈજ્ઞાનિક દ્રષ્ટીથી સૂર્ય ગ્રહણ ખગોળીય ઘટના છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણની કેટલીક અસરો પણ દરેક માનવ જીવન ઉપર પડતી હોય છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
સૂર્યગ્રહણ 2023|Solar Eclipse 2023|zodiac impact

રાશિચક્ર પર સૂર્યગ્રહણની અસર

Solar Eclipse Impact on Zodiac Signs: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ એટલે કે ગુરુવારે થશે. વૈજ્ઞાનિક દ્રષ્ટીથી સૂર્ય ગ્રહણ ખગોળીય ઘટના છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણની કેટલીક અસરો પણ દરેક માનવ જીવન ઉપર પડતી હોય છે. જ્યારે સૂર્ય ગ્રહણ લાગે છે ત્યારે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અનેક રાશિઓ ઉપર તેની સકારાત્મક તો કેટલીક રાશિઓ ઉપર નકારાત્મક અસર થતી હોય છે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ આ ગ્રહણની અસર દરેક રાશિઓ ઉપર પડશે.

Advertisment

વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણનો ચોક્કસ સમય

ઉલ્લેખનીય છે કે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023, ગુરુવારે લાગશે. ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ સવારે 7 વાગ્યે 4 મિનિટ પર પ્રારંભ થશે. સૂર્ય ગ્રહણ સવારે 7.4 વાગ્યે પ્રારંભ થશે જે બપોરે 12.29 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે સૂર્ય ગ્રહણનો સમયગાળો 5.24 કલાકનું હશે.

મેષ રાશિના જાતકો પર જોવા મળશે સૌથી વધારે અસર

20 એપ્રિલ 2023ના રોજ સૂર્ય ગ્રહણ થશે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણની સૌથી વધારે અસર મેષ રાશિના જાતકો ઉપર જોવા મળશે. કારણ કે 20 એપ્રિલના દિવસે વૈશાખ અમાસનો દિવસ છે. એટલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ મહત્વનું થઇ જાય છે. આ ગ્રહણ મેષ અને અશ્વિની નક્ષત્રમાં લાગશે જેના કારણે મેષ રાશિના જાતકો ઉપર વધારે પ્રભાવ જોવા મળશે.

આ પણ વાંચોઃ-surya grahan 2023: 20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં સૂતકકાળ માન્ય થશે કે નહીં?

Advertisment

અન્ય રાશિઓ ઉપર સૂર્યગ્રહણની અસર

બીજી તરફ સૂર્ય ગ્રહણમાં વૃષભ રાશિ, ધન રાશિ, મીન રાશિના જાતકો માટે શુભ પ્રભાવ જોવા મળશે. જ્યારે મકર રાશિ, કન્યા રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિના જાતકો ઉપર ઉતાર-ચઢાવ જોવા મળશે.

આ પણ વાંચોઃ-Surya Grahan 2023 : સૂર્ય ગ્રહણ 2023 આ રાશિઓને મળી શકે છે વેપાર-નોકરીમાં લાભ, કોને સતર્ક રહેવાની જરૂર?

ઉપાય

જ્યોતિષ પ્રમાણે સૂર્ય ગ્રહણના દિવસે દરેક રાશિના જાતકો ઉપર કોઈના કોઈ પ્રભાવ જોવા મળે છે. પરંતુ ગ્રહણના વિપરીત આ પ્રભાવને ઓછો કરવા માટે પાણીમાં તુલસી નાંખીને પીઓ. સૂર્ય ગ્રહણના દિવસે હનુમાન અષ્ટક હનુમાન ચાલીસા હનુમાનજીનો મંત્ર જાપ કરવો જોઈએ.આવી કરવાથી રાશિના જાતકો પર શુભ ફળ મળશે.

astrology ધર્મ ભક્તિ રાશિફળ સૂર્ય ગ્રહણ