આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પક્ષોએ કમરકસી છે. સાથે જ આ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. પ્રચારમાં એક બીજાની આલોચના કરવામાં આવતી હોવાનું અવાર નવાર સાંભળવા મળ્યું છે. ત્યારે વધુ એક વાર આ પ્રકારના સમાચાર સામે આવ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલ પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કઠપૂતળી છે, તેઓ સ્વૈચ્છાએ પટ્ટાવાળો પણ બદલી શક્તા નથી. કેજરીવાલે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જનસભાને સંબોધતા સમયે આ નિવેદન આપ્યું હતું. આ સાથે કેજરીવાલે એ પણ આરોપ લગાવ્યો છે કે,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મિલીભગત છે.
કેજરીવાલે સભામાં લોકોને સવાલ પૂછ્યો હતો કે, ગુજરાતની જનતા સામે બે વિકલ્પ છે. ઇસુદાન ગઢવી અને ભૂપેન્દ્ર પટેલ. તમે કોને મત આપશો, કોને મુખ્યમંત્રી બનાવશો? વધુમાં કેજરીવાલે કહ્યું કે, એક તરફ ઇસુદાન ગઢવી એક યુવા અને શિક્ષિત વ્યક્તિ છે. જેનું દિલ ગરીબો માટે ધડકે છે, તે એક ખેડૂતનો પૂત્ર છે.
બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ છે. જેની પાસે સત્તા છે પણ કોઇ અધિકાર નથી, તે માત્ર એક કઠપુતળી છે. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છા અનુસાર નિર્ણય પણ લઇ શક્તા નથી. જોકે તેઓ સારા વ્યક્તિ છે. મેં સાંભળ્યું છે કે તેઓ ખૂબ ઘાર્મિક છે. પરંતુ કોઇ તેનું સાંભળતુ નથી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ માલધારી મહાપંચાયતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની સમુદાયને કરી અપીલ
અરવિંદ કેજરીવાલે પોતાના પ્રચારમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મિલીભગત છે. જ્યારે તમે આ પક્ષોને સવાલ કરશો તો તે કહેશે કે, તેની વચ્ચે દોસ્તી સિવાય કંઇ નથી. જોકે તેની આ પોલ છતી થઇ ગઇ છે.
ખંભાળિયા બાદ અરવિંદ કેજરીવાલે સુરતના કામરેજ, વરાછા, કરંજ, ઓલપાડ, કતારગામ સહિત પાટીદાર વિસ્તારમાં રોડ શો કર્યો હતો.રોડ શોમાં કેજરીવાલ સાથે વરાછાના ઉમેદવાર અને પાસ ક્નવિનર અલ્પેશ કથેરિયા, ઓલપાડના ઉમેદવાર ધાર્મિક માલવિયા, મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા, રામ ધડુક હતા. દિવસરભર રોડ શો બાદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે રાત્રે કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવી હતી.
કેજરીવાલે જનસભાને સંભોધતા સમયે કહ્યું કે, ગુજરાતની જનતા પુરાની ડબલ એન્જીનની સરકારથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, જે કોયલ પર ચાલે છે. ત્યારે એક નવીનતમ પાવર રન એન્જીનનું બજારમાં આગમન થઇ ગયું છે, જેને ગુજરાતની જનતા પ્રેમ કરે છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જિગ્નેશ મેવાણી ચૂંટણી મેદાનમાં, મતદારોને આપી આવી ચેતવણી
અરવિંદ કેજરીવાલે આ કાર્યક્રમને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરવા માટે અનુરોધ કર્યો હતો. જેને પગલે તેની વાત વઘુ લોકો સુધી પહોંચે. આ સાથે કેજરીવાલે કહ્યું હતુ કે, ભાજપ નેતાઓના દબાણને કારણે મીડિયા ચેનલમાં આપની જનસભાઓનું પ્રસારણ કરવામાં આવતું નથી.
કેજરીવાલે પોતાના ભાષણમાં વધુમાં કહ્યું હતુ કે, ન્યૂઝ ચેનલ આપ નેતાઓને ડિબેટમાં આમંત્રિત કરતા નથી. જેનું કારણ બીજેપી નેતાઓએ ચેનલના એન્કરોને ચેતવણી આપી છે કે, આપ નેતા ડિબેટમાં ભાગ લેશે તો તે આવશે નહી. કારણ કે ભાજપના નેતાઓ આપ નેતાઓથી ડરે છે કે તેને છેલ્લા 27 વર્ષોમાં કરેલા કાર્યોનો હિસાબ આપવો પડશે.