ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. આજથી ભાજપ પ્રચંડ પ્રચાર શરૂ કરશે, ચૂંટણીના પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકો પર શક્તિ પ્રદર્શન કરશે. બીજી તરફ વડોદરા શહેર અને અરવલ્લી જિલ્લામાં બીજેપીના ત્રણ નેતા દિનેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ તથા ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેની સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી પક્ષ સામે બગાવત પર ઉતરી ગયા છે. જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક્શન મોડમાં આવી આ ત્રણેય નેતાઓને ઉમેદવારી રદ્દ કરવા માટે આદેશ કર્યો છે, જો તેઓ ઉમેદવારી રદ્દ નહીં કરે તો તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરાશે તેવી ચેતવણી આપાઇ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે દિનેશ પટેલે પાદરાથી જ્યારે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા ક્ષેત્રથી તેમજ ધવલસિંહ ઝાલાએ અરવલ્લીના બાયડ ક્ષેત્રથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મહત્વનું છે કે, આ ત્રણેયનું ચૂંટણી ટિકિટમાં પત્તુ કપાતા પક્ષથી નારાજ છે. જેને પગલે ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યથી લઈ તમામ પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.
બીજેપીએ આ ત્રણેય નેતાઓેને ટિકિટ ન આપતા તેમણે સ્વતંત્રરૂપે ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. આ જાહેરાત બાદ 12 નવેમ્બરે રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગ બોલાવી હતી. પરંતુ આ ત્રણેય નેતાઓએ હર્ષ સંધવી સાથે મુલાકાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995થી વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેવા સંજોગોમાં ભાજપ પક્ષે ટિકિટ ન આપતા શ્રીવાસ્તવે સ્વતંત્ર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મધુ શ્રીવાસ્તવે આ મતવિસ્તારમાં પોતાના સમર્થકો સાથે રેલી કાઢી વાધોડિયાના અન્ય બીજેપી નેતાઓને તેના અભિયાનમાં સામેલ થવા માટે અપીલ કરી હતી.
મધુ શ્રીવાસ્તવે ચૂંટણી માટે ઉમેદવારી નોંઘાવ્યા બાદ કહ્યું હતું કે વાધોડિયા મતદાતા એ વાતથી સારી રીતે વાકેફ છે કે કોણ તેની સાથે છે. આ સાથે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હું જીવનભર ભાજપનો એક નિષ્ઠાવાન નેતા રહ્યો છું અને પાર્ટી સ્થાનિય ચૂંટણીમાં સૌથી નાની સીટો પર પણ જીત મેળવશે તે સુનિશ્વિત કર્યું છે. આ ઉપરાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારી આકરી મહેનતના પરિણામે પક્ષ પાસે વાધોડિયો તાલુકો અને વડોદરા જિલ્લા પંચાયતમાં બેઠકો છે. ત્યારે હું પક્ષના એ તમામ કાર્યકર્તા અને નેતાઓને અપીલ કરું છું કે મારા કારણે જે ભાજપમાં જોડાયા છે તે મારા અભિયાનમાં સામેલ થાય. ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવની નારાજગીનું કારણ ભાજપ પક્ષે તેમના સ્થાને જિલ્લા એકમ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી દીધી.
પાદરામાં દિનેશ પેટલને બદલે પાદરા નગર પાલિકા અધ્યક્ષ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. દિનેશ પટેલ વર્ષ 2007માં પ્રથમવાર અપક્ષથી ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જે બાદ તેઓ વર્ષ 2012માં ચૂંટણી જીત્યા હતા. પરુંતુ વર્ષ 2017માં દિનેશ પટેલ કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ ઠાકોર સામે 20,000 મતોથી હારી ગયા હતા. દિનેશ પટેલ વડોદરા ડેરીના ચેરમેન પણ છે.
બાયડ ક્ષેત્રથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ધવલસિંહ ઝાલા અંગે વાત કરીએ તે ઠાકોર સમુદાયના નેતા અલ્પેશ ઠાકોરના નજીકના સહયોગી છે. વર્ષ 2017માં ઝાલાએ કોંગ્રેસ ઉમેદવારના રૂપમાં ચૂંટણી જીતી હતી. જોકે વર્ષ 2019માં ઠાકોર સાથે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ તે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા.
ભાજપે વર્ષ 2019માં ધવલ સિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરને પેટાચૂંટણીમાં બાયડ અને રાધનપુર મત વિસ્તારથી મેદાને ઉતાર્યા હતા. જોકે બંને કોંગ્રેસ ઉમેદવાર જસુ પટેલ અને રઘુ દેસાઇ સામે હારી ગયા હતા.
આ વખતે બીજેપીએ ધવલ સિંહ ઝાલાના સ્થાને બાયડ વિધાનસભા મતવિસ્તારથી ભીખી પરમારને મેદાને ઉતારી છે. બીજેપીના આ નિર્ણયનો ઝાલાએ તેમના સેકડો સમર્થકો સાથે વિરોધ પ્રદર્શન માટે કમલમ ખાતે પહોંચ્યો હતો.
સમગ્ર મામલે ધ ઇન્ડિયન એક્પ્રેસ સાથે વાત કરતા ધવલ સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં પેટાચૂંટણીમાં તે 700 વોટના અંતરથી હારી ગયા હતા. ત્યારે આ વખતે ભાજપે મને ટિકિટ ન આપી. જ્યારે મેં ત્રણ વર્ષ આકરી મહેનત કરી હતી. 80 ટકા લોકો મારા સમર્થનમાં છે. ત્યારે મેં પાર્ટીને રજૂઆત કરી હતી. પરંતુ કોઇ પરિવર્તન ન આવ્યું. ધવલ સિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને ઉમેદવારી પરત ખેંચવા અંગે વિચાર્યું નથી. મહત્વનું છે કે, કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શંરસિંહ વાઘેલાનો પુત્ર મહેન્દ્રસિંહ વાધેલાને બાયડ બેઠકથી ટિકિટ આપી છે.
પાર્ટીમાં બગાવતને ખત્તમ કરવાના નિર્ણય કરતા પાટિલે નિવેદન આપ્યું કે, સ્વાભાવિક છે કે, મજબૂત પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે ભારે ઉત્સાહિત હોય છે. અને ટિકિટની માંગ કરે છે. ગુજરાતમાં 1.18 કરોડ જેટલા ભાજપના પ્રાથમિક સદસ્યો છે, 82 લાખ પેજ કમિટી સભ્યો છે. કુલ અમારી પાસે લગભગ 2થી 2.25 કરોડ જેટલા કાર્યકર્તા છે. ત્યારે તેમાંથી ઘણા કાર્યકર્તાઓની લાગણીને ઠેસ પહોંચી હોય. એવામાં તેઓ તેની અસહમતી વ્યક્ત કરી શકે છે. કારણ કે તેમને તેના વિચારોને દર્શાવવાનો પૂરો અધિકાર છે.
આ ઉપરાંત સી.આર.પાટીલે કહ્યું હતું કે, હું તેમને અભિનંદન પાઠવું છું કારણ કે તેને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, તેમને ટિકિટ ન મળવા છતાં તેમણે તેના વિચારોને રજૂ કર્યા અને કોઇ પણ વિવાદ વગર પોતાના કામ પર પરત ફરી ગયા.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ P ફોર પોલ, P ફોર પાટીદાર, ચૂંટણીમાં આ સમુદાયની નિર્ણાયક ભૂમિકા
સી.આર.પાટીલે મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ તેમજ ધવલ સિંહને પક્ષ તરફથી ટિકિટ ન આપતા અપક્ષ ચૂંટણી લડવાના નિર્ણયનો વિરોધ કરતા નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું હતુ કે, વિધાનસભાની 182 બેઠકો માટે 4,100 ઉમેદવારોએ ટિકિટની માંગ કરી હતી, આ તમામ ચૂંટણી લડવા માટે સક્ષમ છે. જ્યારે આ જ પ્રકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી વખતે 9,000 બેઠકો માટે 2 લાખ લોકોએ ટિકિટ માંગી હતી. જ્યારે બાકી કાર્યકર્તાઓએ નિસ્વાર્થ ભાવથી પક્ષ પ્રત્યે ફરજ બજાવી હતી. ત્યારે મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ તેમજ ધવલ સિંહ ઝાલાની બળવાખોરીને લઇ પાટીલે ચેતવણી આપતા કહ્યું કે, હજુ પણ નિર્ણય બદલવાનો સમય છે અને જો તેઓ પીછેહઠ નહીં કરે તો પાર્ટી તેમની વિરુદ્ધ પગલું ભરશે અને તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દેવાશે.