ગોપાલ કટેશિયા, પરિમલ ડાભીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. દરેક પક્ષોએ ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા અને ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. આગામી 1 -5 ડિસેમ્બર 2022ના રોજ બે તબક્કામાં મતદાન પણ છે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી રહેશે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીઓ જંગ ખેલાશે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમુદાય મહત્વની ભૂમિકા ભજવી હતી તો વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવાથી નવી લહેર ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીએ અનેક ઉમેદવારોને મેદાનમાં ઉતારીને પ્રભાવશાળી સમુદાયના વોટોના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે.
આંકડા પ્રમાણે 14મી ગુજરાત વિધાનસભામાં કુલ 182માંથી 44 પાટીદાર ધારાસભ્યો હતા જે 13મી વિધાનસભામાં 48થી થોડા ઓછા હતા. આ પ્રકારે પાટીદાર ધારાસભ્યોની કુલ સીટો ક્રમશઃ 24.17 ટકા, અને 26.37 ટકા છે. આ રાજ્યની તેમની કુલ જનસંખ્યામાં તેમની અનુપાસથી ગણી વધારે છે. જે સમુદાયના અનુમાન અનુસાર 18 ટકા છે. સત્તાધારી ભાજપના 111 વર્તમાન ધારાસભ્યોમાં 31 પાટીદાર છે. આમાં 2017માં મૂળ રૂપથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા 17માંથી ચારનો સમાવેશ થાય છે.
આવનારી ચૂંટણીમાં ભાજપ દ્વારા અત્યાર સુધી જાહેર કરેલા 181 ઉમેદવારોમાંથી 44 પાટીદાર છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભાજપ માટે પાટીદાર વોટ માટે લડાઇ થોડી કઠીન થવાની આશા છે કારણે આમ આદમી પાર્ટીના 19 પાટીદાર , ભાજપના 18 પાટીદાર અને કોંગ્રેસના 16 પાટીદાર ઉમેદવારો છે.
ગત ચૂંટણીનો હવાલો આપતા કોંગ્રેસ નેતા પરેશ ધાણાની કહે છે કે 106 વિધાનસભા સીટો ઉપર પાટીદારોનો પ્રભાવ છે. જેમાંથી 48માં સમુદાયનું વર્ચસ્વ છે. તેમનો દાવો છે કે આમાંથી 33 સામાન્ય રીતે પ્રમુખ પાટીદાર ઉમેદવારો વચ્ચે એક સ્પર્ધા છે. પોતાના વોટોને વિભાજીત કરતા વિજેતાનો નિર્ણય અંતતઃ અન્ય સમુદાયો દ્વારા કરવામાં આવે છે. તેમનો દાવો છે કે 58 અન્ય સીટો પર પાટીદાર વોટ નિર્ણાયક છે. જોકે અન્ય સમુદાયોનો સૌથી મોટો ભાગ પણ છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજા તબક્કાના ઉમેદવાર: 14 જિલ્લાની 93 બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ
2022ની ચૂંટણીમાં પાર્ટીઓને ઉપ જાતીઓ વચ્ચે નાજુક સંતુલન કાર્ય કરતા દેખી શકાશે. કારણ કે આ વોટ ત્રણ રીતે વિભાજનને ધ્યાનમાં રાખીએ તો પણ મહત્વ રાખે છે. કડવા પાટીદારોના સૌથી મોટા સંગઠનો પૈકી એક ઉમિયાધામ, સિદસરના ટ્રસ્ટી જેરમ વંશજલિયા કહે છે કે પાટીદાર પ્રભાવ આશ્ચર્યજનક નથી કારણ કે તેઓ ઉદ્યોગ અને વેપાર ધરવારે છે અને તેઓ મોટા પ્રમાણમાં રોજગાર પ્રદાન કરે છે. પક્ષો પોતાની ટિકિટના 25 ટકા પાટીદારોને આપી શકે છે કારણ કે વિધાનસભાની કુલ સીટોમાં 30 ટકા સીટો જીતી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધીના 17 મુખ્યમંત્રીઓમાં પાંચ પાટીદાર છે. જેમાં અત્યારના મુખ્યમંત્રી ભપેન્દ્ર પેટલનો પણ સમાવેશ થાય છે. લેઉવા પટેલ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે જ્યારે કડવા પટેલ મુખ્ય રૂપથી ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે. ભાજપના ઉમેદવારોની વર્તમાન યાદીમાં 24 લેઉવા અને 20 કડવા પટેલ છે.
ઉદ્યોગપતિ નરેશ પટેલ દ્વારા સ્થાપિત એક ધાર્મિક સંગઠન ખોડલધાન ટ્રસ્ટ (SKT)નું લેઉવા પટેલો ઉપર મોટો પ્રભાવ છે. નરેશ પટેલ પહેલા રાજકીય દુનિયામાં પગ મુકવાની ઈચ્છા ધરાવતા હતા. પરંતુ બાદમાં પીછે હટ કરી દીધી હતી. એસકેટીના બે સભ્યો રાજકોટથી ભાજપની ટિકિટ ઉપર રમેશ ટીલાળા અને આપ તરફથી ધાર્મિક માલવીયા ચૂંટણી લડી રહ્યા છે.
પાટીદારોએ 1980ના દશકથી ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાનું શરુ કરી દીધું હતું. કારણ કે તેઓ કોંગ્રેસ દ્વારા ગઠિત ખામ (ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ) સામાજિક ગઠબંધનને ધ્યાનમાં રાખીને એક થયા હતા. 1995 પછી ભાજપે ગુજરાતની ચૂંટણી રાજનીતિમાં એક આભાસી એકાધિકાર સ્થાપિત કરી લીધો છે કારણ કે પાટીદારોએ કુલ મળીને ભાજપ સાથે ઊભા રહીને એક સમુદાયના રૂપમાં એકત્ર થઈને મતદાન કર્યું હતું. ઉચ્ચ જાતિના પાટીદારોના વિપરતી કોળી ઓબીસી છે. જે પાટીદારોની તુલનામાં સંખ્યાત્મક રૂપથી વધારે મજબૂત છે. તેઓ અનેક ઉપ-જાતિ સમૂહોમાં વિભાજીત છે. આખા રાજ્યમાં વિસ્તરેલા છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ AAPના અધ્યક્ષ અને કતારગામ બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે 17 કેસ, કેટલી છે સંપત્તિ?
2015-17માં ભાજપ-પાટીદાર ગઠબંધન ગંભીર તણાવમાં આવ્યું હતું. જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલ સમિતિના માધ્યમથી પાટીદારો માટે ઓબીસી ક્વોટાની માંગણી સાથે એક આંદોલન શરુ થયું હતું. ભાજપના એક નેતાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “સુપ્રીમ કોર્ટે આર્થિક રૂપથી નબળા વર્ગો માટે 10 ટકા કોટાને મંજૂરી આપીને પાટીદારોને ખુસ ખરી દીધા છે.”
એસકેટીના પ્રવક્તા હસમુખ લુંગરિયાએ જણાવ્યું હતું કે “માત્ર એટલું જ નહીં ઈડબ્લ્યૂ કોટા, જેનો શ્રેય પાટીદારોને જવો જોઈએ, ભાજપને ઉચ્ચ જાતિના મતદાતાઓથી વધારે મત અપાવશે. કારણ કે તેમને નવા આરક્ષણનો લાભ પણ મળશે.” વંશજલિયાનું પણ આવું જ કહેવું છે કે આ ચૂંટણીમાં કોઈ લહેર અથવા પ્રમુખ મુદ્દાઓના અભાવમાં મતદાનના રુઝાનનું ચોક્કસ અનુમાન લગાવવનું મુશ્કેલ છે. જોકે એ જોવાનું બાકી છે કે આમ આદમી પાર્ટી કોના વોટ શેર ખાય છે.