ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષોના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સુરતના કતારગામ બેઠકના ઉમેદવાર 33 વર્ષીય ગોપાલ ઇટાલિયાએ પણ વિજય મૂર્હતમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે ફોર્મ સાથે આપેલા સોગંદનામાં અનેક ખુલાસા પણ થયા હતા. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે 17 કેસો થયેલા છે. અને તેમની પરિવાર સાથેની કુલ સંપત્તિ 7.86 લાખ દર્શાવી છે.
ગોપાલ ઇટાલિયાની કુલ સંપત્તિ કેટલી?
ગોપાલ ઇટાલિયાએ રજૂ કરેલા સોગંદનાના પ્રમાણે તેમની પરિવાર સાથેની કુલ સંપત્તિ 7.86 લાખની છે. જેમાં જંગમ સંપત્તિ 1.13 લાખ રૂપિયા છે જ્યારે 1.10 લાખ રૂપિયાનું સોનું ધરાવે છે.
કુલ સંપત્તિ (પરિવાર સાથે): રૂ. 7.86 લાખ
જંગમ સંપત્તિ: રૂ. 1.13 લાખ
બેંકમાં (પત્ની સાથે): રૂ. 5.33 લાખ
વાહન: રૂ. 30,000
સોનું: રૂ. 1.10 લાખ
સ્થાવર સંપત્તિ: કોઈ નહીં
જવાબદારીઓ: કોઈ નહીં
ગોપાલ ઇટાલિયાનો કેટલો છે અભ્યાસ
33 વર્ષીય ગોપાલ ઇટાલિયા ગુજરાત ચૂંટણી માટે કતારગામથી AAPના ઉમેદવાર છે. AAPના ગુજરાત અધ્યક્ષ ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક છે. તેમનો જાહેર કરાયેલ વ્યવસાય સલાહકાર છે અને આવકનો સ્ત્રોત કન્સલ્ટન્સી ફી છે.
ગોપાલ ઇટાલિયા સામે ફોજદારી કેસો
ગોપાલ ઇટાલિયા સામે થયેલા ફોજદારી કેસોની વાત કરીએ તો રાજ્યભરમાં 2020થી 2022 સુધીમાં 17 કેસ થયેલા છે. જેમાં જાહેર સેવકની ફરજમાં અવરોધ, જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલા આદેશોનો અનાદર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભાના ચૂંટણી: ગોપાલ ઈટાલિયાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું, રાઘવ ચઢ્ઢા રહ્યા ઉપસ્થિત
વિજય મૂર્હતમાં ભર્યું હતું ઉમેદવાર ફોર્મ
ગુજરાત વિધાનસભાના ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સમયે રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા, આમ આદમી પાર્ટીના પ્રદેશનાં નેતાઓ, સ્થાનિક સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ- ગોપાલ ઈટાલીયાના ‘ભાજપ પટેલ વિરોધી પાર્ટી’ ના આરોપ પર ધમાસણ, સમાજના નેતાઓ વિભાજિત
ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોપાલ ઈટાલિયા કતારગામના અક્ષરવાડી મંદિર ખાતે પહોંચ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ સુરતના કતારગામ વિસ્તારના ડભોલી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’ માં ભાગ લીધો.